________________
૧૬૦
મૂળશુદ્ધિ ભાગ-૨
દેખી એ ઊભી થઈને સામે જઈ પરમ વિનયથી ભક્તિપૂર્વક વાંદે છે અને કહે છે “પ્રયોજનનો હુકમ ફરમાવો” ત્યારે તેણે પણ રેવતીને કહ્યું કે “ભદ્ર ! ઔષધ માટે હું અહીં આવ્યો છું. પરંતુ તમે જે બીજોરા ભગવાન માટે રાંધ્યા, તે મૂકી જે તમારે પોતાની માટે કુષ્માંડફાળો કુષ્માંડ પાક= વૈદ્યકીયદૃષ્ટિએ બનાવેલું ભૂરાકળાનું મિષ્ટાન્ન વિદ્યક. .. કોશ) રાંધ્યા છે તે આપો. |૧૮.
ત્યારે રેવતી બોલે છે, “હે સિંહ ! તને મારા ગુપ્ત રહેલા અર્થને કોણે કહ્યો?” તે બોલે છે “ત્રણ લોકના નાથે કહ્યું છે. ત્યારે વિકસિત થયેલી રોમરાજીવાળી તે ભોજનગૃહમાં જાય છે. ફળ લાવીને સુસાધુઓમાં સિંહ સમાન સિહ અણગારને વહોરાવે છે. ત્યારે પાત્ર-ચિત્ત વિત્ત વગેરેથી શુદ્ધ તે દાનથી દેવાયુ બાંધી, ત્યાંથી ચ્યવી જિનેશ્વરપણું પામશે, શ્રેષ્ઠ કેવલજ્ઞાન પેદા કરી, સમસ્ત ભવ્યજીવસમૂહને બોધ પમાડી, ત્રણે લોકથી નમસ્કાર કરાયેલ ચરણકમળવાળા (સમાધિનાથ (રેવતિજીવ) મોક્ષમાં જશે. ૨રા સિંહ અણગાર તે ફળ જિનેશ્વરને આપે છે, ભગવાન પણ તેના ઉપભોગથી હૃષ્ટ (સ્વસ્થ તંદુરસ્ત) શરીરવાળા થયા, આખું ત્રણ જગત સંતોષ પામ્યું. ૨૩
તે ધન્યા છે, પુણ્યશાળી છે, જેના ઔષધથી વિરપ્રભુ સારા થયા. એમ મનુષ્ય અસુર અને દેવોએ રેવતીની પ્રશંસા કરી //ર૪.
એ પ્રમાણે ઈત્યાદિ ગુણોથી દેવોએ આ પ્રખ્યાતિ કરી, આ ચરિત્રસંક્ષેપથી મેં કહ્યું //રપા. | રેવતી કથા સમાપ્ત છે અત્યારે દેવકીની વાર્તા કહેવાય છે....
|| દેવકી કથાનક | આ જંબુદ્વીપમાં પ્રસિદ્ધ રાજગૃહ નામનું નગર છે, ત્યાં જરાસંઘ નામનો પ્રતિવાસુદેવ રાજા છે. તે તેની પુત્રી જીવયશાના ભરતાર, મહાબળથી સંપન્ન, ઉગ્રસેનનો પુત્ર સુપ્રસિદ્ધ કંસ નામે છે. તેરા
આ બાજુ શૌર્યપુરમાં સમુદ્ર વિજય વગેરે દશ દર્શાણા છે, જેઓ ઘણા પુત્રથી સંપન્ન છે, તેઓમાં નાના વસુદેવ છે. II
જે બળવીર્ય સત્ત્વવાળો અને ત્રણેલોકથી અભ્યધિક રૂપ શોભાવાળો છે. તેની કંસની સાથે દ્રઢ પરમ પ્રીતિ વધવા લાગી. II - હવે એક દિવસ ક્યારેક પોલાસપુરના અધિપતિ દેવકરાજાની દેવકી નામની કન્યા-પુત્રી છે, વસુદેવની સાથે જ પોલાસપુરમાં જઈને કંસે પોતાની પિતરાઈ બેનને વસુદેવ માટે વરીશુભલગ્ન વિવાહ થયો, ત્યાંથી કંસની રાજધાની મથુરામાં તે બંને પણ ગયા, ત્યાં વધામણી મહોત્સવ થયો.
અને ત્યાં પ્રમોદ દિવસે કંસના નાનાભાઈ ઉત્તમજ્ઞાનવાનું ગુણ સમૂહથી સમગ્ર સંપન્ન અતિમુક્તક નામના મુનિવર આવી પહોંચ્યા Iટા
મદોન્મત્ત બનેલી તે જીવયશાએ તે મુનિને “દિયર” કહીને વધારે હેરાન કર્યા-મશ્કરી કરી.