________________
મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા
૧૬૧ તેથી તે મુનિએ તેને કહ્યું - હે પાપી ! જેના હર્ષોત્સવમાં તું હસ્ત્રના ઔસુક્યથી-હર્ષથી ઉછળતી આજે નાચે છે, ગલે લાગવા વગેરે દ્વારા મને એ પ્રમાણે હેરાન કરે છે, તેનો જ સાતમો ગર્ભ તારા પતિ અને પિતાનો મારનાર થશે, એમાં કોઈ સંદેહ નથી. એમ બોલી તેના ઘેરથી સાધુ નીકળી ગયા. ||૧૧.
તેણીએ પણ તે વાત પોતાના પતિને કહી, આ કંસ પણ એમ વિચારે છે, મારા ભાઈનું વચન પ્રલયકાળમાં પણ અન્યથા ન થાય. /૧રી
ત્યારે મત્તનોકર સાથે (મલિનદેવ સાથે) ઘેર જઈ વસુદેવને કહે છે તે સ્વામી ! દેવકીના સાતે ગર્ભ મને આપજો. ૧૩
તેના ભાવને નહીં જાણી તેની-કંસની પ્રાર્થના વસુદેવે સ્વીકારી લીધી. તેથી કંસ હષ્ટ તુષ્ટ થયેલો રહે છે, જયારે તેને ગર્ભનો સમય થયો, અને તે સમયે દેવકીનો પોતાના પુરુષો દ્વારા રક્ષણ પહેરો કરાવે છે અને તેના પુત્ર ગર્ભને ગ્રહણ કરી શિલા ઉપર કંસ પછાડે છે. ||૧પો.
આ બાજુ મલયદેશમાં ભદ્રિલનગરમાં નાગવર નામે શ્રેષ્ઠીવસે છે, તેની પત્ની સુલસા છે, તે નિંદુ = મરેલા પુત્રને જન્મ આપનારી હતી. તેથી નૈમિતિક વડે આદેશ કરાયેલી તે પ્રયત્નથી હરિણિગમસી દેવને આરાધે છે, ખુશ થયેલ તે એ પ્રમાણે કહે છે - હે ભદ્ર ! તેં આવું કર્મ કરેલ છે તેથી હવે અન્ય જન્મમાં તે પુત્રને જન્મ આપીશ, આમાં કોઈ સંદેહ નથી. ૧૮
પરંતુ તારી ભક્તિથી તુષ્ટ થયેલ હું અન્ય નારીના પુત્રોને બદલાવી તને આપીશ, તે કહે છે, એ પ્રમાણે થાઓ, તેઓ પણ મારા પોતાના જ છે. ૧૯ો.
તેથી તે સુરસેનાપતિ સમકાલે ગર્ભસંબંધ કરે છે, અને પ્રસવ દિવસે તે કંસના પહેરેદારોથી ઠગીને જીવતા દેવકીના પુત્રોને સુલસાને આપે છે અને તેના મરેલા પુત્રો દેવકી પાસે મૂકે છે, કંસ પણ તેનો વિનાશ કરે છે. ર૧
એમ છ પુત્રોનું દેવે પરાવર્તન કર્યું જેટલામાં સાતમા ગર્ભ વખતે દેવકી વસુદેવને કહે છે. ||૨૨.
આ મારા એક પુત્રનું હે સ્વામી ! પાપી કંસથી રક્ષણ કરો, શું હું આની દાસી છું જેથી એ પ્રમાણે મારા પુત્રને હણે છે'. ૨૩
હે પ્રિયે ! એ પ્રમાણે કરીશ, તેને આશ્વાસન આપી પ્રસવ દિવસે સાતમા ગર્ભે નવમો વાસુદેવ થયો, હવે પિતા કેશવને-કૃષ્ણને દેવના સાંનિધ્યથી જ ગ્રહણ કરી જલ્દી પોતાની ગોશાળામાં જાય છે. અને યશોદાને આપે છે, તે પણ બાળકને ગ્રહણ કરે છે, તે ભદ્રે “(પોતાના) છોકરાની જેમ સંભાળ રાખજે” એમ કહીને વસુદેવ તે યશોદાના હાથથી તેની નવી તાજી જન્મેલી પુત્રીને ગ્રહણ કરીને જલ્દી પોતાના ઘેર ગયો, અને દેવકીની પાસે તેને (પુત્રીને) મૂકી દે છે. કોણ જમ્મુ એમ બોલતાં કંસના માણસો જાગ્યા. દેવકીની પાસે તે કન્યાને જુએ છે. તેથી ગ્રહણ કરીને જલ્દી જલ્દી જઈને પોતાના સ્વામીને તેઓ આપે છે. ૨૮
તે કંસ વિચારે છે “આ સાતમો ગર્ભ સ્ત્રીરૂપે કેવી રીતે થયો ? હવે “સ્ત્રીને કોણ હણે એમ વિચારી કાંઈક નાસિકાપુટને વીંધીને “સ્ત્રી અવધ્ય છે” એથી ફરી પણ તેને દેવકી પાસે મોકલાવે છે. ૩૦ના