________________
મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા
૧૬૫ મારી જમણી આંખ ફરકે છે, બંને સ્તનોથી દૂધ ઝરે છે, રૂપથી કૃષ્ણ સમાન છે, તેથી આ મારા જ પુત્રો છે. ૯૦
કારણ કે હે શિવાદેવી ! તમને અને મને છોડી બીજી કોઈ નારી શ્રીવત્સથી અંકિત વક્ષસ્થલવાળાપુત્રને જન્મ આપે નહીં. વિચારણા કરવાથી શું, સર્વજ્ઞ સર્વદર્શી નેમિનાથને સવારે પૂછીને આ સંશય દૂર કરીશ. I૯રો.
રોહિણી પણ દેવકીને કહે છે, વિનયરૂપથી સમાન કૃષ્ણને આ બધું સવારે કહીશ, જેથી તમારે સુતનો સંગમ થશે I૯૩
પુત્ર માટે ઉત્સુક બનેલી દેવકી બહુ મુશ્કેલીથી રાત્રિ પૂર્ણ કરે છે, પુત્રવધૂના સમૂહ સાથે સવારે પ્રભુ પાસે ગઈ. II૯૪
ત્યાં સર્વદેવ દાનવ યાદવસમૂહની મધ્યે બિરાજમાન જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને તેમની આગળ આ સ્તુતિ મંગલ કરે છે. ૯૫
શિવાદેવના પુત્ર ! ત્રિજગતના ઈશ્વર તમે જય પામો, સુર-અસુરના સ્વામીથી નમસ્કાર કરાયેલ ! પરમેશ્વર! તમે જય પામો, તાડવૃક્ષ-ભ્રમર કેતુ ગ્રહ અને પાડાના શિંગડા (જંગલી ભેંસ) સમાન શ્યામવર્ણવાળા તમે જય પામો, રાજિમતી કન્યાને છોડી દેનારા તમે જય પામો. હરિવંશ રૂપી સરોવરના પાણીમાં શ્વેત હંસસમાન ! જય પામો, પૃથ્વી રૂપી નારીના કર્ણની શોભા માટે ઘરેણા (કુંડલ) સમાન! જય પામો, પોતાના રૂપસૌભાગ્યથી કામદેવને જિતનારા ! જય પામો, નિઃસંગ બની ધન-સ્વજનોનો ત્યાગ કરનાર ! જય પામો ૯૦ગા.
જગતના સુભટ એવા કંદર્પ - કામભટને દલનારા! જય પામો, ભવના ભયથી ડરેલા ભવ્યોને શરણ આપનારા ! જય પામો, ગિરનાર ઉપર ઉત્તમ મહાનું ચારિત્રને સ્વીકારનારા ! જય પામો, II૯૮.
સંયમભારને વહન કરવા માટે ધુરંધર વૃષભ સમાન ! ફેલાતા યશના ભારથી ધવલ-ઉજ્જવલ જય પામો, આઠકર્મ રૂપી પહાડનું દલન કરવા માટે શ્રેષ્ઠ વજ સમાન ! જયપામો, અપવર્ગ - મોક્ષ નગરમાં જવા માટે જિન-કેવળીનું સર્જન કરનારા જય પામો ૯૯ો
એ પ્રમાણે ભવભયથી ડરેલી હું હે નેમિનાથ ! તમારા ચરણ કમળમાં નમન કરું છું, સમસ્ત ભય વગરના શિવનગરમાં હે સ્વામી ! મને લઈ જાઓ. (૧૦)
નમન કરી ફરી પણ કહે છે હે ભગવન્ ! અતિમુક્તક મુનિએ મને બાળપણામાં. કહેલું કે “તું જીવતા આઠ પુત્રોની માતા થઈશ” ૧૦૧il.
- તે શું ખોટું છે? કારણ કે મારા પુત્રોને તો કંસે મારી નાંખ્યા. ભગવાને પણ કહ્યું- તને મુનિએ જે કહ્યું તે સત્ય છે. ૧૦૧
- હે દેવકી ! આ સાંભળ ભદિલપુરમાં વણિપુત્રી સુલસી તેને બાળપણમાં નિપુણોએ નિંદ જણાવેલી ૧૦૩
તેણે જીવંત સુપુત્રની પ્રાપ્તિ માટે તપથી હરિણિગમસી દેવને આરાધ્યો. મુનિના શાપના વૃતાંતને જાણી તારા પુત્રોને કંસ મારવા માટે ઉદ્યત-તૈયાર થયે છતે તેઓનું અપહરણ કરીને (કંસનાશ કરે તેની) પહેલા જ ઉત્પન્ન થતા માત્રામાં લઈ સુલતાને સોંપ્યા ૧૦પ