________________
૧૬૪
મૂળશુદ્ધિ ભાગ-૨
યુક્ત રાજકુમારો છે, જેથી દેખ, અને વિપુલ પ્રાસુક અન્નથી લાભ લો. કારણ કે ભિક્ષા માટે આવેલા સાધુઓ ઘણીવાર ઉભા ન રહે. II૭ના
ત્યારે દેવકીએ પણ રસોયણને કહે છે કે સાધુઓને પ્રાસુક અન્ન યથેચ્છ રીતે આપો, તેણીએ આપ્યું, સાધુ ગયા. ॥૭૧॥
ત્યારપછી મધ્યમ યુગલ ગોચરીના ક્રમે ત્યાં આવ્યું, દેખીને આ પહેલું યુગલ છે એમ માનતી દેવકીએ ફરીથી પણ તે રસોયણને કહે છે ઈચ્છામુજબ સાધુઓને આપ. “આ યુક્ત નથી” એમ માનતી તેણીએ આપ્યું, તેઓ પણ ગયા II૭૩||
ત્યારપછી ત્રીજું યુગલ તે જ ક્રમે ત્યાં આવ્યું. દેખીને તેજ પ્રથમ યુગલ છે એમ માનતી તેમને દેવીએ કહ્યું હે ભગવન્ ! બે વાર આવ્યાં છતાં શું ફ૨ીથી તમે આવ્યા ? શું પુરતું થયું નથી ? અથવા આમાં બીજુ કંઈ છે ? ।।૭૫ ॥
શું ધનધાન્યથી સમૃદ્ધ વાસુદેવની નગરીમાં યતિઓને ભિક્ષા નથી મળતી ? અથવા મને મતિભ્રમ થયો છે ? ।।૭૬॥
આ સાંભળી દેવયશ નામનો પાંચમો કુમાર કહે છે હે મહાનુભાવ ! અમે તે સાધુ નથી જે અહિં તારા ઘરથી ભિક્ષા લઈને ગયા, કિંતુ તું કાર્ય (હકીકતને સાંભળ,) કારણકે તું ખરેખર ભેદ જાણી શકી નહિં. ॥ ૭૮।।
ભદ્રીલપુર નગરમાં નાગ નામે મોટો શેઠ રહે છે, તેની પત્ની સુલસા છે, તેઓના અમે છએ પુત્રો છીએ. II૭૯૫
એકબીજાથી મળતા આકારવાળા સરખારૂપવાળા બધાએ ભાઈઓ છીએ. પરસ્પર અનુરાગવાળા અમે બધા તપ કરી રહ્યા છીએ. ૮૦ના
અલગ અલગ સંઘાટકથી તારા ઘેર અમે આવ્યા, સરખારૂપવાળા અમારો ભેદ તમે જાણ્યો નહીં. || ૮૧ ||
આ સાંભળી રોમકૂપ ખડા થઈ ગયાં છે, એવી દેવકી પણ ઉભી થઈને વાંદીને શુદ્ધ અન્ન સ્નેહથી વહોરાવે છે. ૮૨
સૂક્ષ્મ નજરે જુએ છે, શ્રીવત્સથી અંકિત છાતીવાળા, નીલકમલના પત્રસરખી આંખવાળા પોતાના સ્વરૂપથી કૃષ્ણ સમાન તેઓને દેખે છે. II૮ગા
મદથી મત્ત હાથી સમાન ગતિવાળા તેઓને દેખીને તે બંનેઓ ત્યાંથી પ્રયાણ કર્યે છતે હર્ષથી દેવકી રોહિણી (અને કૃષ્ણ)ને એ પ્રમાણે કહે છે.. જે થયું તે સાંભળો
પોલાસપુરનગરમાં અતિમુક્તક સાધુ અમારે ઘેર આવેલા. તેઓએ મને આદેશ કરેલો કે આ કન્યા પ્રધાન પુરુષની પત્ની અને શ્રીવત્સવક્ષસ્થલવાળા જીવતા આઠ પુત્રોની માતા થશે, અર્ધ ભરતના રાજાની સ્વામીની થઈશ, એમાં કોઈ સંદેહ નથી, એમ કહી તમાલદલ જેવા કાળા ભમ્મર આકાશમાં તે સાધુ ઉડી ગયા. ॥૮॥
પ્રધાન પુરુષની પત્ની થઈ પહેલા મારે છ પુત્રો થયા, તે પુત્રોને ખરેખર દેવતાએ કંસને મુગ્ધ બનાવી અપહરીને સુલસાને આપ્યા, કંસે ખરેખર અન્ય છોકરાઓને માર્યા લાગે છે, આ મારું માનવું - અનુમાન છે. ૮લા