________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સુકુમારિકા કથા
૧૪૭ પડે, કુતરાની જેમ ઉભા રહેવું પડે) દર ક્ષણે “હે દેવ ! તમે જીવો' એમ બોલતા તેની આગળ ઊભા રહેવું, તેમના મુખથી નીકળેલ વચનને આધી રાતે પણ તોડવું નહીં, ધનલેશના લાભના અભિપ્રાયથી પ્રાણ છોડવા પડે તો પણ આપણે આને છોડાય નહીં, એથી કરી મારું મન સેવામાં લાગતું નથી. - તથા ખેતી કરવામાં પણ મારું મન જરીક પણ લાગતું નથી, કારણ કે ખેતી કરનારને શિયાળાના સમયે બરફના સમૂહમાંથી આવેલ પવનથી શરીર ધ્રુજવા લાગતા દાંતવાણાને વગાડતા ઠંડીને સહન કરવી પડે, ઉનાળામાં અંગારા જેવું આચરણ કરતા પ્રચંડ સૂર્યના કિરણોના સમૂહથી મુખ સૂકાવાથી હા ! હા ! એમ કરતા ગર્મી સહન કરવી પડે. વર્ષા કાળે પાણીવાળા વાદળાની ગર્જનાના અવાજથી કર્ણ વિવર-કાનના પર્દા બહેરા થવાથી આ શું શું ? એમ તિતસ ટપટપુ (આવાજ કરતો) તીક્ષ્ણ બાણ સરખા પાણીના ધારાનો પ્રવાહ સહન કરવો પડે, આ (કાર્યો પણ પૂર્વે ઠંડો પવન સહન કરેલ ન હોવાથી દુષ્કર લાગે છે. એથી થોડી મહેનતવાળો વ્યાપાર કરતા કાલ પસાર કરું, એમ વિચારી પોતાના શરીરના અલંકારો-ઘરેણા દ્વારા હાટ અને ભાંડ માલસામાન ગ્રહણ કર્યા, જાતે વાણિયો-વ્યાપારી હોયતેમ વ્યાપાર કરવા લાગ્યો. હાટની બાજુમાં પોતાનું ઘર કર્યું.
ત્યારે કેટલાક દિવસે સુકુમાલિકાએ કહ્યું “હે આર્યપુત્ર ! જેટલામાં તમે આખો દિવસ વ્યાપાર કરતા રહો છો ત્યાં સુધી હું એકલી ઘેર રહી શકતી નથી, તેથી કોઈ પણ બીજો માણસ મને લાવી પો' ત્યારે રાજાએ પણ આ બિચારી સાચું કહે છે. કારણ કે જે આ પહેલા અનેક દાસીઓના
થી પરિવરેલી દિવસને પસાર કરતી હતી તે નિશ્ચયથી એકલી દુઃખી થાય જ ને. એથી કોઈક સહાયક કરું, એમ વિચારતા બજારમાં ગયો. ત્યાં એક લંગડાને જોયો, તેને દેખી રાજાએ વિચાર્યું. હતું ! આ પગવગરનો છે, તેથી આને મદદ કરું, એમ વિચારી તેને કહ્યું હે ભદ્ર ! જો મારી સ્ત્રીના ઘરનો પહેરેદાર રહે તો તને દરરોજ ભોજન આપીશ. તેણે પણ બીજો કોઈ ઉપાય ન હોવાથી તેનું વચન સ્વીકાર્યું. ત્યારે રાજાએ તેને પત્નીનો સહાયક બનાવ્યો.
અને તે અત્યંત સુસ્વરવાળો હોવાથી કિન્નરને પણ ઝાંખો પાડતો તેની પાસે આખો દિવસ કાકલી-સૂક્ષ્મ ગીતધ્વનિ સ્વરવિશેષવાળા ગાન ગાવવામાં મસ્ત બનીને રહે છે, ત્યારે તે સુકુમાલિકા તેના ગીતથી ઘણી જ ખુશ થઈ ગઈ. અને વળી....
જેમ જેમ વિવિધ વર્ણ સંકરથી યુક્ત મધુર સ્વરે તેની પાસે રહી અતિઘોલમાન કંઠે ગાવે છે, તેમ તેમ તે સુકુમાલિકો પણ મૃગ હરિણીની જેમ ઘણી જ પરવશ થાય છે. તેથી વ્યાધ-શિકારીની જેમ તે સ્નેહપાશ દ્વારા તેનાથી બંધાઈ : ૧
ત્યારે એક દિવસે કુલીનતાને છોડી, લોકાચારને વિસરી ધર્મના પક્ષપાતને છોડી પોતાના પતિના સ્નેહને ગણ્યા વિના આપત્તિને જોયા-વિચાર્યા વિના તેણીએ તેને સ્વીકાર્યો. એક બીજા દિવસે તેના મોહથી મુગ્ધ બનેલી તે વિચારે છે....
જ્યાં સુધી આ રાજા જીવે છે ત્યારે સુધી મારે આની સાથે નિઃશંક બની સતત સુરતક્રીડા સુખ ક્યાંથી સંભવી શકે ? ||૧૧||
શંકા સાથે સુખનો અનુભવ થાય ખરો પણ તે મનને સંતોષ ન કરી શકે, તેથી આ રાજાને કોઈ પણ રીતે યમાલય મોકલી દઉં. ૧રો.