________________
મૂળશુદ્ધિ ભાગ-૨ पमाएणं कुदेवा वि, पिसायाभूयकिब्बिसा ।
आभिओगत्तणं पत्ता, मणोसंतावताविया ॥१५१॥ ગાથાર્થ પ્રમાદથી મરીને પિશાચ-ભૂત – કિલ્બિસિક દેવ થાય છે, કિલ્બિષિક એટલે ચંડાલની જેમ અસ્પૃશ્ય-સમુદ્રની સફાઈ વગેરે હલકાકામ કરવાવાળા દેવ, અહીં “કજિયો કરવો ફૂટપાડવી વગેરેની રુચિવાળા' કુલ ગણ સંઘથી બહાર કરાયેલા મરીને આવા દેવમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે, વાદ-વિવાદ ઝઘડવામાં પાવરફૂલ માણસો કુલાદિથી બહાર નીકાળેલાને દેવલોકમાં-દેવસમિતિ પર્ષદામાં પણ સ્થાન નથી. તેઓ નોકર-ચાકરપણું - પરવશતા પામેલા મનદુઃખથી પીડાય છે. “હા ! હા ! પ્રમાદને પરવશ બનેલ પાપી એવા અમે આવાં કામ કર્યા જેથી આવા અમારા હાલહવાલ થયા”. એમ મન ખેદવાળું બને છે. તે ૧૫૧ //
पमाएणं महासूरी, संपुण्णसुयकेवली ।
दुरंता-ऽणंतकालं तु, णंतकाए वि संवसे ॥१५२।। ગાથાર્થ – પ્રમાદથી-અનુષ્ઠાનમાં ઢીલાશ - શિથિલતાથી પ્રસિદ્ધ આચાર્ય, ચૌદ પૂર્વધારી પણ દુ:ખે અંત કરી શકાય એવા અંનતકાળ સુધી અનંતકાયમાં વસે છે. ત્યારે બીજી યોનિની વાત જ શું કરવી ? તથા - આ (ભાનુદત્ત નામના) એક મહાન્ આચાર્ય પ્રમાદથી ચૌદપૂર્વ ભૂલી મિથ્યાત્વ પામેલ અનંતકાયમાં ઉત્પન્ન થયા “આ વાત આગમમાં સંભળાય છે.” || ૧૫ર
पमाएणं भमंताणं, एवं संसारसायरे ।
तिक्खाणं दुक्खदुक्खाणं, वोच्छेओ नत्थि पाणिणं ॥१५३॥ ગાથાર્થ – એ પ્રમાણે પ્રમાદથી ભવસાગરમાં ભમતા રખડતા જીવોને અતિ તીક્ષ્ણ - શસ્ત્રના ધારદાર ભાગની જેમ - અસહ્ય એવા દુઃખોનો અંત થતો નથી. / ૧૫૩ //
ता पमायं पमुत्तूण, कायव्वो होइ सव्वहा ।
उज्जमो चेव धम्मम्मि, सव्वसोक्खाण कारणं ॥१५४॥ ગાથાર્થ – તેથી પ્રમાદને છોડી ધર્મમાં સર્વથા ઉદ્યમ કરવો જોઈએ, જે સર્વસુખોનું કારણભૂત છે. “ઉજ્જમો ચેવ” અહિં એવકાર અવધારણ અર્થમાં છે, તેથી ધર્મમાં જ ઉદ્યમ કરવાનો, અર્થકામમાં નહીં ઈત્યર્થઃ || ૧૫૪ /
सव्वे संसारिणो सत्ता, कम्मुणो वसवत्तिणो ।
कम्मुणो य वसित्तं तु, जीवाणं दुक्खकारणं ॥१५५।। ગાથાર્થ > બધા જ સંસારી જીવો કર્મને વશ થયેલા છે, કર્મ ને વશ હોવું એ જ જીવોને દુઃખનું કારણ બને છે. તે ૧૫૫ //
निम्मूलुम्मूलणत्थं च, तम्हा दुट्ठट्ठकम्मुणो । कायव्वो भद्द ! निच्चं पि, धम्मो सव्वण्णुभासिओ ॥१५६।।