________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુરપંડિતા કથા
૧૦૯ તે સાંભળી રાજા એકાએક પરિવાર સાથે ઊભો થયો. સામે જઈ તે શેઠને ખમાવી મોટા ઠઠારા સાથે (ઘે૨) લાવે છે. દેવ પણ પોતાના ચરિત્રને કહી બધા લોકોના દેખતા જ જિનદાસને વાંદી ફરી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. આ બાજુ ચોરની સાથે હર્ષ પામેલી રાણી માર્ગમાં ચાલી રહી છે. ત્યારે ચોર પુરુષને પોતાનું ભયજનક ચરિત્ર કહે છે. તેના ચરિત્રને સાંભળી ડરેલો ચોર આ પ્રમાણે વિકલ્પ-વિચાર કરતો જાય છે કે “આ પાપી ક્યાંય મને પણ મારશે. તેથી આને છોડી મૂકે. એમ વિચારતો જાય છે. તેટલામાં આગળ પાણીથી પૂર્ણ ભરેલી દુઃખે તરી શકાય એવી મોટી નદી જુએ છે. તેથી ચોરે આને કહ્યું “વસ્ત્ર ઘરેણા વગેરે બધું મને આપી દે, જેથી બધું પેલે પાર મૂકી પછી તને લઈ જાઉં.' |૧૬૧ |
ત્યારે તેણીએ પણ વિચાર્યા વિના ચોરને તે બધું આપી દીધું અને સાવ નિર્વસ્ત્ર બનીને ઊભી રહી. ચોર પણ તે ગ્રહણ કરી નદી ઉતરીને આગળ ચાલ્યો. ત્યારે તે એ પ્રમાણે બોલી – “અરે ! મને મૂકીને ચાલ્યો ગયો ? આ ભંડગ - વસ્ત્રાદિ કેમ કરી જાય છે ? || ૧૬૩ | આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે....
પૂર્ણ ભરેલી નદી કાકયિા છે (કાગડા પણ કાંઠે રહ્યાં છતા આરામથી પાણી પી શકે એવી છલોછલ ભરેલી છે ) આ વચ્ચપાત્રાદિ તારા હાથમાં છે, જેથી લાગે છે કે તું પેલે પાર જવાની ઈચ્છાવાળો છે. ખરેખર તું વસ્ત્રાદિને કરવાની ઈચ્છાવાળો છે. તે ૧૬૪ |
લાંબા કાળના પરિચિતને પણ ખોટું બોલવા દ્વારા તું છોડી મૂકે છે, “અધ્રુવ દ્વારા નિમિત્તે) ધ્રુવને છોડે છે” એવા તારા સ્વભાવને જાણવા છતાં ક્યો માણસ તારો વિશ્વાસ કરે ? | ૧૬૫ /
એ પ્રમાણે બોલતો પેલો જતો રહ્યો, તે પણ શરમાતી ઘાસના ગુચ્છાથી શરીરને ઢાંકી આર્તધ્યાન કરતી બેઠેલી હતી. એટલામાં દેવે તેને જોઈ, ત્યારે કૃપાથી ત્યાં આવીને જેના મોઢામાં માંસ રહેલ છે એવા શિયાળને વિદુર્થો, તથા નદીના તીર ઉપર મગર જેવડી મોટી કાયાવાળું માછલું ઉછળયું, માંસના પિંડને છોડી આ શિયાળ જેટલામાં માછલા તરફ દોડ્યો. તેટલામાં માછલું ઉછળીને નદીના પાણીમાં જલ્દી જતું રહ્યું. માંસ પણ સમળી ઉઠાવી ગઈ. તે દેખીને આ (રાણી) કરુણ ધ્યાન કરતા શિયાળને કહેવા લાગી “સ્વાધીન માંસને છોડી રે મૂઢ ! મૂર્ખ ! માછલાને ઈચ્છે છે, એથી અત્યારે બંને બાજુથી ચૂકેલો હે શિયાલ તું જાતને જ ખા !! | ૧૭૧ છે.
ત્યારે શિયાળ બોલ્યો – “હાથથી ઢાંકેલા ગુહ્યાંગવાળી સપુરુષના કુલઘરને મલિન કરનારી ! પાપી ! રાજા, મહાવત અને ચોરથી ચૂકેલી તું આત્મા પ્રતિ રડ' || ૧૭૨ છે.
તે સાંભળી અવાક્ બનેલી અરે ! ખેદની વાત છે કે આ પશુઓ પણ કેવું બોલે છે ? તે જ ક્ષણે ડરને માર્યો તેના અંગો ધ્રુજવા લાગ્યાં || ૧૭૩ ||
ત્યારે દેવ તેની આગળ મહાવતનું રૂપ કરી અવતર્યો. અને એવું બન્યું તેવું પોતાનું ચરિત્ર વિસ્તાર પૂર્વક કહે છે. તે બોલી ગયા પછી આ હાથ જોડીને તેને કહેવા લાગી “અત્યારે પાપી એવી મારે જે કરવા યોગ્ય છે તે આદેશ કરો”. ૧૭૫ /
ત્યારે દેવ કહે છે “ભદ્ર ! સર્વ પાપનું દલન (નાશ) કરનારી જિનશ્વરે ભાખેલી દીક્ષાને ગ્રહણ કર'. એમ કહેતા આ કહે છે કે “આ કલંકને દૂર કર, જેથી શુદ્ધ ચારિત્રનું પાલન કરું', ત્યારે તે દેવ તેને ઉપાડીને ક્ષણવારમાં વસંતપુરમાં લઈ ગયો. તે ૧૭૭ છે.