________________
૧૩૨
મૂળશુદ્ધિ ભાગ-૨
જલદીથી રાજા પાસે પહોંચ્યા. રાજા પણ શુભ લગ્નયોગે બલી કર્મ કરીને સ્નાન કરી ધોળા વસ્ત્ર અલંકાર પુષ્પની શોભાવાળો અને શ્વેત આતપત્રને = છત્રને ધારણ કરી નગરીથી જલદીથી નીકળ્યો I/૧૨ના
કાલ વિગેરે દરેકકુમાર પાસે મદ ઝરતા ત્રણ-ત્રણ લાખ હાથી અને ઘોડા છે. ૧૨૧ાા
યુદ્ધ કરવામાં હોશિયાર શસ્ત્ર અને કવચથી ભરેલા ધજાવાળા શ્રેષ્ઠ ઘોડાથી જોડાયેલા તેટલા રથો પણ છે. મન અને પવનને પીંખી-જિની નાંખે એવા વેગવાનું, વસ્ત્રથી ઢંકાયેલા, શ્રેષ્ઠ યોદ્ધાઓથી ગ્રહણ કરાયેલા, ખુરિથી પૃથ્વીની માટીને ઉછાળતા તેટલા પ્રમાણ ઘોડાઓ પણ છે. ||૧૨૩ી.
બાંધેલા કવચવાળું, વિવિધ જાતના પ્રહાર કરવાવાળુ એકલું પાયદળ દરેકને ત્રણ ત્રણ કરોડનું હતું. ૧૨૪ll
કાળ વગેરે દશે કુમારનું જેટલું સૈન્ય છે તેટલું જ સૈન્ય એકલા કોશિકરાજાનું હતું. કાલાદિની સાથે કોણિકરાજા સતત જઈ રહ્યો છે. જેમ દશદિગગજેંદ્ર સાથે ગર્જના કરતા વર્ષનાલના વાદળ જાય. આ બધું ચેટકરાજાને ગુપ્તચર પુરુષોએ કહ્યું. તે પણ તે સાંભળી પોતાનું બધું સૈન્ય ભેગુંએકઠું કરે છે. ૧૨૭ |
અઢારે પણ ગણ રાજાઓ જલ્દી આવ્યા. તેઓની પણ સૈન્ય સંખ્યા એક એકની જાણવા જેવી છે. ત્રણ હજાર હાથી, તેટલા જ રથો અને ઘોડાઓ પણ, ત્રણ કરોડ પાયદળ સર્વ સૈન્યસંખ્યા એટલી છે. આ દરેક રાજાની છે. એમની સર્વસંખ્યાથી ત્રણ ગણી ચેટકરાજાની સૈન્યસંખ્યા છે // ૧૩૦ના.
એ પ્રમાણે દરેક રાજાનું સૈન્ય પણ સતત પ્રયાણ દ્વારા જતું દેશના સીમાડે જેટલામાં પહોચ્યું તેટલામાં બન્નેના અગ્ર સૈન્યો મળ્યા. યુદ્ધ નિશાનો વાગ્યાં.
અને વળી અતિભીષણ યમલસંખો નર-માદા જોડિયા-શંખયુગલ વાગ્યા. ભાણક સમઢફકાસણ વાગ્યા. અતિતારસ્વરવાળા કાહલ વાગ્યા, ગંભીર સ્વરવાળો ભેરીસમૂહ વાગ્યો. /૧૩૧
મર્દલની સાથે ભુજંગ અને પડહ વાગ્યા, મોટા નાદથી પરબળ ધ્રુજવા લાગ્યું, નિર્દય રીતે ઝાલર અને કરડ વાગ્યા, સુંદર શ્રેષ્ઠ શબ્દ અવાજ વાળી કંસાલતાલ વાગી, ૧૩રા
ભયંકર રીતે ડમરુક વાગ્યા, કાયરને ફાડી નાખે તે રીતે પડહ વાગ્યા, એમ ગંભીર શબ્દવાળો ખર કર્કશ અવાજ કરનારા વાજિંત્રનો મોટો સમૂહ વાગ્યો, જાણે આકાશ આંગણું ફૂટવા લાગ્યું. /૧૩૩ |
યુદ્ધના મહાગંભીર વાજિંત્રોના નિર્દોષને સાંભળી જયલક્ષ્મીના લાલચુ બને સૈન્ય જોરથી ભીડાયા ||૧૩૪ો.
ઘોડા ઘોડાઓની સાથે, રથો રથિકોની સાથે, હાથીઓ પણ ગજેંદ્રોની સાથે, સુભટો અભિમાનથી ઉદ્ધત-ઉચ્છંખલ ભટોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. {/૧૩પ
આવા પ્રકારનું મોટુ યુદ્ધ થયુ -
અને વળી - છત્રચિહ્નો પડી રહ્યા છે, છેદાયેલા ગાત્રો લટુકી રહ્યાં છે, લોહિનો ઝરો વહેવા લાગ્યો, ઘણા જંગલી પશુઓ ભમી રહ્યા છે. ૧૩૬ /
મત્ત હાથીઓ પડી રહ્યા છે, બાણના પંજરો નિર્માણ થઈ રહ્યા છે, રથસમૂહ ભંગાઈ રહ્યો