________________
મૂળશુદ્ધિ ભાગ-૨
સંયોજના કરાયેલ દ્રવ્યના લાડુ દ્વારા વિધિપૂર્વક લાભ લીધો. તેનું પારણુ કરતા જ તેને અતિસાર થયો, તેથી આ (સાધુ) અતિકષ્ટદાયક મહાભંયકર ગ્લાનતા (ગ્લાન થઈ ગયો) ને પામ્યો. ઘણુ શું કહેવું, અંગો પણ ઊંચાંનીચાં કરવા સમર્થ નથી. ।।૨૧૭।
તે જોઈ પેલી વેશ્યા આત્માને ઘણા પ્રકારે નિંદે છે, ‘હા ! મારા નિમિત્તે તમને અતિસાર થયો ॥૨૧૮ ॥
=
તેથી આવી અવસ્થામાં તમને છોડી મારા પગ (આગળ) ક્યાંથી ચાલે ?' એમ બોલી આ ત્યાંજ રહી. ત્યારે ઔષધ આપવા નિમિત્તે અને ઉર્તના- ઉંચા નીચાકરવા વગેરેના નિમિત્તે પાસે જાય છે ત્યારે તે તે રીતે ઉર્તના વગેરે કરે છે કે જે રીતે કરતા પોતાના અંગોનો સ્પર્શ થાય છે. કાળ જતા તેને સારો કરી લીધો. તેણીએ અસાધારણ ભક્તિ દ્વારા આના ચિત્તને ખુશ કરી લીધું, તેના સ્પર્શ કટાક્ષ વિશેષ અને કથનો દ્વારા ચિત્ત ચલાયમાન થયું, દયિતાશબ્દ બાંધ્યો. અને વળી....
૧૩૮
દર્શન થતા પ્રેમ થાય છે, પ્રેમથી રતિ, રતિથી વિશ્રંભ, વિદ્રંભથી પ્રણય એમ પાંચ પ્રકારે મદન-કામ રહેલો છે- વૃદ્ધિ પામે છે. ૨૧૯।
=
ત્યારે તે વેશ્યા તેને કોણિક પાસે લઈ ગઈ અને કહ્યું કે રાજન્ ! આ કુલવાલક મારા વડે પોતાનો પતિ કરીને અહીં લવાયો છે તેથી અત્યારે જે આને કરવાનું હોય તે ફરમાવો. કોણિકે કહ્યું તેમ કરો કે વૈશાલી જલ્દી ભંગાય. તે પણ ‘જેવો આદેશ' એમ કહીં સાધુલિંગના રૂપે સાધુવેશે નગરમાં પેઠો. નગરની વસ્તુ જોવા લાગ્યો જેટલામાં મુનિસુવ્રતસ્વામિનું સ્તૂપ જોયું તેને જોઈ આણે વિચાર્યું દંત ! આવા પ્રકારના લગ્નમાં આ પ્રતિષ્ઠિત થયેલું છે કે જેવા પ્રકારનું આ વિદ્યમાન હોવાથી આ નગરીને ઇંદ્રપણ ભાંગી ન શકે. તેથી કોઈ પણ ઉપાયથી આને દૂર કરાવું” એમ વિચારતો નગરીમાં ભમે છે, તેને દેખીને લોકો પૂછે કે ‘હે ભગવન । તમે જાણો છો કે અમારો ઘેરો ક્યારે ઉઠશે ?, તેણે કહ્યું ‘બરાબર જાણું છું, જયાં સુધી આ સ્તૂપ છે ત્યાં સુધી ઘેરો દૂર નહીં થાય. આને દૂર કરતા અવશ્ય ઘેરો દૂર થશે. આના માટે આ ખાતરી છે કે આને દૂર કરવાની શરૂઆત કરતા જ પરચક્ર સૈન્ય થોડું ખસી જશે'.
પીડાયેલ લોકો પણ જેટલામાં ઉખેડવા લાગ્યા તેટલામાં આણે કોણિકને બે ગાઉ દૂર સરકાવી દીધો, ત્યારે-તેથી ખાત્રી થવાથી લોકોએ તેની વસ્તુઓને મૂલમાંથી ઉખેડી નાંખી, કોણિકે પણ આવીને નગરી ભાંગી.
અને ચેડારાણાને કહેવડાવ્યું કે ‘હે નાનાજી, અત્યારે કહો તમારું પ્રિય શું કરું ? ચેટકે કહ્યું મુહૂર્તમાત્ર વિલંબ કરી નગરીમાં પેસવું'.
ચેટક પણ અનશન સ્વીકારી લોઢાની પુતળી ગળે બાંધી અગાધ પાણીમાં પેઠો. ત્યારે સાધર્મિક જાણી ધરણંદ્ર પોતાના ભવનમાં લઈ ગયો.
અને ત્યાં સર્વ પાપકર્મની આલોચના અને પ્રતિક્રમણ કરી પંચ નમસ્કારમાં તત્પર બની સમાધિથી કાલ કરી દેવલોકમાં દેવ થયો. નગરજનોને સત્યકી ઉપાડીને નેપાલ વર્તિનીમાં-માર્ગમાં લઈ ગયો. કોણિકે પણ ગધેડે જોતરેલ હલ દ્વારા નગરી ખેડાવી અને વળી
બાર વરસ સુધી તેઓનું ભયંકર કોટીનું યુદ્ધ ચાલ્યું. જેને બૃહસ્પતિ લાંબા કાળે પણ વર્ણવવા