________________
મૂળશુદ્ધિ ભાગ-૨
આ બાજુ એ પ્રમાણે વધતા જતા ચારિત્ર પરિણામવાળા બન્ને કુમારને ભાવસાધુ (માની) એથી કરી શાસનદેવી ઉપાડીને સો યોજનથી કંઈક આગળ વિચરતા ત્રૌલોક્ય દિવાકર વીરસ્વામીની પાસે લઈ ગઈ. ૧૯૧||
૧૩૬
નરકની આગના હેતુભૂત રાજ્યને છોડી મોક્ષ ઝાડના બીજસ્વરૂપ અસામાન્ય શ્રામણ્ય-દીક્ષાને જિનેશ્વર પાસે સ્વીકારે છે. ૧૯૨
છતાં પણ જ્યારે વૈશાલીને તાબે કરી શકતો નથી ત્યારે રાજાએ અમર્ષના વશથી આ પ્રતિજ્ઞા લીધી કે જો ગધેડે જોતરેલ હલ દ્વારા આ નગરીને ખેડુ નહીં તો પહાડથી આત્માને પડતો મૂકીશ અથવા આગમાં પ્રવેશીશ. ૧૯૪
નગરી નહીં ભંગાવાથી ખેદ પામેલા કોણિકરાજાને કૂલવાલકથી રીસાયેલી દેવી ગગનતલમાં બોલે છે ‘જો ફૂલવાલક સાધુ માગધિક વેશ્યાને ભોગવે, તો લોકો પાસેથી અશોકચંદ્ર વૈશાલી નગરીને ગ્રહણ કરી શકશે.' ।।૧૯૬।।
આ સાંભળીને કોણિકે કહ્યું -
બાળકો જે બોલે છે, સ્ત્રીઓ જે બોલે છે, અને જાતે જે ઉત્પન્ન થયેલી ભાષા હોય છે તે અન્યથા થતી નથી. ।। ૧૯૭ ||
તેથી તે કૂલવાલક ક્યાં છે, તે માગધિકા વેશ્યા ક્યાં છે ? ત્યારે મંત્રીઓએ કહ્યું - માગધિકા તો તમારા જ નગરીની પ્રધાન વેશ્યા છે. પરંતુ કુલવાલકને જાણતા નથી.ત્યારે નગરી રોકવામાં શેષબળને જોડીને સ્વયં ચંપામાં ગયો. માગધિકાને બોલાવીને કહ્યું ભદ્રે ! જે રીતે કુલવાલક સાધુ તારો પતિ થાય, તેમ કર ત્યારે આ બોલી - ‘પોતાના રૂપ, બુદ્ધિ યૌવનથી પુલકિત તથા હર્ષ વિલાસ ભરેલી ઉક્તિઓ દ્વારા ઇંદ્રને પણ હે રાજા ! વશમાં લાવી દઉં તો શેષ પુરુષો માટે શંકા જ શું કરવાની ?' ।।૧૯૮ ॥ તેથી માયાથી કપટ શ્રાવિકા થઈ. તેથી પરમ શ્રાવિકાની જેમ જિનાલયોમાં પૂજા કરે છે, સ્નાન બલિ, યાત્રા મહોત્સવ કરાવે છે, દીન અનાથાદિને દાન કરે છે, સાધુ સાધ્વીને વહોરાવે છે. શ્રી શ્રમણ સંઘનું ગૌરવ બહુમાન કરે છે, સાધર્મિક ભક્તિ કરે છે, તેથી જોરદાર પ્રસિદ્ધિને પામી, તેણે સૂરિને પૂછ્યું કે ‘હે ભગવન ! આ ફૂલવાલક કોણ છે ?' અભિપ્રાયને નહીં જાણતા સૂરી કહેવા લાગ્યા ‘હે શ્રાવિકા ! પંચવિધઆચારોમાં શુદ્ધ, શાસનના આધારભૂત એક આચાર્ય છે, તેનો એક શિષ્ય છે, અસમાચારિમાં પ્રવૃત્ત થયેલ તેને આચાર્ય સારણાવારણાદિથી પ્રેરણા કરતા તે ક્રોધે ભરાયે છે, છતાં પણ આચાર્ય અટકતા નથી. (પ્રેરણા કરતા રહે છે) કારણ કે આગમમાં કહ્યું છે બીજો ગુસ્સે થાય અથવા ન થાય, ઝેર રૂપે પરિણમે, તો પણ સ્વપરને ગુણકારી હિત ભાષા બોલવી જોઇએ. ।।૩૭ણા એ પ્રમાણે હોવાથી ફરીથી પણ સામપૂર્વક કહ્યું, સારી રીતે ચાલતો નથી. અને વળી
-
ગુરુ મધુર કહે તો કહે છે ફરુસ કર્કશ બોલે છે, તું સાંભળ તો પેલો કહે હું સાંભળતો નથી. બેસવાનું કહીએ તો ચાલવા માડે છે. આચારને કર તો કહે નહીં કરું ।।૧૯૯) અતિશય સુંદર કહેણ પણ પાપકર્મીના હૃદયમાં સ્થિર રહેતા નથી, અથવા ઝેરના ઘુંટડામાં
-