________________
મૂળશુદ્ધિ ભાગ-૨
પદ્માવતી કથા
૧૩૧
જે - આગળો લગાડતો નથી) અવંગુયદુવાર = દીન અનાથ આદિના પ્રવેશ માટે સદા દ્વાર ખુલ્લા રાખનાર, અને પરતીર્થિકો પ્રવેશ કરે તો પણ મારા પરિવારને કોઈ ક્ષોભાવી શકે એમ નથી, એવા આશયથી અથવા જિનધર્મની પ્રાપ્તિથી દ્વાર ઉઘાડા રાખી હું રહું છું, એવા અભિપ્રાયથી આ પદ વપરાયેલ છે. વિયત્ત પ્રીતિથી અંતરપુરમાં પ્રવેશ કરનાર, ઉદ્દિઢ આ દેશ્યશબ્દ છે તેનો અર્થ તિથિ વિશેષ કે અમાવસ થાય છે. (ઔપ.) અમાવાસ્ય પૂર્ણમાસિણી-પુનમ આવા પ્રકારનો તે ચેટક રાજા છે. તેણે ભગવાન પાસે એક દિવસમાં એક બાણને છોડી બીજુ બાણ છોડું નહીં' એવો અભિગ્રહ લીધો. તેની ચેલ્લણા દીકરી છે, એથી કરી ચેટક હલ્લવિહલ્લના નાનાજી થાય. (અને વીરપ્રભુના મામા થાય) જે પ્રમાણે ચેલ્લણાના લગ્ન થયા તે સુલસાના કથાનકમાં પહેલા જણાવી દીધું છે. તેથી તે હલ્લવિહલ્લ રાત્રે રત્નો અને રાણીઓને લઈને ચેટકરાજા પાસે જતા રહ્યા.
=
સવારે કોણિકે જાણ્યું, તેથી વિચાર્યુ - “મારે તો ધન મિત્ર બન્નેનો નાશ થયો-કારણકે કુમારો પણ નથી અને પત્ની પણ'; એમ વિચારી ચેટકને દૂત મોકલે છે. અનુક્રમે ત્યાં દૂત પહોંચ્યો. પ્રતિહાર દ્વારા અનુજ્ઞા પામેલો અંદર પેઠો. યથાયોગ્ય કરવા યોગ્ય વિનંતિ કરી અને વળી... હે દેવ સ્નેહ કોપથી કુપિત થેયલ કોણિક રાજા વિનવે છે કે ‘હાથી વગેરે રત્નો સાથે કુમારોને મોકલો’. ૧૧૩
ત્યારે ચેટકે કહ્યું -
જેઓ રોષે ભરાઈને આવેલા છે તેઓ જાતે જ જાય તો સારું, પણ રે દૂત હું કુમારોને બલાત્કારે જાતે ન મોકલું’. ।।૧૧૩॥
ત્યારે ફરીથી દૂતે કહ્યું -
‘શરણાગતવત્સલ ! જો કુમારોને તું ન મોકલે તો જલ્દી રત્નોને મોકલ'. એમ દૂતે રાજાને કહ્યું. ૧૧૪॥
તેણે પણ દૂતને કહ્યું. જો કુમારો સ્વયં હાથીને આપે તો ગ્રહણ કરીને જા, કુમારો પણ મારે રાજા સારિખા છે'. ।।૧૧૫।।
દૂતે પણ જઇને વધારે પડતું મીઠુંમરૢ ભભરાવીને કોણિક રાજાને કહ્યું કે અજ્જગ-નાનાજી રત્ન આપતો નથી. તે સાંભળીને કોપના વશથી ભવાં ચઢાવી રાજા બોલ્યો ‘અરે ! જલ્દીથી જઈને અજ્જગ-નાનાને કહો' જો રત્નો નહી આપો તો યુદ્ધ માટે તૈયાર થાઓ'. તેમ કહ્યું ત્યારે ચેટકે કહ્યું જે ગમે તે કરો, બલાત્કારે-બલજબરીથી કુમાર કે રત્નો હું આપીશ નહીં, કારણ કે....
શરણે આવેલાને છોડી દેવાથી પુરુષો શાશ્વત અપજશને ગ્રહણ કરે છે. અને પોતાની શક્તિથી તેઓનું રક્ષણ કરતા નિરુપમ કીર્તિ મેળવે છે'. ૧૧૬॥
ત્યારે દૂતે જઇને બધું જ કોણિક રાજાને નિવેદન કર્યું તેના વચન સાંભળ્યા પછી તરત જ કોણિકે પ્રયાણ ભેરી વગડાવી.
અને વળી...આકાશ માર્ગને જાણે ફોડીનાંખે અને સમસ્ત ધરણીતલને દલી નાખે તેવો કોણિક રાજાની પ્રયાણ ભેરીનો અવાજ ઉછળ્યો. ।।૧૧૭ના
તેના આવાજને સાંભળીને એકાએક આખી નગરી ક્ષોભ પામી ગઈ. બધા જ નગરજનો ત્યાં યુદ્ધ નિમિત્તે તૈયાર થવા લાગ્યા, કાલ વિગેરે કુમારો ચાર પ્રકારના પોતાના સૈન્યથી પરિવરેલા