________________
મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા
૧૨૯ છે અને વળી...
“હે મહાયશ ! અજ્ઞાનના કારણે જે મેં તમારો અપકાર કર્યો તેને માફ કરો. ખરેખર લોકમાં પિતા પ્રણામ કરનાર ઉપર વાત્સલ્યવાળા જ હોય છે. ૧૦૪ ||
સામે જવાબ આપવા દ્વારા પ્રત્યુત્તર આપી છે તાત ! મારા આ દુઃખને દૂર કરો. તમારા સિવાય બીજો કોઈ આ શોકનો નાશ ન કરી શકે. ૧૦પા.
પુણ્યશાળી છોકરાઓ બાપને સર્વ સુખ આપે છે, જયારે વિશુદ્ધભાવવાળા તાત મારાથી મરણ પામ્યા'. ||૧૦૬ ||
એ પ્રમાણે ઘણા પ્રકારે વિષાદ કરતો તે પોતાના રાજયને છોડી, બધું કામકાજ છોડી શોક અગ્નિથી તપેલો રહે છે. ૧૦૭
અહો ! મોહ પામેલા આનાથી રાજ્ય નાશ પામી જશે. તેથી અહીં શું કરવું ? એમ વિચાર કરતા મંત્રીએ રાજાને કહ્યું “હે દેવ ! પરલોક સિધાયેલ પિતાનો શોક કરવાથી સર્યું. પિંડજલાદિદાન કરો, જેથી તે ત્યાં પ્રાપ્ત કરશે. ત્યારે “તહત્તિ” કહી સ્વીકાર કરીને બધું જ આ પિંડદાનાદિ કરવા લાગ્યા. તે કોણિક રાજાને ત્યાં રાજગૃહ નગરમાં પિતાશ્રીના ક્રીડા વગેરેના સ્થાનોને દેખતા દરરોજ શોક ઉપજે છે. તેથી તેણે મહંત-સામંત રાજાઓને-મંત્રીઓને કહ્યું કે નવું નગર વસાવો. તેઓએ પણ “તહત્તિ કહી સ્વીકાર કરી વાસ્તુવિદ્યાના જાણકારોને નગર યોગ્ય સ્થાન ગોતવા નિમિત્તે મોકલ્યા. તેઓએ પણ એકઠેકાણે અતિશય ઊંચા અને વિસ્તારવાળા પુષ્પાદિ શોભાસમુદાયથી યુક્ત અને પંખી સમૂહથી સેવાતા ચંપકના ઝાડને જોયું. તે દેખી એઓએ વિચાર્યું “અહો ! જો આ સ્થાને નગર કરવામાં-રચવામાં આવે તો આવા પ્રકારની શોભાથી વ્યાપ્ત અને ઘણા માણસોનું આધાર થશે'. એ પ્રમાણે વિચારીને ત્યાં ચંપા નામની મોટી નગરી વસાવી. સૈન્ય અને વહાણ સાથે કોણિક રાજા ત્યાં ગયો. સ્વેચ્છાએ મહારાજય લક્ષ્મીને ભોગવે છે.
એક દિવસ તે હલ્લવિહલ કુમારો સેચનક મહાગંધહસ્તિની હોદે ચઢેલા હારાદિ રત્નોથી શોભિત દેવકુમારની જેમ ક્રીડા કરે છે. અને વળી.....
સેચનકગંધહસ્તિ ઉપર આરુઢ થયેલા, હારથી શોભતા વક્ષસ્થલવાળા, શ્રેષ્ઠ કુંડલથી ભૂષિત ક્નોલવાળા તેઓ શ્રેષ્ઠ દેવ જેવા દેખાય છે. તે ૧૦૮
શ્રેષ્ઠ દેવદૂષ્ય વસ્ત્રથી ઢંકાયેલ શરીરવાળા પરિતુષ્ટ તેઓ નિત નિત લીલા કરતા ફરે છે. તેઓની લક્ષ્મી જોઇને પદ્માવતી રાણી વિચાર કરે છે ૧૦લા વાસ્તવમાં હલ્લવિહલ્લને રાજય છે, અમારે તો ખાલી નામનું રાજ્ય છે. જેઓ વિવિધ ક્રીડાથી દોગંદુક-સમૃદ્ધિશાળી – વૈભવી વિલાસી દેવોની જેમ ક્રીડા કરે છે. ૧૧૦ના એ પ્રમાણે વિચારીને કોણિકરાજાને કહ્યું કે હે નાથ નામ માત્રનું આપણે રાજય છે. પરમાર્થથી તો કુમારોને, તેથી એઓ પાસેથી રત્ન માંગો.' ત્યારે રાજાએ કહ્યું “હે દેવિ ! પિતાએ અને માતાએ આપેલા રત્નો કેવી રીતે માંગુ? આ તો મોટો અપજશ કહેવાય, તેથી આ હું ન કરું. એમ કહેતા રાણી મૌન લઈને બેસી ગઈ.
ત્યારે ફરી એકવાર તે બાબતમાં કહેતા નિષેધ કર્યો. ત્રીજી વાર પદ્માવતીએ કહ્યું કે “નાથ ! જો મારા જીવનનું પ્રયોજન હોય તો તમારે આ અવશ્ય કરવું પડશે. ત્યારે નિત નિત કહેવાથી અને તેના મોહથી મોહિત થવાથી તે કોણિકે તેનો સ્વીકાર કર્યો. જેથી કહ્યું છે -