________________
૧૨૬
મૂળશુદ્ધિ ભાગ-૨
તે ડોસાને પ્રતોલીના દ્વાર ઉપર સ્થાપીને દ્વારપાલ કહે છે તું ઈચ્છા મુજબ દ્વારદેવીના નૈવઘને ખા. || ૬૧ ॥
પરંતુ આ દ્વાર દેશને મૂકી બીજે ક્યાંય જવું નહીં, એ પ્રમાણે સૂચના કરીને આ દ્વારપાલ જિનેશ્વરને વાંદવા જાય છે. ॥ ૬૨ ||
ઘણું ખાવાથી તે તરસથી જ ઘણો જ પીડાયો, પરંતુ દ્વારપાલના ડરનો માર્યો પાણી પીવા જતો નથી. ॥ ૬૩ ॥ ‘પાણી પાણી’ એમ ધ્યાન કરતો મરીને એક વાવડીમાં દેડકીના ગર્ભમાં દેડકો થયો. ॥ ૬૪ ||
ગર્ભથી નીકળી જેટલામાં જન્મ્યો અને યૌવન પામ્યો. તેટલામાં ફરી ત્રિલોક બંધુ વી૨ જિનેશ્વર પધાર્યા. ॥ ૬૫ ॥ તેથી એના વંદન માટે જઈ રહેલા રાજાના ઉલ્લાપ સાંભળી, તે દેડકો વિચારવા લાગ્યો ‘આ શબ્દ ખરેખર પહેલા સાંભળેલો છે'. ॥ ૬૬ |
ઈહા અપોહ કરતા આને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. કૂદતો કૂદતો જિનેશ્વરને વાંદવા ચાલ્યો. ॥ ૬૭ ||
જેટલામાં રાજમાર્ગ ઉપર પહોંચ્યો તેટલામાં શ્રેણિક રાજાના સૈન્યના ઘોડા વડે આક્રાંત ચગદાયો, - વીર જિનેશ્વરને યાદ કરતો મરણ પામ્યો. ॥ ૬૮ ॥
દર્દુરાંક નામના શ્રેષ્ઠ વિમાનમાં દેવ થયો, પૂર્વભવને દેખી જલ્દીથી જિનેશ્વરની પાસે આવે છે. || ૬૯ ||
ઇંદ્રવડે શ્રેણિક રાજાનું વર્ણન-વખાણ કરાઈ રહ્યા છે તે તેણે સાંભળ્યું કે આ સમકિતમાં શૈલરાજ -મેરુની જેમ દૃઢચિત્તવાળો છે. ।। ૭૦ ॥
તેથી તેની પરિક્ષા માટે દેવે કોઢિયાનું રૂપ વિકર્યું. પોતાની રસીથી સતત સ્વામીના ચરણને લિંપે છે || ૭૧ ||
તે દેખી રાજા ક્રોધથી ફફડતા હોઠ યુગલવાળો થયો અને વિચારવા લાગ્યો કે જુઓ તો ખરા પાપી કેવી રીતે ત્રિલોક ગુરુનો પરાભવ કરે છે ? ।। ૭૨ ॥
તેથી ગુરુનો પરાભવ કરનાર આ મહાપાપીને નિહણુ-જલ્દી મારી નાંખુ અથવા પરમેશ્વરના ચરણ કમળ પાસે આ યુક્ત નથી. ॥ ૭૩ ॥
કારણ કે ભગવાનની આગળ બધા જ વેરો શાંત થઈ જાય છે. તેથી આને નીકળવા દો, પછી યોગ્ય કરીશ. || ૭૪ ||
એ વખતે ભગવાને છીંક ખાધી ત્યારે તે દેવ કહે છે તમે જલ્દી મરો, એથી રાજા વધારે ગુસ્સે ભરાણો, “અહો ! પાપીની અવજ્ઞા(તો જુઓ)” ।। ૧૫ ।।
કારણ કે સામાન્ય માણસ પણ છીકે ત્યારે કહીએ કે ‘તું જીવ’, જ્યારે આ તો ભગવાન છે છતાં પણ આ કેવી રીતે નિષ્ઠુર વચન બોલે છે ? ।। ૭૬ ॥ .
એમ વિચારણા કરતા શ્રેણિક રાજાએ છીંક ખાધી, ત્યારે કોઢીયાએ કહ્યું કે હે નરનાથ ! તું લાંબા કાળ સુધી જીવ | ૭૭ ||
ફરી રાજા વિચારે છે હું !! મારા ભયથી ‘જીવ' એમ બોલે છે, અભયકુમારે છીંક ખાધી ત્યારે કહે છે ‘મર કે જીવ' || ૭૮ ॥