________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૧૨૫ આવતી વહુઓ (કુટુંબમાં) ખાધા પછી વધેલા ભોજનને ભક્તાદિને અવજ્ઞાથી દૂરથી આપે છે. ૪૧ |
ઘણું શું કહેવાનું, આખુંયે કુટુંબ તે બ્રાહ્મણને દેખી સૂગથી-ચીતરી ચડવાથી ધૂકે છે. તે દેખી આ વિચારે છે કે” જુઓ સાલા પાપીઓ મારી કૃપાથી વૈભવ પામ્યા છતાં મારો જ કેવી રીતે પરાભવ કરે છે ? || ૪૩ છે.
તેથી ઉન્મત્ત એઓના માંથે દુર્વિલાસનું ફળ પાડું,” (એથી) પુત્રોને બોલાવીને કહે છે – હે પુત્રો હું દુઃખ પ્રચુર જીવનથી કંટાળી ગયો છું, તેથી વેદની વિધિપ્રમાણે તીર્થમાં પોતાના જીવનો ત્યાગ કરું” | ૪૫ ||
તેથી એક પશુ - જાનવર લાવો,જેથી મંત્ર વિધાન દ્વારા પોષીને તમને આપી પછી તીર્થે જાઊં ૪૬ll
ત્યારે હરખાયેલા તેઓએ બલવાન સારા પ્રમાણવાળો એક બોકડો લાવીને તેના ખાટલાની પાસે બાંધી દીધો. | ૪૭ |
તે ડોસો પોતાના શરીરને ઉખેડી - કોતરી કોતરીને તે બોકડાને બધું ખવડાવે છે, થોડા જ દિવસોમાં તે બોકડો મહા કોઢીઓ થઈ ગયો. તે ૪૮ |
તેને અભિમંત્રિત કરી પુત્રોને આપે છે, અને ભલામણ કરી કે “હે પુત્રો આ વેદ વિહિત કરેલ છે એથી કરી પત્ની પુત્રોની સાથે આનું ભક્ષણ કરો' | ૪૯ ||
તે પુત્રોએ પણ તે પ્રમાણે બધું કર્યું, કાળ જતા તેઓ પણ રોગી થઈ ગયા. બીજું-ડોસો પણ (ઘરથી) નીકળી ઉઢંકગિરિના શિખર ઉપર જાય છે. ૫૦ છે અને ત્યાં ઘણા પ્રકારના શ્રેષ્ઠ ઝાડોના કષાયરસથી=તૂરારસથી પ્રચૂર - પહાડના કુહરમાં ગળા સુધી પાણી પીધું તેથી આને જલ્દી રેચ થયો. કેટલાક દિવસે તે સાજો થઈ, નવા યૌવનવાળો (નવો જન્મ્યો હોય તેવો) થયો. તે ૫૧ ||.
તે વિચારે છે કે ઘેર જઈને જોયું કે તેઓનું શું થયું ? | પર ||
હવે ઘેર આવ્યો ત્યારે બધા નગરજનો પૂછવા લાગ્યા કે “ભદ્ર ! કહો તો ખરા, આવું શરીર કેવી રીતે થયું ? || ૫૩ ||
તે પણ માયાવી કહે છે કે તુષ્ટ થયેલ દેવે આ કર્યું છે, એમ બોલતો પોતાના ઘેર ગયો. | ૫૪ ||.
જયારે ઝરતા કોઢથી સડેલા અંગવાળા તેઓને જુએ છે, ત્યારે કહે છે કે “મારા દુર્વિનયના વિલાસનું આ ફળ ભોગવાય છે.' | પપ .
તેઓએ ત્યારે સામે કહ્યું ફરી પૂછ્યું શું ‘તમે આવું કર્મ કર્યું છે ?' તે ડોસો કહે છે “હા આ એમ છે, બીજાની આવી શક્તિ ક્યાંથી હોય ?' તે સાંભળી નગરલોકોએ કહ્યું રેપાપી ! “બાપ બનીને આવું અત્યંત નિર્દય અકાર્ય કર્યું ?' તે ડોસો કહે છે “હું બાપ હોવા છતાં એઓને તે યોગ્ય હતું જે એઓએ કર્યું હતું ?' છતાં પણ લોકો - ડોસાની નિંદા કરે છે. | ૫૮ || .
નિંદાના ભયથી તે પણ જઈને રાજગૃહ નગરના દ્વારપાલ પાસે જઈને ઊભો રહે છે, ત્યારે ભવ-સંસારનો નાશ કરનારા ભગવાન વીર જીનેશ્વર ત્યાં સમોસર્યા, લોક વદન માટે નીકળે છે.