________________
પદ્માવતી કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
તે બોલ્યો હે ભદ્રે ! હું કશું વિજ્ઞાનકળા જાણતો નથી. તેણે કહ્યું ‘ફળ હાથમાં લઈ રાજા પાસે જઈને નરપતિને વિનંતી કર'-ગુણ ગાવો દ૨૨ોજ તેણીના ઉપદેશને તે જ પ્રમાણે કરે છે.
હવે ઉજજૈની નગરીથી રાજા ચંડપ્રદ્યોત આવી પહોંચ્યો ॥ ૨૩ ॥
૧૨૪
અને શતાનિક રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે શતાનીક તેના (યુદ્ધના) ભયથી કાલિન્દી નદી ઉતરી પેલા કાંઠે રહેવા લાગ્યો-સ્થિત રહ્યો. કાલિન્દી નદી ઉતરવા અસમર્થ તે બીજો-પ્રદ્યોત રાજા દક્ષિણ બાજુ જ રહ્યો.જ્યારે શતાનિક ધાડપાડીને બાણની વર્ષાથી તેને પીડવા લાગ્યો-હેરાન થયેલો પ્રદ્યોત પોતાના નગર તરફ પાછો વળ્યો. ફળ-ફૂલ લેવા ગયેલા સેડુક ભટ્ટે તેને જોયો.
|| ૨૬ ॥
આવીને તે સેડુક શતાનિકને વધામણી દેવા લાગ્યો કે ‘હે રાજન્ ! પ્રદ્યોત રાજાનું સૈન્ય પોતાના ઘર તરફ જઈ રહ્યું છે.' ॥ ૨૭ ॥
તે પ્રિયવચનથી ખુશ થયેલ રાજા બ્રાહ્મણને કહે છે ‘તને જે ગમે તે માંગ,' તે કહે છે હે ‘દેવ ! પોતાની પત્નીને પૂછીને માંગીશ'. રાજાએ કહ્યું એ પ્રમાણે થાઓ. તે પોતાના ઘેર જઈ બધી જ હકીકત પત્નીને કહે છે. ॥ ૨૯ ||
‘હે ભિટ્ટણી । મારા ઉપર ખુશ થયેલો રાજા કહે છે કે જે ગમે તે માંગ, તે બોલે છે હે ભદ્ર ! તમે રાજા પાસે માંગણી કરો કે “અગ્રાસને દ૨૨ોજ ભોજન તથા એકદીનાર દક્ષિણા, વળી એક ક્ષણાંતર થોડાક સમયનું અમલદારપદ માંગો' એમ કહેવાયેલો-શિખવાડેલ બ્રાહ્મણ રાજા પાસે જાય છે. ।। ૩૧ ||
અને જેમ શીખવ્યું તેમ માંગે છે, રાજા પણ “વિચારમુગ્ધ છે” એમ માની તે સર્વનો સ્વીકાર કરી દિવસે દિવસે નિયમિત રીતે તેમ કરે છે. II ૩૨ ॥
કોટવાળ-અમલદાર તરીકે રહેલ તેને દેખીને લોકો એ પ્રમાણે વિચારે છે કે આ રાજાનો માનીતો છે, જેથી અમે પણ આનાથી ડરીએ છીએ, આ અમારા કાર્યોને રાજાને જણાવશે તથા આપત્તિથી પણ આના દ્વારા અમારું રક્ષણ થશે. એમ વિચારી તેને લોકો કહેવા લાગ્યા-સિફારસ કરવા લાગ્યા. || ૩૪ ||
તેથી દક્ષિણાના લોભે પૂર્વે ખાધેલું વમીનેં બીજા ઘેર જાય છે. તેથી પુત્તભંડદ્વારા-પુત્ર-ધનધાન્ય પાત્રવડે ઋદ્ધિથી વિસ્તાર પામ્યો. ॥ ૩૫ ||
વમનની કુશુદ્ધિથી અતિ દારુણ કોઢ રોગ થયો,તેવો દેખીને મંત્રીઓએ રાજાને એ પ્રમાણે વિનંતી કરી કે ‘આ ભયંકર ગાઢ જોરદાર ચેપી રોગ (વાળો) છે. તેથી હે દેવ ! આના અગ્રાસન ઉપર ભોજન એના પુત્રો કરે'. રાજાએ તે માન્ય રાખ્યું. ॥ ૩૭ ||
ત્યારે મંત્રીઓએ તેને કહ્યું ‘હે ભદ્ર ! તું અત્યારે જો તારા પોતાના પુત્રો રાજાને દેખાડે તો તે જ પ્રમાણે તેઓને અનુવર્તન ઘેર ઘેર ભોજન કરવા મળશે. ॥ ૩૮ ||
તે બ્રાહ્મણે પણ તેનો સ્વીકાર કરી રાજાને પોતાના પુત્રો દેખાડ્યા. અને કહ્યું કે ‘દેવ ! એઓને મારી ભક્તિમાં જોડવા'. ।। ૩૯ ||
રાજાએ પણ તે પ્રમાણે કર્યું. ત્યાર પછી તે પ્રાયઃ કરીને ઘેર જ રહે છે. લજ્જા પામતા તે પુત્રોએ ઘરના દ્વારે કુટિકા-ઝુંપડી કરીને રાખ્યો. અસૂયા કરતી કે સૂચના કરવાથી બુમપાડવાથી