________________
૧૨૨
મૂળશુદ્ધિ ભાગ-૨
તેટલામાં શ્રેણિક રાજાએ દેખી લીધી. રાજાએ પૂછ્યું હે ભદ્ર ! ક્યાંગઈ હતી. ગભરાયેલી તેણીએ કહી દીધું. ત્યારે રાજા જાતે ત્યાં જેટલામાં જાય છે, તેટલામાં પોતાની પ્રભાજાલથી ઉદ્યોતિત થયેલ અશોકવાટિકાને દેખે છે, તે દેખીને રાજાએ વિચાર્યુ અહો ! આણે (આપુત્રે) ચંદ્રની જેમ આખી અશોક વાટિકાને ઉદ્યોતિત કરી નાંખી, તેથી દેવી -રાણી મુગ્ધા-ગાંડી છે. જેથી આ પ્રકારના આને પણ છોડી દે છે.
ત્યારે તેને લઈને રાજા ચેલ્લણા પાસે આવ્યો. ઠપકો આપી કહ્યું ‘શા માટે આને છોડી દીધો ?’ તે બોલી ‘તમારો વેરી છે માટે !' ત્યારે શ્રેણિકે કહ્યું - ‘હે ભદ્ર ! જો આ મોભી પુત્રને તું છોડી દઈશ તો તારે બીજા પુત્ર સ્થિર નહીં થાય', એમ બોલતા રાજાએ (તે પુત્ર) રાણીને સોંપ્યો. તેણીએ પણ ઈચ્છા ન હોવા છતાં પાલન પોષણ કર્યું. અશોકચંદ્ર તેનું નામ કર્યું. અશોક વાટિકામાં નાખેલ તેની એક આંગળી કુકડીએ પાંખવડે (ચાંચવડે) સડાવી નાંખી-કરડી ખાધી, તેમાંથી પરુ-રસી ઝરે છે, તેની વેદનાથી સતત રડતા તેને દેખી રાજા તે આંગળીને મોઢામાં મૂકી રાખે છે તેથી તે રડતો ચૂપ થઈ જાય છે. અને વળી....
કુકડીના પાંખથી વીંધાયેલ રસી અને લોહીથી બીભત્સ-ખરાબ થયેલી આંગળીને રાજા ચૂસે છે, ત્યારે તેને વેદના થતી નથી. ॥ ૧૫ ॥
તે કારણથી રમતા એવા તેનું છોકરાઓએ કોણિક એ બીજુ નામ પાડ્યું, અનુક્રમે હલ્લ વિહલ્લ નામના કુમારો થયા. તેઓ ત્રણે રાજાની સાથે રાજવાટિકામાં જાય છે. તેઓમાં આ રાજશત્રુ એથી કોણિકને ચેલ્લણા ગુલમોદક-ગોળના લાડુ અને હલ્લવિહલ્લને ખંડમોદક-સાકરના લાડુ મોકલે છે. તે કોણિક વિચારે છે આ શ્રેણિક કરાવે છે. એમ કરતા જેટલામાં તે કોણિક યૌવનવય પામ્યો તેટલામાં પદ્માવિતનામની રાજકુંવરી પરણાવી. એ પ્રમાણે...શ્રેણિકને અભયકુમાર વગેરે દેવ સમાન શ્રેષ્ઠ પુત્રો થયા. જે પુણ્યશાળી અને આખાય ધરણિતલના વિસ્તારને આનંદ ઉપજાવનારા
હતા. ||૧૬ ॥
ત્યારે ‘બધાથી મોટો સમસ્ત ગુણ સમૂહથી ગરિષ્ઠ, બધી જ કળાને પાર પામેલો, ચાર પ્રકારની બુદ્ધિવાળો સમસ્ત રાજ્યભારને વહન ક૨વામાં સમર્થ છે' એથી કરીને શ્રેણિક રાજાએ અભયકુમારને કહ્યું - ‘હે પુત્ર ! તું રાજ્યને સ્વીકાર'. તેણે વીરપ્રભુને પુછ્યું - ‘રાજર્ષિમાં છેલ્લા રાજર્ષિ કોણ થવાના ?' ભગવાને કહ્યું ‘ઉદાયન’, - તે ઉદાયને તો દીક્ષા લઈ લીધી છે. એથી અભયે રાજ્ય ન સ્વીકાર્યું. પરંતુ દીક્ષા લીધી. ત્યારે શ્રેણિકે વિચાર્યું કોણિકને રાજ્ય આપીશ, એથી હલ્લવિહલ્લને સેચનક હાથી આપ્યો-તે રાજ્ય સમાન છે. ૧૮ ચક્રહાર, કુંડલ-યુગલ અને વસ્ત્ર યુગલ (આ બધું તેમને આપ્યું.) આ બધી ઉત્પત્તિ કેવી રીતે થઈ ? ત્યારે સેચનકની ઉત્પત્તિ બતાવે છે.
એક મોટાજંગલમાં એક હાથીનું ઝુંડ હતું. તેનો જે યુથાધિપતિ છે, તે જે જે હાથીના બચ્ચા ઉત્પન્ન થાય છે તેઓનો નાશ કરે છે, (નવા હાથી) સમર્થ થવાથી યૂથને હરણ ન કરી જાય માટે. એક દિવસ એક હાથણી ગર્ભવતી થઈ, તે વિચારે છે કે આને મારા ઘણા પુત્રો મારી નાંખ્યા તેથી એકને કોઈપણ ઉપાયથી રક્ષણ કરું. એમ વિચારી કુંટક વેશ કર્યો-લૂલી હોવાનો ડોળ કર્યો અને ધીરે ધીરે સરકવા લાગી ત્યારે તે કરિવર - યુથાધિપ થોડે આંતરે જઈ પ્રતિપાલન કરે છે,