________________
૧૧૨
મૂળશુદ્ધિ ભાગ-૨ આ બોલી - “તમારા જેવાના વિયોગમાં મેં આ બધુ કર્યું.” તે બોલ્યો - “હાય ! કેવું બોલે છે? તું ઉપાધ્યાયને જોતી નથી ?' તેણીએ વિચાર્યું કે - “ઉપધ્યાયના ભયથી આ મને સ્વીકારશે નહિં. તેથી ઉપાધ્યાયને મારી નાંખ્યું. જેથી મને આની સાથે સતત વિષયસુખ ભોગવવા મળશે.” તેથી રાત્રિમાં સુખથી સુતેલા પોતાના ભરથારને આણીએ મારી નાંખ્યો.
અને વળી.. પરપુરુષના રાગમાં રક્ત બનેલી, વિષય સુખની આશાથી મુગ્ધ બનેલી, પાપી અતિકુર ઘોર પરિણામવાળી તે નારી પોતાના પતિને મારે છે. ૧૭ી તે આ વિચારવા લાગી હંત. “સવારે કેવી રીતે કરશું, તેથી રાત્રે જ આને ફેંકી દઉં,” એમ વિચારી, છરિથી ટૂકડે ટૂકડા કરી, એક વાંસનાપત્રને- વાંસની પેટી ભરી બહાર નાંખી આવું એમ વિચારતી ઘરથી બહાર નીકળે છે એ વખતે કુળદેવીએ કોઈ રીતે ઉપયોગ મૂક્યો, ત્યારે તેણીએ કરેલું અતિ ભયંકર કાર્યને જુએ છે. તે દેખી કુળદેવી વિચારે છે પાપીએ કેવું અતિ દુર કામ કર્યું છે, જે પ્લેચ્છો પણ ન કરે. તેથી “આ તેના માથામાં પાડું” એમ વિચારી દેવીએ તેમની તેમ પેટી તેના માથા ઉપર ખંભિત કરી દીધી. તે ૨૨
તેથી જ્યારે આ માથાથી ભૂમિ ઉપર તે પેટીને નાંખવા જાય છે, ત્યારે તે પેટી-(પાત્ર) પડતી નથી. તે દેખી આ વિચારવા લાગી. | ૨૩ //.
હંત-ખેદની વાત છે. આ ખરેખર પાપફળ ઉપસ્થિત થયું છે, એમ હું માનું છું, કે જેથી આ પેટી મારા માથાથી પડતી નથી. તે ૨૪ /
તેથી આ સ્થાનથી બીજે ક્યાંય જતી રહું. જ્યાં ભારે પાપવાળી મારું કોઈ નામ પણ ન જાણે.” || ૨૫ છે.
એવો વિચાર કરી જેટલામાં ચાલે છે તેટલામાં આંખથી જોવાનું બંધ થઈ ગયું. નગરમાં પ્રવેશ કરતા સ્વાભાવિક દષ્ટિ થાય છે. તે ૨૬ /
ત્યારે ત્યાં નગરની બહાર બે-ત્રણ દિવસ વિતાવીને ભૂખ-તરસથી હેરાન - પરેશાન થયેલી નગરમાં પેસે છે. / ૨૭ II
તે માંસ કોહવાઈ ગયું, જેમાંથી રસી ગળવા લાગી, મોટું. - આંખ - નાક ઉપર થઈને દુર્ગધવાળું માંસ પરુ દેવીના પ્રભાવથી સતત ચારેબાજુથી ઝરે છે, તે અતિ ખરાબ ગંધ ફેલાવતા પરુના પ્રવાહથી અતિશય જુગુપ્સનીય શરીરવાળી - ઘેર ઘેર ભમે છે. તે ૨૮-૨૯ છે.
“હે અમ્મા ! પતિને મારનારી - પાપ કર્મવાળી મને એક કોળિયો તો આપો.' એમ ઠીકરી હાથમાં લઈ આંખા નગરમાં ભમે છે ભટકે છે-“પાપથી મલિન તને ધિક્કાર હો, નિર્દય દુષ્ટ-કુરકમમાં રત તું ભરતારને મારી કેવી રીતે અમને મોટું દેખાડે છે ? | ૩૧ |
તેથી શરમવગરની ! દૂર હટ, અમારા ઘરના દરવાજે ઊભી રહે નહીં, ફિક્કાર હો અરે રે આવું કામ કરવામાં તારા હાથ કેવી રીતે ચાલ્યા હશે ? કારણ કે ભક્ત અનુરાગવાળા, સરળસ્વભાવી, ગુણોનો આવાસ એવા પોતાના ભરતારને તે મારી નાંખ્યો, તેથી તું દેખવા યોગ્ય નથી. જે ૩૨ છે.
હા હા ! આવું પાપ કરીને તું કેવી રીતે નાશ ન પામી ? તેથી હતાશાવાળી ! તું ત્યાં જા કે જેથી જયાં ગયેલી તારું નામ પણ ન સંભળાય'. I ૩૪ |