________________
૧૦૮
મૂળશુદ્ધિ ભાગ-૨ છે. ૧૩૭ ||
એમ વિચારતા મહાવતને શૂલિ ઉપર ચઢાવવામાં આવ્યો. તે જોઈને જેટલામાં (ત્યાં) એક ક્ષણ જિનદાસ શ્રાવક ઉભો રહે છે. ./૧૩૮
તેણે અંતઃકરણથી બોલતો દેખી તેને મહાવત કહે છે કે “ભદ્ર ! તું કોઈ વિશિષ્ટ પુરુષ દેખાય છે, તેથી મારા ઉપર દયા કર. |૧૩.
તું મને પાણી આપ, હે સ્વામી ! કારણ કે હું તરસથી ઘણો જ પીડાયેલો છું. મને જોરદાર તરસ લાગી છે.” તે સાંભળી જિનદાસ કહે છે જો ભદ્ર ! તું દુઃખરૂપી પહાડને ભેદવા માટે શ્રેષ્ઠ વજ સમાન આ જિનનવકારનું સ્મરણ કરે તો આપું). તે મહાવત પણ પાણીના લોભથી શેઠના કહેવાથી તે નવકારને ભણે છે - ગણે છે ૧૪૦-૧૪૧
એટલામાં શેઠ પણ ઠંડુ પાણી લઈને આવે છે. ત્યારે મહાવત પાણીને આવતું દેખી મનમાં ઘણો જ હર્ષ પામ્યો અને તાકાત લગાડી જેટલામાં પાંચ નવકાર જોરથી બોલે છે, તેટલામાં શૂલી ભેદાઈ ગઈ તે મરીને વ્યંતર થયો. ૧૪૨-૧૪૩ ||
પોતાની ઋદ્ધિ દેખી અવધિજ્ઞાનથી જયારે જુએ છે, ત્યારે પોતાના શરીરને શૂલી ઉપર ભેદાયેલું જુએ છે. મેં ૧૪૪ ||
આ પંચ નમસ્કારનું ફળ છે, એમ જાણી જેટલામાં જુએ છે, તેટલામાં આરક્ષક પુરુષો વડે પકડાયેલ જિનદાસને જુએ છે ! ૧૪૫ /
આ ચોરને ભોજન-પાન આપનાર છે' એવો દોષ-ગુન્હો રાજાએ તેના ઉપર સ્થાપન કર્યોલગાડ્યો છે, અને “નગરમાં ભમાડો પાછળથી વધ કરવો” એવો આદેશ ફરમાવ્યો છે. તે ૧૪ll
તેને વધ્ય સ્થાને લઈ જતો જોઈને દેવ તરત આવ્યો અને નગર ઉપર મોટીમસ શિલા વિકર્વિ, તે દેખી સઘળા લોકોથી પરિવરેલો રાજા ડરનો માર્યો ધૂપ કડછો હાથમાં લઈ તેની સન્મુખ થઈ વિનંતી કરવા લાગ્યો. મેં ૧૪૮ |
‘અમારી ભૂલ કે અજ્ઞાનના કારણે જે કોઈ દેવ કે દાનવ ક્રોધે ભરાયો હોય તે અમારી સર્વ ક્ષમા કરે”. એમ રાજા કહે છે, ત્યારે દેવ બોલવા લાગ્યો - “રે પાપી ! રાજન્ ! વિચાર્યા વિના કાર્ય કરનાર ! અનાર્ય ! નિશ્ચયથી હું તારો ચૂરો કરીશ', એમ કહેતા રાજા ફરી કહેવા લાગ્યો. “અજ્ઞાનના કારણે અમે જે કંઈ કર્યું હોય, તે બધું માફ કરો. અત્યારે તમે આજ્ઞા ફરમાવો તે પ્રમાણે અમે વર્તીશું.' | ૧૫૧ ||
“રે રે નિરપરાધી મને મારી નાંખ્યો અને વિશેષથી વળી મારા આ ગુરુના વધનો આદેશ ફટકાર્યો. જે પાપીઓને વિશે પણ અપાપી, ઠગ માણસો વિશે પણ સદા સરળ સ્વભાવી, નિર્દય ઉપર દયાવાળો, શત્રુ ઉપર પણ મિત્રભાવ રાખનાર, દેવોને પણ પૂજય, જિનધર્મમાં પરાયણ, સમસ્ત ગુણોનો ભંડાર એવા તે જિનદાસને પણ મારવાનું કહ્યું. તે પાપી ! તે આ કેવી રીતે કર્યું હશે ? || ૧૫૪ ||
તેથી જો તેને ખમાવીને મોટા ઠાઠ-માઠથી તેને ઘર મોકલ, તો તારો છૂટકારો થશે, નહીંતર નગરી સહિત તને ચૂરી નાંખીશ” | ૧૫૫ /