________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુરપંડિતા કથા
૧૦૫ ઈહા અપોહ યક્ષ કરતો હતો ત્યારે તેના જંઘા યુગલ વચ્ચેથી જલ્દી તે નીકળી ગઈ. યક્ષ એમ વિચાર કરવા લાગ્યો “અરે ! આ ધુતારીએ મને કેવી રીતે ઠગી નાંખ્યો ?” એ વખતે તેણીનો સાધુવાદ ઉચ્છલ્યો તેની પ્રશંસા થઈ / ૮૨ /
અહો હો ! આ મહાસતી છે, “વગરકામે આને હેરાન કરી”, એમ સસરાની નિંદા કરી, હે પાપી તારા જ્ઞાનને ધિક્કાર હો !.”
હવે ગંભીર વાજિત્રના નાદ સાથે આ પોતાના ઘેર આવી. તેના પિતાએ અને પતિએ વધામણી - અભિનંદન આપ્યા. | ૮૪ ||
સસરો અવાક થઈ ગયો અરે ! તેણીએ યક્ષને પણ ઠગી લીધો, આ ચિંતાથી સસરાની ઊંઘ ઉડી ગઈ- ઊંઘ દૂર જતી રહી. // ૮૫ |
રાજાએ તે સાંભળ્યું કે કુમારનંદિને ઊંઘ નથી આવતી. તેથી અંતઃપુરના રક્ષક તરીકે આ સારો - ઠીક રહેશે. તેથી બોલાવીને રાજાએ કંચુકી પદ ઉપર નિયુક્ત કર્યો. જેથી રાણીઓનું રક્ષણ કરે છે, ત્યારે તેમાંથી એકને રાત્રે ઉઠતી-સૂતી અને ચળવળ-ચંચલતા કરતી દેખે છે-ઉતાવળી ચાલતી ઊંચે જતી દેખે છે. તેથી સુવાનો ઢોંગ કરે છે.
તેને સુતેલો જાણી જાળીના ગવાક્ષમાં ચઢી, તેના નીચે તળિયે રાજાનો હાથી આવી પહોંચ્યો, ત્યારે મહાવત વડે પ્રેરાયેલો હાથી સૂંઢ દ્વારા તેને નીચે ઉતારે છે, આજે આટલું મોડું કેમ કર્યું? એમ કહી સાંકળથી ફટકારી. || ૯૦ ||
અને તે કહેવા લાગી હે નાથ ! મારશો નહીં, જે આજે રાજાએ અંતઃપુર રક્ષક આપ્યો છે, તે અત્યારે જ સૂતો છે. તે ૯૮ છે.
ત્યારે તે મહાવત કેશ પકડવા ઇત્યાદિ પૂર્વક તેની સાથે મસ્તીથી રમીને તે જ રીતે તેને ગવાક્ષમાં ચડાવી. || ૯૨ |
ત્યારે શેઠ પણ વિચારે છે કે આ પ્રમાણે એઓનું રક્ષણ કરવા છતાં આ રાણીઓ આવી ચેષ્ટાઓ કરે છે તો હું તો પુણ્યશાળી છું. મેં ૯૩ |
આજે પણ તું જાણ રાગ વિનાની નારીઓ પોતાના ઘેર આવે છે, એમ વિચારી તે શેઠ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો |૯૪ ||
સૂરજ ઉગી ગયો ત્યાં સુધી પણ ઊઠ્યો નહીં, તેટલામાં પૂર્વના જૂના પહરેદારો રાજાને કહેવા લાગ્યા કે અમે તો સૂરજ ઉગતા જ ઉઠી જઈએ છીએ. આ તો સુરજ ઉગી જવા છતાં ઉઠતો નથી. રાજાએ કહ્યું તમે ઉઠાડશો નહિ, જયાં સુધી જાતે ન ઉઠે. || -૬ ||
હવે સાતમો દિવસ પૂરો થતા તે ઉક્યો, ત્યારે રાજાએ વૈદ્યના કહેવાથી ઘીગોળથી મિશ્રિત દૂધ પિવડાવ્યું. મેં ૯૭ |
જેટલામાં તે સ્વસ્થ થયો તેટલામાં રાજાએ કહ્યું : “કેમ આટલું બધું સૂતો?” તે બોલ્યો તે દેવ ! | ૯૮ //
અહીં પણ કારણ છે, પરંતુ હે દેવ ! તમે એકાંત કરો એટલે કહું, નજર ફેરવવા માત્રથી આખી સભા નીકળી ગઈ. | ૯૯ II