________________
૧૦૪
મૂળશુદ્ધિ ભાગ-૨ અથવા પતિના સંયોગમાં સ્ત્રીઓ ઘણી જ રક્ત બને છે, અને પતિથી સ્પર્શ કરાયેલી પ્રૌઢનારીની જેમ પળવારમાં પૂર્વ દિશા હસવા લાગી. | ૬૧ |
ત્યારપછી અનુક્રમે સૂરજ જેના કિરણનો ફેલાવો વધી રહ્યો છે, તે બાલાના દુષ્ટ કૃત્યની જેમ લોકોની દુષ્ટ ચેષ્ટાઓ પ્રગટ કરીને ઉદય પામ્યો. ૬૨ /
ત્યારે ઉઠીને તે બંને પણ ઘેર જાય છે, તેટલામાં તે સસરાએ (પિતાએ) એકાંતમાં બેસાડીને પોતાના પુત્રને તે બધું કહી સંભળાવ્યું. || ૬૩ |
તે બોલવા લાગ્યો, “હે તાત ! તમે મને પણ પારકો માની લીધો. પિતાએ કહ્યું કે પુત્ર ! તું તારી શય્યામાં હતો. જયારે આ તો બીજા કોઈ સાથે સુતેલી હતી, તે પુત્ર ! તું વિશ્વાસ કર. તું સુખેથી નિદ્રામાં સુતેલો હતો તેથી મેં તને જગાડ્યો નહીં. || ૬૫ |
તે બોલે છે “હે તાત ! ઘડપણના કારણે તમારી આંખોને ઉંધુ દેખાયું હશે. તેમાં વળી ઉઘના કારણે રાત્રે આંખો સ્પષ્ટ ન જુએ એ બનવા જોગ છે.” || ૬૬ ||
ડોસો કહેવા લાગ્યો “મારું જોયેલું ખોટું ન હોય તેથી ભવાં ચઢાવીને ફેલાયેલ ભવાંથી શોભાયમાન મુખવાળા પુત્ર કહેવા લાગ્યો. “આ પાપી ! તને કોઈએ ચડાવ્યો લાગે છે. તેણીએ મને તે જ વખતે કહેલું.’ એ પ્રમાણે બાપ-દીકરો વિવાદ કરતા હતા ત્યારે વહુ આવીને કહેવા લાગી જો આમ છે તો હું શુદ્ધ થઈને જ આજે ભોજન કરીશ. તે સાંભળી તે જ ક્ષણે બધાં સ્વજનો એક્કા થયાં. તે દ૯ છે.
ત્યારે લોકો કહેવા લાગ્યા અને કઈ શુદ્ધિ આપવી ? ત્યારે કોઈએ કહ્યું અહીં ઘણી શુદ્ધિ વડે શું ? ૭૦ ||
સદા અધિષ્ઠાયકના સાંનિધ્યવાળા યક્ષ પાસે આત્માને શુદ્ધ કરે. “આમ થાઓ” એમ તે બોલી, ત્યારે સર્વ સામગ્રી તૈયાર કરી. I૭૧ી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, ધોળા પુષ્પનું વિલેપન કર્યું, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા સ્વજનોથી પરિવરેલી યક્ષભવન તરફ ચાલી. II૭રી તેણીનો તે જારપુરુષ પણ લોકોના મોઢે આ બધું જાણી કૃત્રિમ-બનાવટી મૂર્ખનો વેશ ધારણ કરી ત્યાં આવ્યો. | ૭૩ ||
ધૂળથી ધૂસર બનેલા શરીરવાળો જૂની લાકડી અને ફાટેલાં વસ્ત્રો પહેર્યા, ઘણા છોકરાઓની બુમાબુમથી દિશા ચક્રને પૂરતો, નાચતા, ગાતો, રોતો તથા બરાડા પાડતો અનેક સ્ત્રીઓને આલિંગન કરતો તે તરફ જાય છે, તે બાલાને સર્વાગે આલિંગન આપે છે, ત્યારે લોકોએ દૂર ખસેડ્યો. “અરે પાપી ! યક્ષાલયમાં જતી આને તું કેમ અડક્યો ?' || ૭૬ છે.
ત્યારે ફરીથી પણ શરીરને સ્વચ્છ કરી યક્ષાલયમાં જલ્દી ગઈ. લોકોથી પરિવરેલી તેણે વિધિપૂર્વક તે યક્ષની પૂજા કરી || ૭૭ ||
તે વિનંતી કરવા લાગી છે યક્ષ ! ભગવાન ! તું સાચો છે. જે કોઈ અશુદ્ધ હોય તેને જંઘાતળમાં ચાંપીને જોરદાર પકડી રાખે છે. જે ૭૮ ||
તેથી તું વિનંતી સાંભળ ગુરુદેવ વડિલોએ આપેલા પોતાના પતિને અને બધાને પ્રત્યક્ષ આ ગાંડાને છોડીને જો બીજો કોઈ (મારા) અંગમાં અડક્યો હોય, “આ સત્યથી તને (યક્ષને) સંભળાવ્યું,” તો મને પકડી રાખ, નહીંતર નહીં. એમ બોલી “અહીં શું કરવું યોગ્ય છે ! “એમ