________________
૧૦૨
મૂળશુદ્ધિ ભાગ-૨
અજાયબી જોઈ છે.' તે શું છે. ? એમ તે બોલે છે, ત્યારે પરિવ્રાજિકા બોલવા લાગી.. આ જ નગરમાં શ્રેષ્ઠિપુત્ર જે સુદર્શન નામે પ્રસિદ્ધ છે. | ૨૪ |
અને જે કુલીન - બુદ્ધિશાળી, મધ્યસ્થ - દેશકાલ ભાવને જાણવાવાળો, ગંભીર, મેધાવી, હોંશિયાર દક્ષ મહાસત્ત્વશાળી, ॥ ૨૦૨॥
1
ત્યાગી - દાનેશ્વરી, રસિક, રૂપાળો, ઘણા મિત્રવાળો, ઈશ્વર - પૈસાદાર, કળામાં કુશળ, સુભગ, વિદ્વાન, વિનીત, ધર્મપરાયણ, પ્રાર્થનીય, પૂર્વ અભ્યાસી, પ્રતિપન્ન વાત્સલ્યવાળો, સત્યવાદી, ન્યાયવાન્, ઉજ્વલવેશધારી, યશસ્વી, શરણે આવેલા ઉપ૨ અતિશય વાત્સલ્ય ભાવ રાખનાર છે. ॥ ૨૭ ||
હે મુગ્ધા ! રૂપ યૌવન ગુણવાન, અનુરૂપવાળા અને અતિશય અનુરાગવાળા, ભક્ત, જેના તોલે બીજો કોઈ ન આવે એવા તે ભરતારને તું પ્રાપ્ત કર.' ॥ ૨૮ ॥ “આણીને તેણે મોકલી લાગે છે” એમ જાણી અત્યંત વિદગ્ધ તે પણ ‘રહસ્ય છ કાનવાળું ન થાઓ' એ માટે આ પરિવ્રાજિકાને ઠગું ॥ ૨૯ ||
એમ વિચારી પરિવ્રાજિકાની પીઠમાં પાંચ આંગળીનો પ્રહાર કર્યો. ॥ ૩૦ ||
અને આને કહેવા લાગી રે પાપીણી ! વ્રતિની થઈને કુલવધૂના શીલને ભ્રંશ કરનારા વચનો બોલી તું કેવી રીતે જીવે છે ?' || ૩૧ ||
તેથી વિલખી પડેલી આ પરિવ્રાજિકા પેલા યુવાનને પીઠના પ્રહારને દેખાડે છે. હે પુત્ર ! આ તારે યોગ્ય નથી, કારણ કે તે શીલમાં પ્રતિબદ્ધ - આગ્રહ પક્કડવાળી છે. ॥ ૩૨ ॥
તે યુવાન વિચારવા લાગ્યો - અહો આની વિદગ્ધતા - ચતુરાઈ અજોડ છે. જેથી બિચારી મુગ્ધ આ પરિવ્રાજિકાને પણ ઠગી ગઈ. ॥ ૩૩ ॥
મને અંધારી પાંચમની રાત્રીના છેલ્લા બે પહોરનો સંકેત આપ્યો છે. પરંતુ અહીં સ્થાન સૂચવવામાં આવ્યું નથી. ॥ ૩૪ ॥
તેથી સંકેત સ્થાન જાણવા માટે ફરીથી આને મોકલું, આમ વિચારી આ યુવાન પરિવ્રાજિકાને કહે છે. ‘૨ે અમ્મા ! જો તે શીલવતી હોય તો પણ તેની પાસે જઈને તું એકવાર કહે જેથી મારું મન તેના પ્રત્યેના અનુરાગને મૂકી દે. ॥ ૩૬ ||
તેની પાસે જઈ પરિવ્રાજિકા ફરીથી મધુર વચનો દ્વારા બોલવા લાગી. ત્યારે વધૂપણ વિચારવા લાગી ‘આ ફરી અહીં કેમ આવી હશે ?' || ૩૭ ||
“હું હું જાણ્યું મેં તે યુવાનને સંકેત સ્થાન બતાવ્યું નથી તે માટે આને મોકલી છે, ત્યારે તે બાલિકા અધિક્તર ગુસ્સે ભરાઈ' આ નિર્લજ્જ ! પિઠ્ઠી ! તે પ્રમાણે ખખડાવવા છતાં ફરી આવી તારા મોઢાને ફાડી નાંખુ. એમ બોલી આ ઊભી થઈ ॥ ૩૫ ॥
ગળાથી પકડી તે પરિવ્રાજિકાને અશોકવાટિકા દ્વારથી કાઢી મૂકે છે, તે પરિવ્રાજિકા પણ તે બધું પેલા યુવાનને કહે છે ॥ ૪૦ II
સ્વરૂપને જાણી ગયેલો તે યુવાન બોલવા લાગ્યો ‘હે અમ્મા ! ‘મારે તેની સાથે કંઈ કામ નથી, જે આવી અનુરાગ વગરની છે, તારાં વચન પણ માનતી નથી' || ૪૧ ॥