________________
૧૦૦
મૂળશુદ્ધિ ભાગ-૨ અર્થિંગનો અભાવ વગેરે તેનાથી બચવાના ઉપાય છે. જયારે આ તો અભ્ર વિનાની પેદા થાય છે, અને મારણ સ્વરૂપ હોવાથી - મારનાર હોવાથી અસાધ્ય છે, જે બિમારી રૂપે હોય તો તેનો પ્રતિકાર શોધી કઢાય, પણ આ નારીતો સીધું શીલગુણનું મરણ જ કરી નાખે છે, માટે અસાધ્ય કહી છે. ૧૬૪ ||
नारी अनामिया वाही दारुणा देइ वेयणा ।
नारी अहेउओ मच्चू सिग्धं पाणे विणासइ ॥१६५॥ ગાથાર્થ – નારી નામ વિનાનો વ્યાધિ છે – રોગોત્પત્તિ છે, જેમ કે કોઈ વ્યાધિ હોય તેનું ખાંસી - ઉધરસ - શોષ ઈત્યાદિ નામ હોય, અને તેથી અત્યંત રૌદ્ર પીડા આપે છે, તથા કારણ વિનાનું મૃત્યુ છે, જે મૃત્યુ થાય છે તે અધ્યવસાય વગેરે કારણોથી થાય છે. જ્યારે આ તો નિષ્કારણ મૃત્યુ છે. જલ્દીથી પ્રાણોનો ઘાત - નાશ કરે છે ૧૬૫ II
नारी अकंदरा वग्घी कूरासंघारकारिया ।।
पच्चक्खा रक्खसी चेव, पसिद्धा जिणसासणे ॥१६६।। ગાથાર્થ – નારી ગુફાવગરની વાઘણ છે, વાઘણ તો ગિરિની ગુફામાં હોય જયારે આ તો ગુફા વગરની છે. (એટલે શીલાદિ ગુણોને ક્યારે ભરખી જાય તે કહેવાય નહીં ) કુર સ્વભાવવાળી, પ્રાણ-શરીરનો સંહાર કરવાવાળી છે. આ તો સાક્ષાત્ રાક્ષસી છે, રાક્ષસની પત્ની તો અદશ્ય હોય જયારે આ તો સામે જ ઉભેલી પ્રકટ રાક્ષસી છે, વિનાશ કરનાર હોવાથી, આવા વિશેષણો નારી માટે જિનશાસનમાં પ્રસિદ્ધ છે. તે ૧૬૪ - ૧૬૬ ||
હવે નારીના દોષોને દાખલા દ્વારા પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ચાર શ્લોક કહે છે.....
बद्धुत्तर नियडीणं कूडाणं कवडाण य ।
निरायं पूरिया नारी जहा नेउरपंडिया ॥१६७॥ . ગાથાર્થ – નારી વક્ર ઉત્તર આપનારી, માયા, પરવંચના, આલજાલ બોલવું ઈત્યાદિથી સંપૂર્ણ ભરેલી છે, જેમ નપૂરપંડિતા.
બદ્ધોત્તર – એટલે આડો ઉત્તર આપનારી, જેમ કે શ્વાસ કેમ ચડે છે ? ઉતાવળી આવી એટલે, સંવાટી વિકસિત કેમ છે ? પ્રસન્નતાથી આવી માટે, વેણી કેમ ખરી પડી છે? પગમાં પડવાથી, ક્ષામા-દુબળી કેમ છે ? બોલવાથી એમ હકીકતથી ભિન્ન કારણ જોડી આપવું.
પસીનાવાળું મોટું કેમ છે? કરમાયેલ કમળ જેવી દ્યુતિવાળા હોઠના (નિશાન) છાતિ ઉપર કેમ છે. ? તડકાના કારણે, નવી કેમ ગલી - ઢળી પડી ગઈ છે ? જવા-આવવાથી,
જૂન - બીજાને ઠગવા વગેરેના પ્રયોગ કરવા, કપટ - પોતે કરેલા દોષને ઉતારવા માટે આળજાલનું પ્રતિપાદન કરવું. ભાવાર્થ કથાનકથી જાણવો... “નૂપુરપંડિતા કથા” આ જંબુદ્વીપના ભરતામાં સકલગુણોથી યુક્ત ત્રણ લોકમાં વિખ્યાત વસંતપુર નામનું