________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૧૦૧ નગર છે.
ત્યાં શત્રુ રૂપી સિંહના ફેલાતા મોટા માનનો નાશકરવા માટે જંગલી (વન) અષ્ટાપદ સમાન કીર્તિરૂપી નદીના પૂરને ફેલાવા માટે ગિરિવર સમાન જિતશત્રુ નામે રાજા છે.
તે જ નગરમાં દેવદત્ત નામે શેઠ છે, તેને વિશિષ્ટ રૂપ લાવણ્યને ધારણ કરનારી શ્રેષ્ઠ કન્યા છે, જેના રૂપ સૌભાગ્ય યૌવનથી તિરસ્કાર પામેલી દેવાંગનાઓ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ વિચરતી નથી એમ હું માનું છું. || ૫ || તે નગરીમાં બીજો એક કુમારનંદી નામનો શેઠ વસે છે, તેને પંચનંદી નામે શ્રેષ્ઠ પુત્ર છે.
લોક સમક્ષ તે દેવદાસની દીકરીને પંચનંદી મોટા ઠાઠ-માઠથી પરણ્યો. તેમાં અત્યંત આસક્ત બનેલો તેની સાથે ભોગ ભોગવે છે. તે ૭ |
એક દિવસ બાલિકા હાવા માટે નદીએ ગઈ. તેને સ્નાન કરતી દેખી એક યુવાન વિચારવા લાગ્યો.. આણીના કામદેવના હાથિના કુંભસ્થલનો વિભ્રમ કરાવનાર - ગોળ -ઉંચા સ્થૂલ સ્તનતટ ઉપર જે માણસ રમે તેજ આ જીવલોકમાં જય પામે છે. || ૮ |
જેના કંઠમાં આ કોમલ કમળની નાળ સરખી સરલ ભુજાઓથી પાશ આપે છે, તે જ પુરુષ આ લોકમાં ધન્ય છે. જે પુરુષ પરિપક્વ બિંબના ફળ સમાન આના હોઠનું અમૃત સ્વેચ્છાએ પીએ છે તેનું મનુષ્યપણું સફળ છે. | ૧૧ |
ઘણું શું કહેવાનું ? આના સર્વાગ ઉપર આલિંગન આપી આના સુરતરસને ભોગવે છે, તેણે અહીં રહ્યા છતાં ત્રણે લોકનું સર્વસ્વ મેળવ્યું સમજો. # ૧૨ || -
એ પ્રમાણે ઘણો જ અનુરાગવાળો તેના ભાવને ઓળખવા માટે સુવિદગ્ધ તે યુવાન આ ગોહલિ બોલે છે. આ નદી (કાંઠે રહેલ) મદોન્મત્ત હાથીના કર-સૂંઢ સરખા સાથળ વાળી ! “તને સુસ્નાત” એમ પૂછે છે, અને આ નદી વૃક્ષો અને હું તારા પગમાં પડેલો છું. // ૧૪ |
આ સાંભળી ચપલ કટાક્ષવાળા દષ્ટિબાણથી સર્વાને તેને વીંધીને તે વિદગ્ધા આમ બોલે છે. | ૧૫ છે.
નદી સુગમ બનો, નદી વૃક્ષો લાંબુ જીવો, સુસ્નાત પૂછનારાનું અમે પ્રિય કરવા ઈચ્છીએ છીએ. | ૧૬ ||
તેનો ભાવ જાણીને એણીના ઘર વગેરે જાણવા માટે સાથે આવેલા છોકરાઓને નદીકાંઠાના ઝાડનાં ફળો આપે છે. ફળ આપીને તેઓને પૂછે છે. આ કોની છોકરી છે ? અથવા કોની પુત્રવધુ પત્ની છે ? અથવા આનું ઘર ક્યાં છે ? તે ૧૮ ||.
છોકરાઓ અતિમુગ્ધ હોવાથી આને બધું કહી દીધું. કે આ દેવદત્તની છોકરી છે, કુમારનંદિની પુત્રવધૂ છે. પંચનંદિની ભાર્યા-સ્ત્રી છે. અમુક ઠેકાણે તેઓનું ઘર છે. એમ બધું જાણી તે પોતાના ઘેર જઈ, તેના સમાગમહેતુ માટે એક પરિવ્રાજિકાને ઉપચારથી-મીઠા વચન અને ભેટ સોગાદથી ખુશ કરી તેની પાસે મોકલે છે. તે પરિવ્રાજિકા તેના ઘેર ગઈ. આસન અને કુંડિકા હાથમાં રાખીને આવતી પરિવ્રાજિકાને તેણે દેખી. તે તેને પ્રણામ કરી આસન આપે છે. સુખથી બેઠેલી તેને પુછે છે - “ભગવતી ! શું તમે કંઈ અચ્છેરું અજબ - ગજબ જોયું છે ? તે બોલી હા આ નગરમાં