________________
મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુર પંડિતા કથા
૧૦૩ હવે સંકેત દિવસ આવ્યું છતે તે યુવાન મધ્ય રાતે ત્યાં જાય છે. તે બાલા પણ સુરતસુખ દ્વારા પોતાના ભરતારને ખુશ કરીને તે સૂઈ જતા પાછળથી જારની પાસે આવી જાય છે. વિવિધ પ્રકારે તેની સાથે સુરત સુખ ભોગવે છે. / ૪૩ /
અતિશય સુરત ક્રીડાના સ્વાદથી થાકી ગયેલા અશક્ત બનેલ તે બંનેયે સૂઈ ગયાં. તેટલામાં દેહચિંતા માટે તેનો સસરો આવ્યો. મેં ૪૪ છે.
જારની સાથે સુતેલી પોતાની પુત્રવધૂને આ જુએ છે. આ મારો પુત્ર નથી અન્ય કોઈ પરપુરુષ છે. ૪૫
પાકી ખાત્રી કરવા માટે કેટલામાં વાસભવનમાં જુએ છે, ત્યારે પલંગ ઉપર એકલા સુતેલા પોતાના પુત્રને જુએ છે. તે દેખી ક્રોધે ભરાયેલો પ્રત્યય હેતુ-ખાત્રી માટે તેના પગમાંથી ધીરેથી ઝાલર-ઝાંઝર કાઢી જતો રહે છે. ૪૭ ||
સસરો ઝાંઝર લઈ રહ્યા છે તે જાણી ડરની મારી તે પણ જારને ઉઠાડીને બધી વાત કરે છે. || ૪૮ ||
અને બોલે છે કે તું જલ્દીથી જા, પ્રસ્તાવ - અવસર જાણીને જણાવીશું, પોતાની ચતુરાઈ પ્રમાણે જે યથાયોગ્ય કરવાનું હોય તે કરજે. ૪૯ //
તે જતા તે બાલા પણ ધીરે ધીરે પતિ પાસે આવે છે. પલંગ ઉપર બેસે છે, ક્ષણવારમાં ભરતારને ઉઠાડીને | ૫૦ |
કહેવા લાગી, અહીં ગરમી છે, તેથી હે નાથ, અશોકવનમાં જઈએ, પરમાર્થને નહીં જાણનાર તે પણ તેની સાથે ત્યાં ગયો. | ૫૧ |
જયારે તે સૂઈ ગયો તેટલામાં તેને ઉઠાડીને આ બાલા બોલવા લાગી “શું તમારા કુલમાં બીજે ક્યાંય ન હોય તેવો આ આચાર છે? કે પોતાના પતિની સાથે સુતેલી વહુના ઝાંઝરને પગમાંથી સસરો કાઢી જાય ? તે બોલે છે કે પ્રિયે ! તું નિશ્ચિત બની સુઈ જા. તેને ક્યાં લઈ જશે ? સવારે આપી દેશે, તે કહે છે, અત્યારે જ તમે માંગો. | ૫૪ ||
તે બોલે છે. “હે પ્રિયે ! તાત ક્યાં દૂર જતા રહેવાના છે ?” તે બોલી, આમ છે, પણ મને કલંક લાગ્યું” || ૫૫ /
તે બોલે છે હું સ્વાધીન હોતે છતે તને કોણ કલંક લગાડે ? તેથી સૂઈ જા, કારણ મને જોરદાર ઉંઘ આવે છે. તે પ૬ છે.
તે બોલી - જો આમ છે તો તમે સુઓ છે પરંતુ સવારે આનો વિપાક દેખજો આમાં કોઈ સંદેહ નથી.’ || પ૭ ||
એ પ્રમાણે બોલતા ક્ષણવારમાં બંને સુઈ ગયાં. તેટલામાં રાત પૂરી થઈ ગઈ, તારલાનો સમૂહ ગળી પડ્યો. ૫૮ ||
કૂકડા ટહુકા કરવા લાગ્યા. ઘુવડનો સમૂહ મડદાને ચાટે છે. કાગડાઓ કર-કર - કોં કો અવાજ કરે છે, ચકલીઓ ચીં ચીં કરવા લાગી. || ૫૯
માભાતિક વાજિંત્રો વાગવા લાગ્યા, વટેમાર્ગુઓ પ્રયાણ કરવા લાગ્યા, એ વખતે પૂર્વદિશા રાગ જેવી રક્ત બની ગઈ. ૬૦મી.