________________
મૂળશુદ્ધિ ભાગ-૨ પાલન કર્યું છે, તેથી તું પણ એમનું માનથી પાલન કરજે.' | ૧૨૮ ||
એ પ્રમાણે શિક્ષા આપીને શિબિકામાં આરુઢ થઈ મોટા ઠાઠ-માઠથી શાંતિમતિની સાથે રાજાઓ જેની પાછળ ચાલી રહ્યા છે એવો રાજા સૂરીશ્વર પાસે પહોંચ્યો, ત્રણ વાર પ્રદક્ષિણા કરી કહેવા લાગ્યો “હું ભવના ડરનો માર્યો અત્યારે તમારે શરણે આવ્યો છું. /૧૩૧
તેથી અત્યારે આમ કરો કે જેથી ભવસાગરમાં જન્મવું ન પડે.” એમ કહેતા ગુરુ ભગવંતે પણ તેને પોતાના હાથે દીક્ષા આપી. // ૧૩૨ |
આર્યા શાંતિમતિ પણ શ્રીમતી ગણિણીને સોંપી. બંને શિક્ષા ગ્રહણ કરે છે, અને સુગીતાર્થ થયા. || ૧૩૩ ||
વિવિધ પ્રકારના તપ કરીને છેલ્લા સમયે અનશન કરી બંને દેવી લોકમાંગયા. તે ૧૩૪ | ત્યાંથી ચ્યવી અનુક્રમે-મનુષ્ય-શરીર મેળવી દીક્ષા - કેવલજ્ઞાન મેળવી મોક્ષે જશે. ૧૩પા તે ચંડપુત્ર રાજા પ્રમાદ દોષથી સાતમીમાં ગયો. તેની રાણી પણ ઘોર નરકમાં પડી. તે ૧૩૬ll.
એ પ્રમાણે કરાતો પ્રમાદ નારકના દુ:ખ આપે છે, જેમ ચંડપુત્ર રાજા અને તેની રાણી શ્રીચંડાને દુ:ખ મળ્યું છે ૧૩૭ /
એ પ્રમાણે તેઓને દારુણ ભવદુઃખ આપનાર એવા પ્રમાદને જાણી ધર્મ સંબંધી પ્રમાદ પ્રયત્નપૂર્વક છોડવો જોઈએ. // ૧૩૯ /
ચંડપુત્રની કથા પૂર્ણ. ૩લા અને વળી.....
पमाएणं परायत्ता, तुरंगा कुंजराइणो ।
कसंकुसाइघाएहिं, बहिज्जति सुदुक्खिया ॥१४९॥ ગાથાર્થ > પ્રમાદને પરવશ બનેલ ઘોડા-હાથી વગેરે ચાબુક અંકુશ વગેરેના પ્રહાર દ્વારા ઘણા દુઃખી થયેલા વહન કરાય છે. | ૧૪૯ // ગાથાર્થ સુગમ છે, પરંતુ કુંજરાદિ અહિં આદિ શબ્દથી બળદ - ભેંસ, ખચ્ચર - ગધેડા વગેરે ગ્રહણ કરવાના છે. કશાંકુશાદિ અહીં આદિ શબ્દથી ચામડાની પટ્ટી-દોરી, પરોણો = લોઢાની અણીવાળી લાકડી ચાબુક લાકડી વગેરે સમજવા / ૧૪૯ છે
पमाएणं कुमाणुस्सा, रोगाऽऽयंकेहिं पीडिया ।
कलुणा हीण दीणा य, मरंति अवसा तओ ॥१५०॥ ગાથાર્થ પ્રમાદથી કુમનુષ્યો - ભારે દરિદ્રતાથી પરાભૂત થયેલ દુઃખી-દુઃખી તિરસ્કરણીય માનવો, “સમય પસાર થતા મરણને નોતરે તે રોગ અને તરત જ મરણ મોકલે તે આતંક, તેઓથી પીડિત, કરુણાપાત્ર, બધાજ માણસો જેમને અધમ તરીકે દેખે, દીન-દુખી પરવશ પડેલા બિચારા મરણ પામે છે. અને ત્યાર પછી