________________
૯૦ ચંડપુત્ર કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ જિનદત્ત છે. (તને ધન્ય હો) આ પ્રસિદ્ધિ શ્રવણ પરંપરાથી-એકબીજાના મોઢેથી વિજયપુરવાસી વિજયસેન રાજાએ સાંભળી, તેવા અન્યાયને નહીં સહતા તેણે ચંડપુત્રને દૂત મોકલ્યો. પ્રતિહારે નિવેદન કરતા અંદર પ્રવેશ્યો, તે બોલ્યો તે રાજન્ ! સ્વામી વિજયસેન રાજાએ મને મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે જો તું અભક્ષ્યનું ભોજન કરે છે, અપેયનું સતત પાન કરે છે, અગમ્ય તરફ જાય છે, વિવિધ પાપો કરતો રહે છે. ઉભયકુલવિશુદ્ધ એવા તને આ બધું કરવું યોગ્ય નથી. તેથી હે રાજા ! આ અયોગ્ય ચેષ્ટાઓને જલ્દી છોડી દે, //પ૪ll
તે સાંભળી ક્રોધથી ફફડતા હોઠવાળો ભ્રકુટી ભવાં ચડાવવાથી ભયંકર બનેલ મુખવાળો પૃથ્વી ઉપર જોરથી હાથ પછાડી બોલે છે કે “રે રે ! તમને મારામંત્રીપદ ઉપર કોને સ્થાપન કર્યા છે? આ મોટો યત્ન (ડાહપણ) પોતાના પિતા પાસે જ જઈને કરો'. Ifપદી
એ પ્રમાણે કહેતા દૂત બોલ્યો રે તારા ઉપર કાલ-કૃતાન્ત રોષે ભરાણો લાગે છે, જેથી સામથીશાંતિથી સમજાવવા છતાં આવું અતિ નિષ્ઠુર બોલે છે. જે પ૭ ||
હિત બોલનારને પણ તું પાપી આવું વિપરીત-નિષ્ઠુર બોલે છે, તેથી મરણ કાલે તને ધાતુવિકાર થયો લાગે છે. તેથી યુદ્ધ માટે તૈયાર થા, અથવા કહેલું કર, એવું બોલીશ નહીં કે પહેલા નથી કહ્યું. ત્યારે ક્રોધે ભરાયેલો રાજા કહેવા લાગ્યો “રે રે પકડો, અપ્રીતિકર બોલતા આ પાપીને મારો, એટલામાં દૂતને મારવા તેના પુરુષો ઉભા થયા. //૬૦ની
ત્યારે મહામુસીબતે મંત્રીઓએ છોડાવ્યો, ત્યારે પોતાના રાજા પાસે જઈ મરચું મીઠું ભભરાવીને બધું કહેવા લાગ્યો, તેથી ક્રોધે ભરાઈને પ્રયાણ ભેરી વિજયસેન રાજા વગડાવે છે. તેના શબ્દથી તે જ ક્ષણે સુભટો તૈયાર થઈ ગયા. //૬રા
તેના પછી બધું જ સૈન્ય તૈયાર થઈ ગયું. રાજાએ પ્રયાણ કર્યું, સતત પ્રયાસો દ્વારા જતા દેશના સીમાડે પહોંચ્યો. તેને આવતો જાણી ચંડપુત્રરાજા પણ સર્વ સામગ્રી સાથે દેશના પાદરે પહોંચ્યો, એટલામાં બન્નેનું અગ્ર સૈન્ય મળ્યું. યુદ્ધ ચાલ્યું અને વળી....
ગજેન્દ્રો વડે ઉત્તમ રથોનો છૂંદો બોલાઈ રહ્યો છે, શ્રેષ્ઠ રથોડે ઉત્તમ સુભટોનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. સુભટો વડે વિદારણ કરાયેલ શરીરવાળા સુભટો ભૂમિ ઉપર પડી રહ્યા છે. ૬૩
ઘોડેસવારો દ્વારા પ્રહાર કરાયેલ મોટા હાથીઓ જમીન ઉપર આળોટી રહ્યા છે. હાથી | વડે તાડન કરાયેલ ભેરીના આવાજથી કાયર પુરુષો ઊભી પૂંછડીએ નાસી રહ્યા છે. એ પ્રમાણે આવું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ચંડપુત્રના સુભટોવડે તે વિજયસેનના સૈન્યને ક્ષણવારમાં પરાભૂખ-પીછેહઠ કરી નાંખ્યું. ૬પા
પોતાના સૈન્યને ભંગાતુ દેખી વિજયસેન રાજા ધનુષનું આસ્ફાલન-ટંકાર કરી હુંકારો કરતો એકાએક ઊભો થયો //૬૬ll.
તેના બાણના પ્રહારથી હણાયેલા ચંડપુત્રના સુભટો ભાગ્યા. તેઓને ભગ્ન થયેલા દેખી અમર્ષથી ચંડપુત્ર પણ ધનુષ ચડાવી વિજયસેનરાજાની સામે આવીને ભીડાયો. દેવોને સંતોષ કરાવનાર એવું યુદ્ધ બન્ને વચ્ચે ચાલ્યું. એ પ્રમાણે ભારે યુદ્ધ ચાલતા વિજયસેનરાજાએ હાથની ચાતુરીથી વશ કરીને ચંડપુત્ર રાજાને બાંધી લીધો. ૬૯માં
તે બંધાઈ જતા નાયક વિનાનું સૈન્ય વિજયસેન રાજાના શરણે આવ્યું,તે રાજા પણ બધાને