________________
ચંડપુત્ર કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ શતપત્રકમળ, જાતિ-જુઈ, નીલકમલ, કુંદ, મુચકુંદ વગેરે પુષ્પો દ્વારા વિવિધ જાતની રચનાથી જિનેશ્વરની પૂજા કરેલી છે. કાલાગ, ઘનસાર કપૂર નીખ૩ર-માછલાના મુખમાંથી નીકળતો સુગંધી પદાર્થ, હરણની કસ્તુરી વગેરેથી તૈયાર કરેલ ઉત્તમ જાતિના ધૂપ બળવાથી નીકળી રહેલી ગંધથી જેની દિશાઓ સુવાસિત બનેલી છે. કદી
સુગંધીદાર શાલિ-ડાંગર-અક્ષતથી સુસ્પષ્ટ અલગ અલગ આઠમંગલ આળેખેલા છે. પરિપક્વ સ્વાદિષ્ટ ફળ સમૂહથી ભરેલા અનેક પાત્રો ત્યાં ચારે બાજુ ગોઠવાયેલાં છે, Il૩ણા
ઉત્તમ જાતિના તૈલપૂર્ણ ભરેલી વાટનો મંગલદીવો જેમાં પ્રગટાવવામાં આવ્યો છે. જેમાં મણિકનકના પાત્રો ઉત્કટ-ઉત્તમ ગંધવાળા ઘી અને જળના પૂરથી પરિપૂર્ણ ભરેલા પડ્યા છે. ૩૮
આ પ્રમાણે અનેક રીતે જિનેશ્વરોની પૂજા કરવામાં આવી છે એવું શેઠનું ઘર દેખી અને સુંદર ધર્મમાં રક્ત પરિવારયુક્ત શેઠને દેખે છે. ૩લા.
કોઈ દેવને વાંદે છે, કોઈ વિવિધ સ્તોત્રોવડે સ્તુતિકરે છે, કોઈ ઉપયોગવાળો બની પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે છે. એ૪વા
સ્ફટિક અક્ષમાલા – રુદ્રાક્ષની માળા ઉપર જેનો હાથ વ્યગ્ર-લીન છે એવો કોઈ નવકાર ગણે છે, કોઈ પૌષધમાં પરાયણ છે. કોઈ વળી સામાયિકમાં રહેલ છે. ૪૧
એ પ્રમાણે અનેક પ્રકારના જૈન ધર્મના અનુષ્ઠાનમાં જોડાયેલ આખાયે તે શેઠના ઘરને દેખી તે શાંતિમતી ઘણી જ હરખાઈ. I૪રા
તે વિચારે છે “આમનામાંથી ક્યા કુમારને હું વરું?” એમ વિચાર કરતી તે શેઠના નાના છોકરા જિનદત્તને દેખે છે. II૪૩
યોગમુદ્રા કરીને તે પ્રતિમાની આગળ બેસેલો છે, કોયલ જેવા મધુર કોમલ સ્વરથી વિવિધ સ્તવનોને જે ગાઈ રહ્યો છે. કામદેવ સમાન રૂપાળા તેને દેખી ખુશ થયેલી શાંતિમતિ વિચારે છે > “આને છોડી નિયમથી અન્યને હું ભરતાર નહીં બનાવું”. I૪પા
એ પ્રમાણે નિશ્ચય કરી મારું કાજ સિદ્ધ થવાની અણી ઉપર છે એમ માની ધાવમાતાની . સાથે ચાલીને પોતાના મહેલમાં પહોંચી ગઈ. ૪૬
એ ત્યારે બીજા દિવસે શાંતિમતિએ રાજાને કહ્યું “હે તાત ! તે સ્વયંવર વરવા દ્વારા મારા ઉપર મહેરબાની કરો. તમારી સાથે પરિવારને) મોકલો, જેથી સ્વેચ્છાએ નગરમધ્યે મનમગતા વરને હું ગ્રહણ કરું. રાજાએ કહ્યું “હે પુત્રિ ! તને જે ગમે તેમ કરે. ત્યારે કંચુકી, “કૂબડો વામન, દેશ વિદેશના નોકરચાકરના સમૂહથી પરિવરેલી રાજકુમારી ઘેર ઘેર રાજપુત્રાદિ (જેવા) કુમારોને જોતી જિનપાલ શેઠના ઘેર પહોંચી, અને જિનદત્તને જોયો.ત્યારે પરાગ, ગંધદ્રવ્યના ચૂર્ણમાં લોલુપ અને મુગ્ધ મનોહર-મોહજનક ભમરાનું ગણ ગણાટ - રણ રણાટ ના શબ્દથી દિશામાર્ગને લિપતી - વ્યાપ્ત કરતી એવી શ્રેષ્ઠમાલાને લઇને હાજર થઈ, ત્યારે મહામિથ્યાત્વથી ઘેરાયેલ રાજા અને રાણીના દર્શનથી જેને ભારે ડર લાગેલ છે એવા શેઠે આ પણ તેઓની છોકરી છે માટે આ પણ તેવી હશે એમ માનતા કહ્યું કે “હે બેટી ! તું રાજકુમારી છે, આ મારો પુત્ર વણિકપુત્ર છે, તેથી હંસી અને કાગડાનો સંબંધ ના શોભે, તેથી અન્ય કોઈ રાજપુત્ર વગેરે જે કલાકુશલ, રૂપજોવનથી સુંદર એવા કુમારને વર'. ત્યારે તે બોલી “હે તાત ! મારા પિતાએ મને સ્વયંવર આપ્યો છે, તેથી