________________
८६
ચંડપુત્ર કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ સમકિત અને જ્ઞાનથી યુક્ત, પાંચ અણુવ્રત અને ગુણવ્રતથી સંપન્ન, જિન સાધુના ચરણ કમલમાં ભ્રમરની જેમ લટુંબની સેવારત રહેનારો દીન-હીનને દાન આપવામાં પરાયણ. I૧૦.
સાધર્મિક ભક્તિ કરવામાં (અજોડ) પૂર્ણ ભરેલ, નિર્મલ મનવાળો, જીવાદિપદાર્થને જાણનાર, ઘણું શું કહીએ તે સર્વગુણનું સ્થાન છે. ૧૧
અને તેને યશોમતિ નામની સ્ત્રી છે. તેને પોતાના જેવા ગુણવાળા ચાર છોકરા થયા, જેઓ આ નામોથી પ્રસિદ્ધ થયા, જિનદેવ, જિનચંદ્ર, • જિનેશ્વર, જિનદત્ત, સર્વકલા અને આગમમાં હોશિયાર, બધાયે જિનેન્દ્રના ધર્મમાં પરાયણ છે. (૧૩
હવે તે ચંડપુત્ર પણ જિનવરધર્મનો ઘણો જ વિરોધી હતો, જિનવરના દેરાસરમાં યાત્રાદિને કરે તે તેને ગમતું નથી. ૧૪
(એ પ્રમાણે) એથી બધા જ માણસો જિનધર્મના વિરોધી બન્યા અને મદિરા-માંસમાં લોલુપ બન્યા. આ કહેવત સાચી જ છે – કે “જેવો રાજા તેવી પ્રજા.” મેનપા
ત્યારે તે જિનપાલશેઠે રાજાને કહ્યું કે હે દેવ ! તમે આવી અયુક્ત ચેષ્ટા કરો છે તે બરાબર નથી. અને વળી...
બીજાના પ્રાણને લઈને જે પોતાને પ્રાણવાનું કરે છે, તે થોડા દિવસો માટે આત્માનો નાશ કરે છે. /૧૬ll
જે લોકો ખોટું બોલે છે, તેઓ અન્ય ભવમાં હે નરનાથ ! આંધળા, જડ, મૂંગા,-વચન વગરના, દુર્ગધ-વાસ મારે તેવા મોંઢાવાળા થાય છે. તેના
તથા જે વળી પર ધનના લાલચુ જીવો ચોરી કરે છે. તેઓને આવતા ભવમાં કોળિયો માત્ર પણ પ્રાપ્ત થતું નથી. ૧૮મી
મોહાંધ માણસો પરનારીને ભોગવે છે, તેઓ અધમ માણસ જ છે, તેઓ મરીને દુઃખથી ભરપૂર નપુંસક થાય છે. |૧૯ાા
જેઓ મોટા વિશાળ પરિગ્રહ-આરંભમાં આસક્ત રહે છે. તેઓ દુર્ગતિગમન વગેરે અનેક જાતના પ્રતિકૂળ દુઃખોને પામે છે. જેના
અથવા આ બધાનું ફળ ભયંકર નરક છે. તેથી આ બધા પાપDોનોને છોડો. ૨૧
હે રાજન ! તેવા પ્રમાદને કરતા ઘોર અંધકારમય નરકમાં પડશો મા ! તેથી ધર્મમાં ઉદ્યમ કરો, અને જિનવચનમાં આદર કરો રરો
સમસ્ત હિત સુખને કરનાર એવા મુનિવર્ગને નિંદો નહીં, તેઓની નિંદાથી જીવો સંસાર વનમાં ભટકે છે. ૨૩
તેથી તે સ્વામી ! ધર્મમાં બુદ્ધિ કરો, આત્માના વેરી ન થાઓ. જિનધર્મના પ્રભાવથી બધી જ ઋદ્ધિઓ થાય છે. ૨૪
શેઠે આ પ્રમાણે સમજાવવા છતાં મિથ્યાત્વમોહથી અંધ બનેલ તે રાજા ધર્મમાં પણ દ્વેષ કરે છે. |રપી.
એ પ્રમાણે રાજાને આવો ભયંકર પી જાણીને જિનપાલ શ્રાવક યાત્રાદિઉત્સવ જાહેરમાં કરતો