________________
८४
મૂળશુદ્ધિ ભાગ-૨ જુગુપ્સાપાત્ર બન્યા, તેથી પ્રમાદ છોડી વ્રત સ્વીકાર. (૧૭૦)
આ પ્રમાણે આ બધું યાદ કરતા હે રાજન્ ! પ્રમાદના લેશ માત્રને છોડી, મુનિ ભગવંતોએ આચરેલ, જિનેશ્વર પ્રભુએ ફરમાવેલ દીક્ષાને ગ્રહણ કર. (૧૭૧)
એમ કહેવા છતાં રાજા કહેવા લાગ્યો ભગવન્! હું બધુંયે જાણું છું, પરંતુ સાંસારિક સુખ આપનારા ભોગોને છોડવા હું સમર્થ નથી. (૧૭૨)
ત્યારે ચિત્ર મુનિ બોલ્યા “તે વખતે તે અશુભ નિદાન કરેલ, તેનો હે રાજન્ ! આવો ફળ વિપાક થયો, (૧૭૩).
તેથી અત્યારે હું જાઉં છું (ભાઈના) મોહથી મેં આમ કહ્યું, એમ બોલી તે ચિત્રમુનિ ઉગ્રવિહાર કરતા ત્યાંથી નીકળી ગયા. (૧૭૪)
સંલેખના દ્વારા દેહ સૂકવીને, સમસ્ત કર્મોનો નાશ કરી, કેવલજ્ઞાન ઉત્પન્ન કરી શાશ્વત સ્થાનને પામ્યા. (૧૭૫)
પ્રમાદને વશ બનેલ તે બ્રહ્મદત્ત ચક્રીને પણ રાજયસુખને અનુભવતા સાતસો વર્ષ થયા. છેલ્લે સમયે એક બ્રાહ્મણે પ્રાર્થના કરી કે મને તમારી ખીરનું ભોજન આપો. રાજાએ કહ્યું “રે ભદ્ર ! મને અને મારી સ્ત્રીરત્નને મૂકી અન્ય કોઈ આને પચાવવા સમર્થ નથી, કારણ કે તે પરિણત થયે છતે ભારે કામનો ઉન્માદ પેદા થાય છે. બ્રાહ્મણે કહ્યું ચક્રી થઈને કોળિયામાત્રના દાન માટે પણ કંજુસાઈના કારણે આટલો બધો વિચાર કરો છો. ત્યારે રોષે ભરાયેલ રાજાએ ઇચ્છા મુજબ તેને જમાડી મોટો થાળ ભરી એના પરિવારવાળાને ખાવા માટે આપી. કુટુંબીજનોએ પણ તે ખાધી, રાત્રે તે ખીર પરિણામ પામતા મા-બહેન-પુત્રવધુના ભેદને ગયા-ગણકાર્યા વિના બધી જ અયોગ્ય ચેષ્ટા કરી, જેથી ફજેતી થઈ. સવારે ખીરનો પાવર-ઉન્માદ ઉતરતા બાહ્મણે વિચાર કર્યો હત !
ખેદની વાત છે, અકારણવેરી આ રાજાએ શા માટે મને હેરાન કર્યો. તેથી આનો કંઈક અપકાર કરું' એમ વિચારી નગરથી બહાર નીકળ્યો. વડની છાયામાં સુતેલા એક ભરવાડને જોયો અને તે સુતો સુતો ઇચ્છા પ્રમાણે વિંડીઓ દ્વારા વડના પાંદડામાં કાણા પાડી રહ્યો હતો. તેવા પ્રકારના તે બાલકને જોઈ બ્રાહ્મણે ઉપચાર કરી પૈસા-ટકા આપી ખુશ કરીને કહ્યું કે “બજાર વચ્ચે હાથી ઉપર બેસેલ આવા પ્રકારની ઋદ્ધિ સાથે આવી રહ્યો હોય, તેની બે આંખોને બે ગોળી નાંખવા દ્વારા તું ફોડી આપ”, તેને પણ તેમ કર્યું. પકડીને કૂટતા તેણે કહ્યું મારી પાસે બ્રાહ્મણે કરાવ્યું છે. ત્યારે રોષે ભરાઈ રાજાએ બ્રાહ્મણોની આંખો ઉખડાવી, થાળ ભરાવી હાથથી મસળે છે, મસળતો સુખ અનુભવે છે. એમ દરરોજ જયારે રાજા કરાવે છે, ત્યારે મંત્રીઓએ કરુણાકરી ગુંદાફળના થાળ ભરી આપે છે. તેને પણ તેવી જ જીવતી આંખની ભાવનાથી મસળે છે. એ પ્રમાણે રૌદ્ર પરિણામવાળો મરીને નીચે સાતમી નરકમાં ઉપન્યો.
| | બ્રહ્મદત્ત કથા સમાપ્ત ૩૮ અત્યારે આદિ શબ્દથી ગ્રહણ કરાયેલ ચંડપુત્રની કથા કહે છે...