________________
૮૨
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
તેવા પ્રકારના નિરાધાર પોતાના સૈન્યને નાશ થતુ દેખીને રે રે ! મારી આગળ ઉભો રહે એમ બોલતો દીર્ઘરાજા સંમુખ આવ્યો અને તેને દેખી લાંબા કાળ સુધી એકઠો કરી રાખેલો જેનો ક્રોધાનલ ભડકે બળી રહ્યો છે એવો બ્રહ્મદત્ત બોલ્યો કે
અમે દૂર હતા ત્યાં સુધી આ મારા પિતાના રાજયને તે ભોગવ્યું. અત્યારે આ છોડીને જતો રહે તો હે રાજન ! તને હું મુક્ત કરી દઉં છું.” (૧૫૩)
ત્યારે દીર્ઘરાજા બોલ્યો... વાણિયા અને બ્રાહ્મણની વૃત્તિ કુળક્રમથી આવનારી હોય છે, પરંતુ પૃથ્વી કાંઈ વારસાગત રાજપુત્રોની નહીં, તે તો વિક્રમભોગ્ય (વીરભોગ્યા) છે. તે સામ પ્રકારથી - સમજાવવા માત્રથી કેવી રીતે મૂકી દેવાય ? (૧૫૪).
અને આ સાંભલી કોપાનલની જવાલાથી ભયંકર બનેલ મુખમંડલવાળા બ્રહ્મદત્ત બાણવર્ષાથી દિઈને ઢાંકી દીધો. દીર્થે પણ અર્ધચંદ્ર નામના હથિયારવડે તેનું નિવારણ કરી કુમાર ઉપર બમણા બાણો નાંખ્યાં. કુમારે તેઓને અડધા માર્ગે જ છેદી નાંખ્યા. એ પ્રમાણે પરસ્પર શસ્ત્ર નિવારણ દ્વારા યુદ્ધ કરતા હતા ત્યારે તક મેળવીને ઘોડા-સારથી સાથે દીર્ઘરાજાને સોળ બોણોથી વીંધી નાંખ્યો, તેથી રોષે ભરાઈને દીર્ઘરાજાએ કુત- બર્ફી, ભાલા, બરછી, વાવલ, સબ્બલ-શસ્ત્રવિશેષ વગેરે અગણિત શસ્ત્રસમૂહ સામે નાંખ્યો. તે દેખી બ્રહ્મદત્તના અધિષ્ઠાયક દેવોએ “આ બીજા શસ્ત્રોથી વારી શકાય એમ નથી” એમ માની કુમારના હાથમાં ચક્ર આપ્યું.
અને વળી... ઊંચે જતી ભડભડ થતી આગની જવાલાથી ગગનના અંતરાલને કવલિતગ્રસિત કરનારા તે ચક્રને બ્રહ્મદત્તે દીર્ઘરાજાના વધ માટે છોડ્યું. (૧૫૫).
શસ્ત્રસમૂહનું નિવારણ કરી તે ચકે દીર્ઘરાજાનું માથું વાઢી નાંખ્યું (દેવતાઓએ આકાશવાણી કરી કે) શ્રી બ્રહ્મદત્તનામનો બારમો ચક્રી જય પામો. (૧૫૬)
ત્યાર પછી મોટા ઠાઠ-માઠથી કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. પૂર્વના ચક્રવર્તીઓની પેઠે ભરતના છએ ખંડ સાધ્યા. બાર વર્ષ સુધી રાજયાભિષેક ચાલ્યો. ત્યારે ૬૪,૦૦૦ રાણીઓની વચ્ચે રહેલ પૂર્વ નિદાનથી સ્ત્રીરત્નને મેળવ્યું અને ચક્રવર્તી સંબંધી ઉદાર ભોગોને ભોગવવા લાગ્યો.
એક દિવસ નાટકનો ક્રીડારસ ચાલી રહ્યો હતો ત્યારે કરંડીયો ઉઘાડીને એક દાસીએ અનેક પોપટ મેના સારિકા સારસપંખી-કોયલ વગેરેના કલ્પનાચિત્રનો એક ગુલદસ્તો રાજાને આપ્યો, તે દેખીને રાજા વિચારવા લાગ્યો કે “હું માનું છું કે આવું મેં પૂર્વે ક્યાંય દેખેલું છે.” એ પ્રમાણે ઉહાપોહના માર્ગથી ગવેષણા કરતા પૂર્વના પાંચ જન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું. દેવલોકમાં આવું મેં પહેલા દેખેલું છે, એથી હૃદયમાં આઘાત લાગ્યો અને મૂચ્છવલથી સિંહાસન ઉપરથી પડી ગયો. પરિવારે પવન નાંખવા દ્વારા આશ્વાસન આપ્યું અને સ્વસ્થ બન્યો. ત્યારે વિચારવા લાગ્યો “અહો ! આ મોટી ઋદ્ધિને શું કરવાની જો ભાઈ ન મળે ? તેથી તેને જાણવાનો ઉપાય વિચારું', એમ વિચારણા કરતા આ અડધા શ્લોકનો આશ્રય લીધો.
“અશ્વ દાસ, હરણ, હંસ, ચંડાલ, દેવ આવા સાથોસાથ ભવ કર્યા”, જે કોઈ આ અડધા શ્લોકને પૂર્ણ કરી આપશે તેને અડધું રાજ-પાટ આપીશ. તે લોભથી બધા જ લોકો આ શ્લોક બોલવા લાગ્યા.