________________
૮૦ બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ લાગ્યા. એ અરસામાં તપનીય સુવર્ણ પૂંજ જેવી ઉજ્જવલ કાંતિવાળી પોતાની દેહશોભાથી દેવાંગનાઓને હરાવનારી, ભયના અતિરેકથી સાથળ કંપાયમાન થતા જેની ચાલ ધીમી પડી ગઈ છે, સંભ્રમથી જેના ચપલ નયન યુગલ ઉત્ક્રાંત-ખિન્ન થઈ ગયા છે. “મને શરણ ક્યાંથી મળશે”? એમ શરણ માંગતી એવી એક ઉત્તમ યૌવનવાળી કન્યા હાથીની નજરમાં આવી અને હાથી તેની સામે દોડ્યો. હાથીએ ઢીલા બંધને પકડી ત્યારે તેના પરિવારે બૂમ પાડી, હાહાકાર ફેલાણો. એ અરસામાં કુમારે હાથીને પડકાર્યો-લલકાર્યો, તે કન્યાને મૂકી હાથી કુમાર સામે ચાલ્યો. ત્યારે હસ્તીશિક્ષાના પ્રયોગથી ફટકારીને-થપથપાવીને ગળાના ભાગે લટકયો અને કુંભસ્થલ ઉપર આસન બાંધીને બેસી ગયો. હાથથી થાપડવા દ્વારા અને અંકુશથી તાડન કરવા દ્વારા રાજહાથીને વશમાં લાવી દીધો. એ વખતે સાધુવાદ ઉચ્છળ્યો “કુમાર જય પામો જય પામો” એવા ભાટ ચારણના શબ્દો ફેલાવા લાગ્યા. કુમાર હાથીને આલાનખંભે લઈ ગયો. હસ્તીપતિ-મહાવતને સોંપ્યો. તેટલામાં તે સ્થળે રાજા આવ્યો. સમસ્ત સઘળાં લક્ષણોયુક્ત કુમારને જોઈ, બીજાની તોલે ન આવે એવી કુમારની ચેષ્ટાથી વિસ્મય પામીને રાજા બોલ્યો આ મહાનુભાવ કોણ છે ?
ત્યારે વરધનુએ કહ્યું....
નહીં કહેવા છતાં પણ મહાનુભાવોનાં ચરિત્રો (તેના) કુલને બતાવે છે, શું કેતકી પોતાની સુગંધ ભમરાઓને કહેવા જાય છે ? (૧૪૧).
આ અવસરે ચુલ્લપિતા(કાકા)એ રત્નપતીને બધી બિના કહી સંભળાવી.ત્યારે રાજાએ કહ્યું સિંહના બચ્ચાને છોડી બીજો કોણ મદોન્મત્ત હાથીને વારી શકે ? તેથી તે સારું કર્યું કે તું અહીં આવ્યો. પોતાનું “આ તારું જ ઘર છે.” એમ કહીં મોટા ઠાઠમાઠથી પોતાની દીકરી પરણાવી એમ સુખથી તેઓ રહેતા હતા, ત્યારે એક દિવસ પરિણત ઉંમરવાળી સ્ત્રી આવી, તેણે કહ્યું છે કુમાર ! અહીં વૈશ્રમણ સાર્થવાહની દીકરી શ્રીકાંતા છે, જેને તમે હાથીના ભયથી મુકાવી. તેનું મેં નાનપણથી પાલન કર્યું છે, હાથીના ભયથી છુટેલી-છોડાવેલી તેણીએ “આ પ્રાણદાયક છે” એમ માની તને સર્વાગ-નખશિખે દેખ્યો. તેથી ત્યારથી માંડી સર્વ ઇંદ્રિયોના વ્યાપાર જેણીએ છોડી દીધા, પ્રવરયોગીની જેમ નિશ્ચલ અને નિસ્પંદનવાળી મૌન ધારણ કરી બેઠી છે. સખીઓ બોલાવે છે છતાં કશુંએ બોલતી નથી. ત્યારે મેં અનેક ઢબથી વચન પ્રયોગ કરીને બોલાવી, છતાં પણ ન બોલી ત્યારે મેં કહ્યું જો તું આવા પ્રકારની ઝુઠી અશિષ્ટ છે તો તારી પાસે રહેવાનો શો મતલબ ? એમ બોલતી ઊભી થઈ ત્યારે વિલક્ષણ હાસ્ય કરી તે બોલી તારી આગળ કશું અકથનીય નથી. પરંતુ અહીં શરમ નડે છે. જે વળી સત્ય છે કે “જેણે મને હાથીના ખળભળાટ-ભયથી છોડાવી, તે જો મારો ભરતાર ન થાય તો પ્રાણ ધારવા શક્ય નથી” એ ચોક્કસ છે. મેં આ વાત તેના પિતાશ્રીને કરી. તેમણે મને તમારી પાસે મોકલી. તેથી તેને શરણ આપો. કુમારે પણ તેના વચન સ્વીકારી મોટા આડંબરથી તેને પરણ્યો. સુષેણ મંત્રીએ વરધનુને પોતાની દીકરી આપીને વિવાહ મંગલ કર્યું. ત્યારે ત્યાં વિચિત્ર ક્રીડામાં તત્પર બનેલા તેઓની ચારે બાજુ પ્રસિદ્ધિ ફેલાણી. દીર્ઘરાજાએ મગધાધિપતિ ઉપર દૂત મોકલ્યો કે બ્રહ્મદત્ત અને વરધનુને અમારા હવાલે કરો. મગધાધિપે દૂતની વાત સ્વીકારી લીધી, ફરી બ્રહ્મદર વરધનૂની સાથે મંત્રણા કરવા લાગ્યો. હવે શું કરશું ? ત્યારે