________________
૭૯
મૂળશુદ્ધિ ભાગ-૨ કુલ-શીલ, મા-બાપ ભાઈ બહેન વગેરેને ઘાસ જેવા માની છોડી દીધા. (૧૩૮) | મહેરબાની કરી તું પાછો વળ, અપુણ્યશાળી એવી મારા ઉપર શા માટે કોપાયમાન થયા છો ? જો કદાચ મેં કોઈ ગુનો કર્યો હોય તો તમારે માફ કરવો જઇએ.” ૧૩
એમ રડતી દેખીને “મેં પૂછ્યું કે પુત્રી ! તું કોણ છે ? શા માટે રડે છે ? ત્યારે ક્યાં જવું છે !' ત્યારે તે થોડું બોલી એટલામાં મેં તેને ઓળખીને કહ્યું કે “તું તો મારી જ દોહિત્રી છે.”
તેના કથનથી તેની (રામ કહાણી) વૃત્તાંતને જાણીને મેં તેના ચુલ્લપિતાને (કાકાને) કહ્યું. તેમણે પણ વિશેષ આદરપૂર્વક પોતાના ઘેર બોલાવી દીધી, તમને ઘણા શોધ્યા, પણ ક્યાંય પણ ન જડ્યા. તેથી અત્યારે પણ સારું થયું કે તમે આવી ગયા. એમ કહી (કુમારને) તેના પોતાના ઘેર લઈ ગયો. સર્વ આદર સત્કારપૂર્વક રત્નાવતીની સાથે વિવાહ થયો. તેની સાથે વિષયસુખ અનુભવતો ત્યાં રહ્યો. એક દિવસ વરધનુના મરણનૃત્ય નિમિત્તે “કંઈ દાન કરવું જોઈએ,” એમ માની બ્રાહ્મણોને ભોજન આપ્યું. બ્રાહ્મણો ભોજન કરે છે, તેટલામાં ખુદ વરધનુજ બ્રાહ્મણ વેશ સજી ભોજન કરવા આવ્યો. અને કહેવા લાગ્યો-કે તે ભોજયકારીને કહો કે જો મને ભોજન આપશો તો પરલોકના પંથે સીધાવેલા તે આત્માના વદન-પેટમાં પહોંચી જશે. તે માણસોએ બ્રહ્મદત્તને પાસે આવીને કહ્યું, તે ઉતાવળા પગે બહાર નીકળ્યો. (વરધનુને) ઓળખીને હર્ષના અતિશયથી રોમરાજીના વિકાસપૂર્વક ભેટી પડ્યા અને હવેલીમાં પ્રવેશ કર્યો. જે અવસ્થાને મનથી માની પણ ન શકાય તેવી અવસ્થાને (આનંદની ઘડીને) અનુભવતા બે ઘડી રહ્યા. સ્નાન ભોજન પતાવ્યા પછી કુમારે વરધનુને પૂછ્યું. તે પોતાની બિના કહેવા લાગ્યો કે....
“તે રાત્રીમાં તમે જયારે સુતેલા હતા ત્યારે ચોરો સામે ભિટકાયા, ભીંતના ઓઠે રહેલા એક ચોરે એક બાણ મને માર્યું. પ્રહારની વેદનાના વશે હું જમીન ઉપર ઢળી પડ્યો, વિધ્વના - વિયોગના ડરથી મેં તમને ન કહ્યું. તેની વચ્ચેથી રથ નીકળી ગયો. હું પણ ઘણા જ ગીચ ઝાડોના વચ્ચે રહેલા માર્ગથી ધીરે ધીરે આગળ સરકતો કેમે કરીને જે ગામમાં તમે રહેલા હતા ત્યાં પહોંચ્યો. તે ગામના મુખીએ તમારી માહિતી આપી. મને હૃદયમાં અનેરો આનંદ પેદા થયો અને અહીં આવ્યો. ઘા રુઝાઈ ગયો છે. ખાવાના બહાને અહીં આવ્યો, તેટલામાં તમે દેખાણા.” એ પ્રમાણે આનંદથી વાતો કરતા અત્યંત અનુરાગવાળા તેઓના દિવસો જઈ રહ્યા છે. બીજા દિવસે તેઓએ વિચારણા કરી કે કેટલા કાળ સુધી આમ પુરુષકાર-પુરુષાર્થને મૂકીને બેસી રહેવાનું ? કહ્યું છે...
આપત્તિની ખાઈમાં પડેલા પણ સત્પષનો વ્યાપાર-પુરુષાર્થ ઉંચો ચાલતો રહે છે. પ્રયત્ન વગરના માણસને લક્ષ્મી પણ ઇચ્છતી નથી.
એમ વિચારતા અને બહાર નીકળવા તેઓનું મન ઉત્સુક થયું ત્યારે સમસ્ત જનસમાજને ઉન્માદ પેદા કરનારો વસંતકાળ આવ્યો. ત્યાં ક્રીડારસથી ભરપૂર મદનમહોત્સવ-કામદેવનો ઉત્સવ શરૂ થયો. ત્યારે એકાએક જેણે પોતાની સૂંઢથી હલાવીને ઊંધે મુખે મહાવતને નીચે પટક્યો અને અત્યંત તોડી નાંખેલી વિશાલ એવી પગે બાંધવાની સાંકળથી જેના પગ વાંકા વળી રહ્યા છે, એવો રાજહસ્તી મદને પરવશ બની આલાનખંભને ઉખેડી રાજભવનથી નીકળી ગયો ત્યારે ચારે બાજુ હાહારવ ફેલાણો. અરુચિકર પીડાકારક બુમાબુમકરતા રમતો છોડીને લોકો ભાગંભાગ કરવા