________________
૭૮
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
નથી થતું ?” (૧૩૧)
સમગ્ર ઇંદ્રિયોના અર્થ-વિષયથી જન્ય સમસ્ત સુખો કોને હોય? અર્થાત્ પોતાના કર્મના અનુભાવ-પ્રભાવથી મનુષ્યને તે થતા નથી. (૧૩૨)
અત્યંત સ્નેહ નિર્ભરને પરવશ એવી આસક્તિથી ઉત્પન્ન થયેલ સ્નેહ પ્રસારવાળા એવા કોને ભાગ્યવશથી ઈષ્ટ વિયોગો નથી થતા ? (૧૩૩).
એ પ્રમાણે અસાર સંસારના કારણને જાણીને હે સુંદરીઓ શોકને શિથિલ-ઢીલો કરો. આવું તો બધાં પ્રાણીને સુલભ હોય જ છે. (૧૩૪).
તેથી તમે શોકને ત્યજી “જે મુનીવચન તમે મને કહ્યાં તેને યાદ કરીને આર્યપુત્રને સ્વીકારો. તે સાંભળી પ્રાપ્ત અનુરાગના પ્રસારવાળી અમે તેની વાત સ્વીકારી લીધી પરંતુ અતિરભાસને પરવશ થઈ= ઉતાવળના-ધાંધલના કારણે તેણીએ બીજી જ સંકેત પતાકા ચલાવી. ત્યારથી માંડી અનેક સ્થાનોમાં પણ તમને શોધ્યા, પરંતુ દેખાયા નહીં. આજે પણ વળી નહીં વિચારેલ સોનાની વૃષ્ટિની જેમ તમારી સાથે દર્શન થયું. તેથી મહાભાગ ! પુષ્પવતીના વ્યતિકરને = બનાવને યાદ કરીને અમારી સાથે વિવાહ કરવા દ્વારા મહેરબાની કરો. તેથી ગાંધર્વ વિવાહની વિધિ દ્વારા વિવાહ કરીને ત્યાં જ તેઓની સાથે સૂતો. સવારના સમયે કુમારે તેઓને એ પ્રમાણે કહ્યું કે “ત્યાં સુધી તમે પુષ્પવતી પાસે જાઓ અને તેની સાથે રહો જ્યાં સુધી મને રાજય મળે” “એ પ્રમાણે જ કરીશું” એમ કહીને તેઓ ગઈ. તેઓ ગયે છતે જેટલામાં આજુબાજુમાં જુએ છે, તેટલામાં તે ધવલઘર નથી, નથી તે પરિવાર, તેણે વિચાર્યુ આ તો વિદ્યાધરીની માયા છે. નહીંતર આ ઇંદ્રજાલનો વિભ્રમ કેવી રીતે થાય. તેઓનો આ વિલાસ છે. ત્યારે રનીવતી યાદ આવી. તેને શોધવા માટે આશ્રમ તરફ ગયો, તેટલામાં ત્યાં નથી રનવતી કે નથી બીજું કોઈ, તેથી કોને પુછવું ? એમ વિચારી મહેલ વગેરે જોયા. પણ કંઈ દેખાયું નહીં. આ અવસરે શોક ફેલાવા લાગ્યો. રણણિક આવાજ-હૃદયના ધબકારા વધ્યા અરતિ ફેલાણી. અહો ! વિષમદશામાં પડેલા મને રત્નાવતીના વિયોગનું દુ:ખ તેટલી પીડા કરતું નથી (તથી વધારે) તેટલી પીડા વરધનુનું મરણ કરે છે.
કહ્યું છે... પત્નીના વિયોગનાદુ:ખને પૃથ્વી-રાજયની પ્રાપ્તિ નાશ કરી શકતી નથી. પરંતુ રાજપાટ હાથમાંથી જતું રહેવાથી જે દુઃખ થાય તેને સુમિત્રની પ્રાપ્તિ નાશ કરી દે છે. (૧૩૫)
એમ ચિંતાના ચગડોળે ચડેલા તેની પાસે એક ભદ્ર આકૃતિવાળો પ્રૌઢ વયવાળો માણસ આવ્યો.કુમારે તેને પૂછપરછ કરી કે “હે મહાભાગ ! આવા આવા પ્રકારના રૂપશણગાર સજેલી સુંદર કોટીની એક નારી ગઈ કાલે કે આજે શું તમે જોઈ નથી ?' તેણે જવાબ આપ્યો. “હે પુત્ર? શું તમે રત્નાવતીના ભરથાર છો ? કુમારે હા કહી, પેલો બોલ્યો કાલે દિવસના છેલ્લા પહોરે કરુણ લાંબા નિસાસા મુકવા પૂર્વક રડતી એક સુંદરી સાંભળી હતી. તેના વિલાપનું વર્ણન :
હા ! સ્વામીનાથ ! અનાથ એવી મને એકલીને મૂકી આપ ક્યાં ચાલ્યા ગયા? હે પ્રિયતમ! સ્વજન-જન વગરની આપના ઉપર રુચિવાળી મનોહર મને કારણ વિના મૂકીને ક્યાં ગયા? (૧૩૬) - હે પ્રિયતમ ! હે પિયુ ! તારા વિયોગમાં ભયને ફેલાવનારો દુઃસહશોક ભૂત પિશાચની જેમ હે નરનાથ ! છિદ્ર દેખીને અધિક ઉપજે છે. તારા માટે સખીયોને, સ્વજનને, પરિજન-પરિવારને