________________
૨ ૪
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ ભક્ષણ કરે છે (૧૩)
ત્યારે તેણે માન્યું કે જેવો આ છે તેવા તે જિન પણ હશે, એ પણ આમ જ બોલશે તેથી અહીં વિચાર કરવો યોગ્ય નથી – વિચારવા યોગ્ય બાબત નથી-ધ્યાન દેવું જરૂરી નથી લાગતું. (૧૪)
અથવા મોહરહિત જિન એમ બોલે નહિ તેથી આનાથી શું? તે જિનેશ્વરની પાસે જાઉ (૧૫)
સર્વ દુ:ખથી મુકાવનારી દીક્ષાની હું પ્રશંસા કરું છું. એમ વિચારીને જિનેશ્વર છે ત્યાં જાય છે, ત્યાં જિનેશ્વરને જુએ છે. તથા (દીક્ષા લે છે, છતાં પણ આ સંવિગ્ન - સંવેગ પામેલો મંદબુદ્ધિવાળો ઈશ્વર નામનો ગૃહસ્થ ગણધર પાસે દીક્ષા સ્વીકારે છે. ત્રણ લોકના અજોડ બાંધવ એવા જિનેશ્વર નિર્વાણ પામ્ય છતે ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા દેવ દાનવોની મધ્યે બિરાજમાન ગણધર ભગવંત જિનેશ્વરે ભાખેલા સૂત્રાર્થને જયારે વર્ણવી રહ્યા છે ત્યારે તે વ્યાખ્યાનમાં આ આલાવો આવ્યો. (=અર્થ વિશિષ્ટને બતાવતો પેરો) (૧૬, ૧૭, ૧૮, ૧૯).
પૃથ્વીકાયના એક જીવની પણ જે વિરાધના કરે છે તે નિશ્ચયથી વીતરાગના શાસનમાં અસંયત કહ્યો છે. (૨૦)
તેથી ઈશ્વર પણ વિચારવા લાગ્યો કે સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વત્ર ઉદ્ભવે છે=વિદ્યમાન હોય છે - પીડાય છે. તેઓનું રક્ષણ કરવા કોણ સમર્થ છે ? (૨૧)
સર્વલોક સમક્ષ આ બાબતમાં આ અશ્રદ્ધેય વ્યાખ્યાન કરતો આ મહાત્મા પોતાની હલકાઈ - લઘુતા કરે છે. એ પ્રમાણે અત્યંત દુષ્કર વ્યાખ્યાન કરનારને માત્ર કંઠશોષ થાય છે, આવું કોણ પાળી શકે છે ? (૨૩)
તેથી આવા ચારિત્રભાવને મૂકીને કોઈક મધ્યમ માર્ગની વ્યાખ્યા આ યતિ કરશે તો લોકો રાજી થશે. (૨૪) હા ! હા ! અથવા હું જ મૂર્ખ પાપકર્મવાળો નરાધમ છું, કે જે હું સ્વયં અનુસરતો નથી, બીજા માણસ તો અનુપાલન કરે જ છે. (૨૫).
કારણ કે આ સર્વજ્ઞ જિનેશ્વરે ભાખ્યું છે, જેથી જો આને ઉલટી રીતે વ્યાખ્યાન કરીએ તો તેનો સર્વજ્ઞના અર્થ સાથે વિરોધ આવે. (૨૬)
તેથી હું આનું સુદુષ્કર ઘોર પ્રાયશ્ચિત લઉં. બને તેટલું જલ્દીમાં જલ્દી પ્રાયશ્ચિત્ત લઈ લઉં કે જયાં સુધી મારું મૃત્યુ ન થાય. (૨૭)
કે જેથી આશાતનાથી ઊભું કરેલું પાપ જલ્દી નાશ પામી જાય. આ ઈશ્વર દિવ્ય સો વર્ષ સુધી પ્રાયશ્ચિત્ત આચરે છે. (૨૮)
પોતાની મતિથી તેવું ઘોર પ્રાયશ્ચિત્તનું આચરણ કરી ફરી પ્રત્યેકબુદ્ધની પાસે ગયો. (૨૯)
ત્યાં જેટલામાં વ્યાખ્યાન સાંભળે છે, તેટલામાં આવ્યું કે “પૃથ્વી વગેરેનો સમારંભ સાધુએ ત્રિવિધ - ત્રિવિધ વર્જવો જોઈએ. (૩૦)
મિત્થાત્વના ઉદયથી તે મૂઢ ઈશ્વર સાધુ વેશ મૂકી એમ વિચારે છે કે લોકમાં કોણ તેનો સમારંભ નથી કરતું ? (૩૧).
આ જ (પ્રત્યેક બુદ્ધપોતે) પૃથ્વી ઉપર બેઠેલો છે, અગ્નિથી રાંધેલુ ખાય છે, પાણી વિના તો જીવન જ નથી. (૩૨)