________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૭૫ વાતને જાણી અવશ્ય તમારા આગમનને આવકારશે. તેથી ત્યાં સુધી ત્યાં ગમન કરો. વળી પછી તમારી ઇચ્છા પ્રમાણે કરજો. ત્યારે રત્નાવતીના વચનથી તે નગર ભણી ચાલ્યા. સારથીરૂપે વરધનું રહ્યો, એક ગામથી બીજે ગામ જતા કોસાંબી દેશથી નીકળી ગયા. ગીચ ગિરિકૂટથી સાંકડાથી બનેલા મોટા જંગલમાં પહોંચ્યા. અને ત્યાં કંટક સુકંટક નામના બે ચોર સેનાધિપતિ છે. તે બન્ને રત્નસમૂહથી સુશોભિત શ્રેષ્ઠ રથને અને અલ્પપરિવારને શ્રેષ્ઠ યુવતિથી યુક્ત દેખીને તેઓ બોલ્યા હેલા= “મિત્રો તૈયાર થાઓ” એમ સમજી, ધાડપાડવા તૈયાર થયા. કેવી રીતે
હોઠદબાવીને ભંયકર સ્પષ્ટ ભ્રકુટિના ભંગથી ભંગુર ભાલDલવાળા, હણહણો- એ પ્રમાણે ગધેડાના શબ્દ જેવા જોરદાર હુંકારા મુકનારા, કાન સુધી ચડાવેલા બાણની દોરીને ખેંચીને ટંકાર કરનારા, ઘણા બાણ ભાલા-સંઘાતને વિસ્તારનારા ચોરો હેલામાત્રમાં કુમારે મુકેલા ઘણા શસ્ત્રના પ્રહારથી પીડાયેલા-સૂર્યના કિરણોથી આહત, જખમી થયેલ અંધકાર જેમ નાશી જાય તેમ જલ્દી ભાગી ગયા. (૧૨૫)
તેઓ ભાગી જાતા વરધનુએ કહ્યું “હે કુમાર ! ઘણી મહેનત પડી તેથી તમે મુહુર્તમાત્ર નિદ્રાસુખ આ જ રથમાં રહેલા જ સેવી લો.” એમ સ્વીકાર કરીને રત્નાવતીની સાથે સૂઈ ગયો. તેટલામાં રાત પૂરી થતા ગિરિનદી પ્રાપ્ત કરીને ઘોડાઓ થાક્યા. અને આ કુમાર જાગ્યો. બગાસા ખાતા ઊઠ્યો.. પડખે જોતા વરધનુ ન દેખાયો. પાણી માટે ઉતર્યો હશે, એથી સંભ્રમપૂર્વક બોલાવ્યો, સામે જવાબ ન મળતા રથપુરાનો અગ્રભાગ જોયો. તે ભાગ ઘણા લોહીથી ખરડાયેલો દેખ્યો. “વરધનુની કોઈએ હત્યા કરી છે” એવું જાણી જેનો શોક ખૂબજ વધી રહ્યો છે એવો કુમાર હા ! હું હણાઈ ગયો એમ બોલતો રથના ખોળામાં પડ્યો. ચેતના મેળવી ફરી “હા ! ભાઈ, વરધનુ” એમ બોલતો પ્રલાપ-વિલાપ કરવા લાગ્યો. ત્યારે રત્નાવતી બોલી “હે સ્વામી ! તે શોકકરવા યોગ્ય નથી. કારણ કે કહ્યું છે. પ્રભુ ! તે મૃત્યુ પામેલા પણ મરેલા નથી (તે મૃત્યુ પામવા છતા જીવંત છે.) અથવા તેઓ જ ખરેખર જીવતા છે, જેઓના મરણથી સ્વામી, સુહતુ- મિત્રનો કાર્યસમૂહ નિર્વાહ પામે છે. મૃત્યુને વરીને પણ સ્વામીના કાર્યસમૂહને પાર પમાડે છે.” (૧૨૬) .
મહાનુભાવવાળા તેઓનું અસામાન્ય અજોડ મરણ પણ જગતમાં છાજે છે. કુંદના પુષ્પ અને ચંદ્ર સરખો જેમનો નિર્મલ યશ ભુવનમાં ભમતો ફરે છે (૧૨૭).
તે મહાનુભાવનું મરણ ખરેખર જગતમાં સફળ છે કે જેના ઉત્પન્ન થયેલ ગુણાનુરાગજન્ય શોકને સ્વામી વહન કરે છે. (૧૨૮)
એ પ્રમાણે બધાનું પણ મરણ સ્વાધીન હોવા છતાં તેને શું પ્રાપ્ત નથી થયું કે જેને પ્રભુમિત્રના કાર્યમાં ઉદ્યત થયેલા મરણ સાંપડ્યું. (૧૨)
એ પ્રમાણે તે બોલતા-રત્નાવતી કહેવાલાગી ત્યારે શોક પ્રસારને મૂકી કુમારે રત્નવતીને કહ્યું કે હે સુંદરી ! સ્પષ્ટ જણાતું નથી કે તે મરણ પામ્યો કે જીવે છે ? તેથી હું તેને શોધવા “(વળતા) માર્ગથી જાઉ છું,” તે બોલી કે આર્યપુત્ર ! આ પાછા જવાનો અવસર નથી કારણ કે હું એકલી છું, ચોર, જંગલી જાનવરોથી ભરપૂર આ ભેંકાર જંગલ છે. પત્નીનો પરાભવ સ્વાભિમાની પુરુષોનું પરાભવ સ્થાન છે. અહીં નિકટવર્તી ગામ હોવું જોઈએ કારણ કે
વનસ્થળી-વનઝાડી દેખાય છે. તે વાતનો સ્વીકાર કરી તે કુમાર (આગળ ચાલવા) પ્રવૃત્ત