________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૩૯ જે કારણથી તમે એ પ્રમાણે શ્રમણ નિગ્રંથોને વિવિધ પીડાથી પીડો છો, તેનાથી આ જ જન્મમાં આ ઉત્પાત=આકસ્મિક ઉપદ્રવ અમે માનીએ છીએ. (૧૫૩)
અને હે નરેન્દ્ર ! પરલોકમાં દુ:ખો મળશે. એમાં કોઈ સંદેહ નથી. તેથી તે નરાધિપ ! અમારા ઉપરોધથી આગ્રહથી પણ તું (આ પીડાનો) ત્યાગ કર.” (૧૫૪)
એ પ્રમાણે કહેવાયેલો (સમજાવેલો) આ રાજા તેઓના ઉપરોધથી બધુ માનશે.પોતાના ભાવ થી મુક્ત થયેલા નિશ્ચિત બનેલા એઓ પણ પોતાના સ્થાને જશે. (૧૫૫)
અને આ બાજુ તે નગરમાં ઉત્તરપૂર્વ દિશામાં સૂભૂમિભાગનામનું ઉદ્યાન છે. અને તેની નજીકમાં વિમલ અરિહંતના પ્રશિષ્યના શિષ્ય સુમંગલ નામના અણગાર છઠ્ઠના તપવડે આતાપના લે છે. એ અરસામાં વિમલવાહન રાજા રથચર્યાથી નીકળશે. ત્યારે તે સુમંગલ અનગારને જોશે અને તેને દેખીને ક્રોધે ભરાશે. ત્યારે રથચર્યાથી ક્રીડા કરતો તે સુમંગલ અનગારને રથના અગ્રભાગથી દૂર ફેંકશે સુમંગલ મુનિ પણ રથના શિરથી દૂર ફેંકાયેલા ધીરેથી ઊભા થશે. ફરીથી પણ આતાપના લેવા લાગશે. ત્યારે તે વિમલવાહન રાજા તે જ પ્રમાણે આતાપના લેતા તે મુનિને દેખીને ફરીથી પણ રથના શિરથી દૂર ફેંકશે. ત્યારે તે સુમંગલમુનિ બીજીવાર પણ રથસિરથી દૂર ફેંકાયા છતા ધીરે ધીરે ઊઠીને વિમલવાહન રાજાના ભૂતકાળને જ્ઞાનથી જોશે. અને ભૂતકાળને જાણીને વિમલવાહન રાજાને એ પ્રમાણે બોલશે...
“અને વળી તું વિમલવાહન રાજા નથી, તું દેવસેન નથી, તું મહાપદ્મ રાજા નથી, કિંતુ છે ભદ્ર તું ગોશાળો છે. જે અહીંથી ત્રીજા ભવમાં મંખલીપુત્ર થઈ જિનેશ્વરનો દ્રોહી બન્યો ! તું ઋષિ ઘાતક છે. કારણ કે તે ગુણના ભંડાર મહામુનિઓને બાળ્યા હતા. અને ભગવાન્ વર્ધમાનસ્વામીની તે આશાતના કરી હતી. (૧૫૮).
જોકે તને સમર્થ પણ સર્વાનુભૂતિ મુનિએ માફ કર્યો, અને અતિ ઉગ્રતાવાળા સુનક્ષત્ર મુનિએ પણ માફ કર્યો. (૧૫૯).
ત્રણલોકમાં ચઢિયાતા વિશિષ્ટ સત્ત્વ, તપ વીર્ય સાહસવાળા પણ, નર વિદ્યાધર દેવોના સ્વામીના સમૂહથી પરિવરેલા પણ (૨૬૦).
એવા ભગવાન જિનેશ્વરે પણ ત્યારે જો કે તને માફ કર્યો, પણ હવે પછી આવી રીતે તું કરીશ તો હું તને માફ નહીં કરું. (૨૬૧).
રથ, સારથિ અને ઘોડાઓ સાથે જ પોતાની તેજોવેશ્યા વડે ભસ્મસાત્ કરી દઈશ. અહીં ઘણું બોલવા વડે શું ?” (૧૬૨)
ત્યારે તે વિમલવાહનરાજા સુમંગલમુનિએ એ પ્રમાણે કહેતા રોષે ભરાયેલો ત્રીજી વાર પણ સુમંગલ અનગારને રથના અગ્ર ભાગથી હડસેલે છે, ત્યારે તે સુમગલમુનિ રથના અગ્ર ભાગથી ધક્કો પામેલા છતા ક્રોધવશ થયેલા આતાપના ભૂમિથી નીચે ઉતરશે, તૈજસ સમુદઘાતથી તૈજસમૃગલો ગ્રહણ કરશે. ૭-૮ ડગલા પાછળ ખસશે, વિમલવાહન રાજાને રથ ઘોડા અને સારથીની સાથે ભસ્મસાત કરી દેશે. હે ભગવન્! સુમંગલ અનગાર વિમલવાહન રાજાને ભસ્મસાત્ વિમન મરદો પોપૂણ ધHધા નામે મારે. (પI- ૧૧ શતક, ઉદેશ-૧૧ પેજ-૫૪૮) સમવાયાંગસૂત્રના આધારે વિમલનામે ૨૧ મા તીર્થંકર થવાના છે.