________________
૬૮
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
દુ:ખી કંગાલ બનેલી કાયાવાળી, પોતાના ભાગ્યને ઠપકો આપતી જ્યાં સુધી હું અહીં રહી તેટલામાં નહીં ધારેલી રત્નાવૃષ્ટિ સમાન તમે અહીં આવ્યા. તેથી અત્યારે અશરણ એવી મારા શરણ બનો. ત્યારે કુમારે કહ્યું હે સુંદરી ! અત્યારે તે મહાવેરી ક્યાં છે? જેથી તેના બળની પરીક્ષા કરું, તે કન્યાએ કહ્યું તે મારી નજરને સહન નહી કરી શકતો વિદ્યા સાધવા માટે એક ઠેકાણે વંશજાલમાં ઊંચા બંધાયેલ પગવાળો ધૂમનું પાનકરવામાં તત્પર બની વિદ્યાને સાધે છે, અને વિદ્યાસિદ્ધ કરી ખરેખર તે મને પરણશે. આજે જ તેની વિદ્યાસિદ્ધિ થવાની છે. ત્યારે કુમારે તે કન્યાને તેના મૃત્યુનો વ્યતિકર= બનાવ કહ્યો. અને તે સાંભળી હર્ષથી વિકસિત નેત્રવાળી બોલી, હે આર્યપુત્ર ! સારું કર્યું કે તે દુરાચારીને હણ્યો, તેથી અત્યારે લાંબા કાળ સુધી વિચારેલ મારા મનોરથને તું પૂર્ણ કર. ગાંધર્વ વિવાહથી કુમાર પણ તે કન્યાને પરણ્યો. તેની સાથે ત્યાં રહ્યો, રાત્રે નવા રાગથી ભરેલા તેઓની વચ્ચે જે થયું તે બધા માણસોને રમણીય હોવા છતાં શરમદાયક છે, સુપ્રસિદ્ધ હોવા છતાં એકાંતગમ્ય છે- એકાંતમાં સેવવા યોગ્ય છે. ભારે અનુરાગના પ્રસારને આપ્યો હોવા છતાં વિરાગપણાને પેદા કરાવનાર છે. શરૂઆતમાં રાગ-પ્રેમ વધારે પણ અંતે અરુચિ પેદા કરાવે છે) ઉદ્ભટ શૃંગારને પેદા કરનાર હોવા છતાં (સેંકડો વિષાદને કરનાર છે.) વિષય-વિલાસની આશાને કરનાર છે. અને પછી સુખપૂર્વક સૂઈ ગયો. અને સવારના સમયે દિવ્યનારી-દેવીનું અનુકરણ કરનારો મનોહર આલાપ સાંભળ્યો. તેણે પૂછયું આ કોના શબ્દ-આવાજ છે. સંભ્રમ સાથે તેણે કહ્યું છે આર્યપુત્ર ! આ તે તારા વેરી નષ્ટઉન્મત્તની બેનો ખંડ-વિશાખા નામની વિદ્યાધર કુમારીઓ નષ્ટઉન્મત્તના નિમિત્તે વિવાહના ઉપકરણો લઈને આવી છે. તેથી તમે તેટલામાં જલ્દી સરકી જાઓ, જેટલામાં હું તમારા ગુણની સંકથાના વર્ણન દ્વારા એઆના ભાવને ઓળખી લઉં. જો એઓને તારા ઉપર ગુણાનુરાગ થશે તો હું મહેલની ઉપર લાલવસ્ત્રની ધજા પ્રગટ કરીશ, અન્યથા ધોળીધજા. અને તે જાણીને તારે જતું રહેવું. તે કુમારે પુષ્પવતીને કહ્યું “હે સુંદરી ! સંભ્રમથી સર્યું, આ લોકો મારું શું કરી લેશે? તે બોલી” હું એઓથી ભય-બીક નથી કહેતી, પરંતુ જે આના સંબંધી ભાઈ વગેરે આકાશગામી વિદ્યાધર ભટ સમૂહ છે તે તમારા ઉપર વિરોધી ના થાઓ.” ત્યારે કુમાર તેણીનું મન માને તે પ્રમાણે કરતો એકાંત દેશમાં રહ્યો, પુષ્પવતી ગઈ. અને
થોડા કાળ પછી મંદમંદ ડોલાયમાન થતી ધોળી ધજા દેખી, સંકેત અભિપ્રાયને જાણી ધીરે ધીરે તે પ્રદેશથી કુમાર સરકી ગયો. વિકટ ભયંકર વનમાં ભમવા લાગ્યો. અતિશય ખેદથી અશક્ત બનેલો દિવસના છેડે જંગલની વાટે ઉતર્યો. અને આગળ વિકટ શિલાના સમુદાયથી બંધાયેલ વિસ્તૃત, ક્રમથી વિસ્તીર્ણ અને ગોળાકાર પાળથી પ્રેરણા કરતુ, ઊંચીપાળ ઉપર ઉગેલા વિવિધ ઝાડના સમૂહથી મંડિત હોવાથી મનોહર, તેના લતાગૃહની અંદર સરસકિસલયની બનાવેલી શય્યામાં વનચર-વટેમાર્ગ વગેરે મિથુન યુગલ સુખથી સુતેલા છે. જેનું વિશિષ્ટ કોટિનું શીતલ નીર પડેલા સુગંધિ પુષ્પની ગંધથી વાસિત થઈ રહ્યું છે એવું મોટું સરોવર જોયું, ત્યારે મધુર ભમરાના ગુંજનથી જાણે અભિવાદન કરાતો, કોયલના મધુર આલાપથી જાણે બોલાવાતો, નીચે વેરાયેલા પુષ્પના ઉપચારથી લતારૂપી વહુઓવડે જાણે અર્થના અપાતો, ફળના ભારથી નમેલાં વૃક્ષોના અગ્રભાગથી જાણે વંદન કરાતો, પાણીના સંગથી શીતલ એવા સુગંધિપવનવડે જાણે આલિંગન કરાતો તે કુમાર તે સરોવરના તટે પહોંચ્યો. વિવિધ સાપની ફણા મંડલની જેમ કમલ-કુવલય-ઉત્પલોથી શોભાયમાન તે સરોવરને જોઈ સ્નાન-જલક્રીડા કરીને વિવિધ જાતના વસ્ત્રની રચનાવાળી વિવિધ વેશ્યાજનની