________________
મૂળશુદ્ધિ ભાગ-૨ કર્યું, તેટલામાં નંદનવન સરખું મોટુ ઉદ્યાન જોયું. તે ઉદ્યાનને જોતો કૌતુકરસના પ્રસારથી પહોળા કરેલા નેત્રયુગલવાળો અનેક ઝાડો તરફ દૃષ્ટિ નાંખનારો તે કુમાર જેટલામાં ત્યાં પ્રવેશ કરે છે, તેટલામાં દેવવિમાન સમાન દિવ્ય હાથીવડે સારી રીતે વહન કરાતો એક સાત માળનો મોટો બંગલો દેખે છે; અને તેને દેખીને કૌતુકથી સાતમે માળે ચઢ્યો. અને ત્યાં વસ્ત્રથી ઢંકાયેલ મણિમય પલંગ ઉપર બેસેલી, નિતંબસ્થલમાં જાણે જેનું મૂળ રહેલુ ન હોય, ગંભીર નાભિમંડલથી ઊગ્યું ન હોય, જાણે ભૂજારૂપી લતામાં વિસ્તર્યું ન હોય, કરપલ્લવને વિશે જાણે કૂંપળ (નવું ફૂટતું પાંદડુ) વાળું બન્યું ન હોય, નખના કિરણના સમૂહમાં જાણે પુષ્પવાળુ થયું ન હોય, સ્થૂલ સ્તનમાં જાણે ફળ્યુંફાલ્યુ ફૂલ્યું ન હોય, (આના દ્વારા કવિએ યૌવન તરુવરની ઉત્પત્તિ સ્થાનથી માંડી તેના ફળ સુધીની જગ્યાની ઓળખાણ આપી છે.) એવા યૌવનને વહન કરતી, કાળા વર્ણવાળા સુસ્નિગ્ધ ચીકાશવાળા વાંકડીયા વાળના સમૂહથી સુશોભિત છે મુખ જેણીનું એવી એક શ્રેષ્ઠ કન્યા જોઈ અને વળી...
દંડથી ફટકારેલા કાળા સાપના ભંગ સરખી - તેવી વાંકીચૂકી રચનાવાળી જેણીએ વેણી ગૂંથી છે, જેના એક હાથમાં મંગલ વલય છે, અને શેષ ઘરેણાઓ વગરની છે (૯૭). પોતાના ડાબા હાથરૂપી પલ્લવમાં મૂકેલા વદનકમળવાળી, શરદઋતુની કમલિની જેમ હિમ-ઓલાના સમૂહથી નિસ્તેજ બનેલા કમલ જેવા વદન કમળવાળી (૯૮)
સતત શોકથી ટપકી પડેલા આંસુથી જેના બન્ને ગાલ મલિન થયેલા છે. ગજબંધનથી છૂટી પડેલી કાંપતી થરથરતી હાથીણી જેવી તે દેખાઈ. (૯૯).
- ત્યાર પછી ખરી પડેલી વિદ્યાવાળી વિદ્યાધર સુંદરીની જેમ ચિંતાથી રોકાઈ ગયો છે કાયાનો પ્રચાર - ફેલાવો જેણીનો, એવી કન્યા પાસે જઈને કુમારે પુછ્યું હે સુંદરી ! તું કોણ છે, આ
ક્યો પ્રદેશ છે ? તું એકલી કેમ છે ? શોકનું કારણ શું છે ? ભયને પરવશ તે કન્યાએ કહ્યું છે મહાભાગ ! મારી કથા મોટી છે, તેથી તમે જ મહેરબાની કરીને કહો કે તમે કોણ છો ? ક્યાં જઈ રહ્યા છો ? તમારું પ્રયોજન શું છે? તેણીના હાથમાં પકડેલી વેલડી સરખા કોમલ અવાજથી ખુશ થયેલ-આકર્ષિત થયેલ-કુમારે કહ્યું હે સુંદરી ! હું ખરેખર પંચાલ દેશના અધિપતિ બ્રહ્મરાજાનો પુત્ર બ્રહ્મદત્ત છું, જેટલામાં કુમારે એટલું કહ્યું તેટલામાં હર્ષના આંસુથી ભરાઈ ગયેલ લોચનયુગલવાળી ખડી થઈ રહી છે રોમરાજી જેની સહસા - એકાએક ઉભી થઈ, અને કુમારના પગમાં પડીને કહેવા લાગી... અને વળી...
મારા નેત્રોને વિકસિત કરનાર ! અમૃતમય આનંદ આપનાર ! હે કુમાર ! અશરણવાળી એવી મારી પાસે તું આવ્યો તે બહુ જ સારું થયુ. (૧૦૦)
હાથપગમાં ઉત્પન્ન થયેલા સર્વ ઉત્તમ લક્ષણોથી અને મારી ડાબી ભુજા ફરકવાથી જો કે મેં તને શ્રીવત્સ લાંછનવાળો કહ્યો છે, છતાં પણ સંદેહ નાશ કરવા માટે હે ગુણના ભંડાર ! મેં તને પુછ્યું, તેથી હે કુમાર ! તમારું સ્વાગત હો, એમ બોલતી રોવા લાગી /૧૦૨ //
ત્યારે કુમારે પણ “તું રડ નહીં” એમ બોલતા તેના શિરકમલને ઊંચું કરીને પુછયું તું કોણ છે ? તારે રડવાનું કારણ શું છે ? ત્યારે પ્રફુલ્લિત લોચનવાળી તે કહેવા લાગી... હે કુમાર ! હું ખરેખર તારા મામા પુષ્પચૂલની દીકરી પુષ્પવતી નામની કન્યા તને જ અપાયેલી. વિવાહના દિવસની પ્રતીક્ષા કરતી પોતાના ઘરના બાગની વાવડીના પુલિનભૂભાગમાં રમતી, નષ્ટઉન્મત્ત નામના દુષ્ટ વિદ્યાધરે અહીં લાવી. માબાપ વગેરે ભાઈ બંધુના વિયોગરૂપી આગની જવાલા-સમૂહથી