________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૭૧ “આ કુમાર” આ મારા શબ્દ શૂન્યતા કરે છે. (સામે બ્રહ્મદત્ત કુમાર સાંભળનાર ન હોવાથી નિષ્ફળ જાય છે.) પડખે-આજુબાજુ જોઉં છું. હું ફોગટ (સામે) ઉત્તર આપું છું. સુકા ઝાડના પાંદડાના આવાજને સાંભળી મારી નજર તે તરફ વળે છે. અથવા કોણ તેના સમાચાર-વાત કહેશે, અને હું જાતે કેવી રીતે કુમારને જોઈશ ? (૧૧૨)
એ પ્રમાણે તારા વિયોગના પ્રસારથી લાંબા નસાસા નાખવાનો પ્રયત્ન કરવાથી સુકાઈ ગયેલ શરીરવાળો કેમે કરીને ફલેશથી-મુશ્કેલીથી એક ગામમાં પહોંચ્યો. ત્યાં મેં એક પરિવ્રાજક જોયો. તેનું અભિવાદન કર્યું. તેણે કહ્યું છે વરધનુ ! વિલખો-ભોંઠો પડેલો લાગે છે, મેં કહ્યું કેવી રીતે ? તું મુગ્ધ-પાગલ છે, ત્યારે તેણે મને શપથ-સોગંધ કરવાપૂર્વક કહ્યું કે હું તારા પિતાનો મિત્ર વસુભાગ છું, વિશ્વાસ પામીને તું કહે કુમાર ક્યાં છે? એથી મેં તેને બધી બિના કહી દીધી. ત્યારે તે વિષાદથી કાળા પડેલા મોઢાવાળો મને કહેવા લાગ્યો કે “મંત્રી ધન ભાગી છૂટ્યા છે, અને તારી માતાને કૌશલાધિપ દીર્ઘ ચંડાલવાડામાં નાંખી છે.” એ પ્રમાણે વજપાતથી ભારેખમ એવા તેના વચન સાંભળી ઇંદ્ર ઉત્સવ વીત્ય છતે ઇંદ્રધ્વજની જેમ “ધસ દઇને” જમીન ઉપર પડી ગયો, સ્વસ્થ થયેલા તારા વિરહ અગ્નિની જ્વાલાથી દુઃખી-કંગાલ શરીરવાળા મને, મોટા ઘા ઉપર ક્ષારની જેમ, માળ ઉપરથી પડેલાને પગના પ્રહારની જેમ, રણમાં ક્ષુદ્રને શ્વાસ ચઢે તેની જેમ, મા-બાપના અપમાનથી ઉદ્ભવેલો શોકનો પ્રકર્ષ ઊભો થયો-મને ઘણો શોક થયો. (એટલે એકતો તારા વિરહનું દુઃખતો હતું જ, પાછો ઉપરથી આવો શોક ઉભો થયો) વસુભાગે મને કહ્યું કે વરધનુ! પરિવેદનશોક કરવાથી સર્યું, ખેદ ન કરવો, પરિતાપ ન કરવો, કોને વિષમ દશાનું પરિણામ નથી આવતું? મેં કહ્યું મારા પરિતાપથી શું થશે ? કારણ કે wયું છે ... ભુવનમાં જે માણસના પરિતોષ કે રોષ નિષ્ફલ થાય છે, સેલડીના ફૂળ સમા નિષ્ફલ તેના જન્મ વડે શું? (૧૧૩).
ત્યારે મને હેતુ ઉદાહરણ દ્વારા આશ્વાસન આપી, ઘણા પ્રકારની ગુટિકા-યોગો આપીને તને શોધવા મને મોકલ્યો છે. હું પણ પરિવ્રાજકવેશ કરીને કાંડિત્યપુરમાં ગયો.અને ત્યાં માયાવડે બધા લોકોને અધિગમનીય માન્ય-સમજાય તેવું કાપેટિકપણું-ભિક્ષુવેશ ધારણ કર્યો. અને તે કેવો છે... મનુષ્યના મસ્તક અને કપાલ માલા અને હાડકાના ભૂષણવાળું, ગંભીરનુપૂર-મોટા ઝાંઝરના શબ્દવાળું, ઘણા પક્ષીઓનાં પીંછાંથી રચિત અંબોડાવાળું, પગમાં પાવડીવાળું (૧૧૪).
ઉદ્દામ પ્રશસ્ત જોરદાર મોટા શબ્દવાળા ડમરુક સતત આવાજથી ભયંકર આટોપવાળું ઘણા માણસોને ચમત્કૃત કરનારું એવું રૂપ મેં બનાવ્યું (૧૧૫) ''
ભમતાભમતા ચાંડાલવાડામાં પહોંચ્યો. ત્યાં પણ ઘેરઘેર ફરતો હે ભગવન્! આ શું? એ પ્રમાણે લોકોએ પૂછયું અને હું કહું છું ચંડાલી વિદ્યાનો આ કલ્પ છે, એ પ્રમાણે વિચરતા આરક્ષકના મુખિયા સાથે મૈત્રી થઈ. બીજા દિવસે મેં તેને કહ્યું કે મારા કહેવાથી મંત્રીની પત્નીને કહેજે કે તારા પુત્રના મિત્ર કૌન્ડિન્ય મહાવ્રતિકે તને અભિવાદન મોકલ્યું છે, બીજા દિવસે ગુટિકાવાળુ વિદ્યામંત્રિત પાન બીડું જાતે જઈને આપ્યું અને તેનું ભક્ષણ કરતા જ તે અમાત્યની પત્ની બેહોશ થઈ ગઈ. ચંડાલે રાજાને જણાવ્યું કે હે દેવ મંત્રીની પત્ની પરલોક સીધાઈ ગઈ. રાજાએ પણ પોતાના માણસો મોકલ્યા કે જેથી તમે અગ્નિસંસ્કાર કરો, ત્યારે તેઓ જેટલામાં ત્યાં ગયા તેટલામાં મેં કહ્યું જો આ અવસરે તમે આનો અગ્નિસંસ્કાર કરશો તો તમારે અને રાજાને મહાઅનર્થ થશે. તેથી તેઓ આ સાંભળી પોતાના સ્થાને ગયા. મેં પણ વિકાલ-સંધ્યા ટાણે ચંડાલને કહ્યું કે જો તું સહાયક