________________
૫૨
મૂળશુદ્ધિ ભાગ-૨ ધર્મના પ્રયોજન-હેતુ છે-તે બરાબર ચાલે છે - તેમાં પ્રવૃત્તિ ચાલી રહી છે ને? એ પ્રમાણે જિજ્ઞાસા વૃત્તિથી સાધર્મિકને પૂછવું જાઈએ II૧૩થી તથા
परियट्टणा-ऽणुपेहाओ जहासत्तीए कारए ।
तहा धम्मकहा कुज्जा संवेगाई जहा जणे ॥१३८॥ ગાર્નાથ – પરાવર્તન-વારંવાર સૂત્રાર્થનું આવર્તન, અનુપ્રેક્ષા-ઉંડાણપૂર્વક પદાર્થ ચિંતન (યથાશક્તિ) કરાવવું તથા તેવી ધર્મકથા કરવી કે જે સંવેગ-સંસારી સુખનો કંટાળો અને મોક્ષનો અભિલાષ જગાડે. એટલે આપણે શક્તિ હોય તો ધર્મકથા કરવી (એટલે કે તેવી શક્તિ ન હોય તો વાચલતાના કારણે બીજા કોઈ ઉંધા રસ્તે ન ચડે તેનું ધ્યાન રાખવું) ૧૩૮ અને વળી
भावणाए पहाणाए धम्मट्ठाणं वियारए ।
बहुस्सुयसयासाओ विसए संपहारए ॥१३९।। ગાર્થાથ > સર્વોત્કૃષ્ટ આંતર ભાવનાથી ધર્મસ્થાનની વિચારણા કરે, આ ચૈત્યવંદન આમ જ થાય કે બીજી રીતે ? વિચારતા વિચારતા જો સંદેહ થાય તો બહુશ્રુત પાસેથી તે પદાર્થને-તે ધર્મસ્થાનને વ્યવસ્થિત કરવું સમજીલેવું ./૧૩લા અને બીજું
पावयणम्मि निग्गंथे तहा सम्मं थिरावए ।
जहा सक्का न खोभेउं देवेहिं दाणवेहिं वा ॥१४०॥ ગાર્નાથ અરિહંતના નિગ્રંથ પ્રવચનમાં-શાસનમાં તે સાધર્મિકને તેજ રીતે સમ્યફ = યથાવસ્થિત પદાર્થની પ્રરૂપણા કરવા દ્વારા સ્થિર કરે, જેમકે હે દેવાનુપ્રિય ! આ નિગ્રંથપ્રવચનમાં આ અર્થ-સાર અને પરમાર્થ રહેલ છે. બાકી બધું અનર્થ છે. ઇત્યાદિ “ભગવતિ” વગેરે સિદ્ધાંતવાક્યનું સ્મરણ કરાવવા દ્વારા સ્થિર કરવો. કેવો સ્થિર કરવો? એવો સ્થિર કરવો કે વૈમાનિક દેવો દ્વારા ભવનપતિ દાનવો વડે, ચકારથી શેષ વિદ્યાધર વગેરેથી પણ ક્ષોભિત, સંચાલિત- ડગુમગુ ન કરી શકાય, (૧૪)
पियाणमणुकूलाणमब्भत्थाणं भवे भवे ।
लोगागमविरुद्धाणं सेवणाए निवारणा ॥१४१॥ ગાર્થાથ પ્રિય, મનને ગમતા એવા ભવોભવ સુધી વારંવાર જે કાર્યો કર્યા છે, જે કાર્યો લોક-જનપ્રવાહ અને સિદ્ધાંતની અપેક્ષાએ દૂષિત હોય, તેવાં કાર્યોના અભ્યાસનો નિષેધ કરવો કે આ કાર્ય-લોક અને સિદ્ધાંતને નિંદાગ યોગ્ય છે, માટે ન કરવું, એમ શ્લોકાર્થ થયો. ૧૪૧
धम्माणुट्ठाणमग्गम्मि हिए लोयाण दोण्ह वि ।
पमायकम्मदोसेणं सीयंताणं तु चोयणा ॥१४२॥
ગાર્નાથ - આ લોક અને પરલોકમાં હિત ઉપકારી-અનુકૂલ એવા ધર્માનુષ્ઠાનના માર્ગમાં હિત અને પ્રમાદકર્મના દોષથી =ધર્મ શિથિલતાથી પેદા થયેલ અશુભકર્મની દુષ્ટતાથી શિથિલ બનતા સાધર્મિકોને પ્રેરણા કરવી જોઈએ ૧૪રા
પ્રમાદનું સ્વરૂપ અને પ્રેરણાનું ૧૨ શ્લોક દ્વારા સૂત્રકાર પ્રતિપાદન કરે છે..... .