________________
૬૪
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
/
એમ વિચારી કુમારને ત્યાં જ છોડી મૂકી ગામમાં ગયો, ગાંજાને લઈ તરત જ પાછો આવ્યો. શિખા માત્ર છોડી કુમારના માથાને મુંડાવી દીધું. સ્થૂલ કષાય-ભગવા વસ્ત્રો પહેરાવ્યા. શ્રીવત્સના ચિહ્નવાળા વક્ષસ્થલને ચાર આંગળ પહોળા પટ્ટાવડે ઢાંક્યું. કંઠમાં જનોઈ નાંખી. જાતે પણ વેશ પરિવર્તન કરી ગામમાં પ્રવેશ કર્યો. અને તેટલામાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘેરથી નીકળીને દાસનોકરે કહ્યું “આવો ભોજન કરો.” તેથી ત્યાં ગયા રાજા જેવી ભક્તિથી તેમને જમાડ્યા. જમવાનું પતી ગયા પછી સ્વચ્છ વિકસિત કોરંટ વૃક્ષના ફૂલ જેવી કાંતિવાળી, લાંબાકંધોરાથી વિશેષ નમેલી કાયાવાળી, હાથની આંગળી પ્રમાણ લોચન યુગલવાળી બંધુમતી નામની કન્યાને લઈ એક મધ્યમ વયવાળી નારી આવી. કુમારના મસ્તક ઉપર અક્ષત આપી અને પુષ્પયુક્ત શ્વેતવસ્ત્ર યુગલ આપી આ સ્ત્રીએ કહ્યું કે “આ કન્યાનો વર (થાઓ) છે.” અને આ સાંભળી મંત્રીપુત્રે કહ્યું ભો ! વેદના અક્ષર માત્રને પણ નહી ભણેલા આ મૂર્ખ છોકરાને પ્રતિ આદર કરી શું કામ જાતને ખેદ પમાડો છો ? ઘરના સ્વામીએ કહ્યું હે સ્વામી ! તમે સાંભળો, કંઈક વિનંતી કરવાની છે, કે પહેલા અમે નૈમિતિકને પૂછેલું, તેણે કહેલું કે આ છોકરીનો સમસ્ત પૃથ્વીમંડળનો સ્વામી ભર્તા થશે (અમે પૂછ્યું, ‘તેને કેવી રીતે ઓળખવો? એમ પૂછાયેલ નૈમિત્તિકે કહ્યું કે “જે મિત્ર સાથે પટ્ટાથી ઢંકાયેલ છાતીવાળો તમારા ઘેર જમશે, જેને દેખીને આ કન્યાને રોમાંચ-સંવાટા ખડા થાય અને નયનયુગલ આંસુથી ભીના થઈ જાય તે આ કન્યાનો ધણી (જાણવો).’ એ પ્રમાણે બોલતા તે ઘરના સ્વામીએ કુમારને હસ્તદાનનું પાણી આપ્યું. વરધુનુએ કહ્યું “ભો ! આ જન્મથી દરિદ્ર આ હલકી જાતના માણસને પૃથ્વીમંડળનું આધિપત્ય ક્યાંથી (મળવાનું) ? પણ સ્વામીએ કહ્યું જે થવાનું હોય તે થાય મેં તો આ કન્યા આને આપી દીધી છે. ત્યારે તે જ દિવસેવિવાહ કર્યો. તે રાત્રિ ત્યાં જ રહ્યાં. લગભગ રાત્રિ પૂર્ણ થતા વરધનુએ કહ્યું કે “મિત્ર ! સુખેથી કેમ બેઠો છે ? શું આપણે દૂર જવાનું છે” તે ભૂલી ગયો. એ પ્રમાણે પ્રેરણા કરાયેલ કુમારે બંધુમતીને સત્ય બીના કહી. તેથી હે પ્રિયે ! કોઈને કહેતી નહીં, ત્યાં સુધી હું આવું જ્યાં સુધી વિશ્વાસ રાખી શાંતિથી રહેજે. અને તે સાંભળી સતત ઝરતા આંસુથી કલુષિત થયેલ કપોલ મંડલવાળી આણીએ પ્રણામ કરી કહ્યું કે...
પોતાના કુલરૂપી નભસ્તલના ભૂષણભૂત ચંદ્ર ! મારી વિનંતી સાંભળો, અમારા જેવા દીન માણસોને ક્ષણ માત્ર પણ ભૂલતા નહીં (૮૨) ત્યારે અશરણ મારું હૈયું મને મૂકીને સાથે આવે છે, સુખ સ્વરૂપ, સુખને આપનારા, આને = મારા હૈયાને તૃપ્તિ આપજો' - કરજો. (૮૩)
તારી આગળ વેણી રચી તથા કાજલ વિગેરે મૂક્યા. એમ જાણી હે નાથ ! દયા કરી જલ્દી સંગમ આપજો . (૮૪).
ત્યારે સ્નેહકાયર=સ્નેહથી ઢીળી પડેલી તેને સાંત્વન આપી તે બંને નીકળી ગયા, વિકટ પગલા =વિશાલ-મોટા ડગ મૂક્વા પૂર્વક ચાલતા અંતિમ ગ્રામ નામના ગામે પહોંચ્યા. અને ત્યાં પાણી પીવા માટે વરધનુ ગયો. જલ્દી આવીને કહ્યું “હે કુમાર ! ગામસભામાં બોલાય છે કે ગઈકાલે બ્રહ્મદત્ત-વરધનું ભાગી ગયા છે. લાક્ષાઘર બળી જતા નીરક્ષણ કરનાર માણસોએ ત્યાં હાડકા દેખ્યાં નથી, અને સુરંગ દેખાઈ, તેથી દીર્ઘ રાજાએ બધા જ રાજમાર્ગ જપ્ત કરાવી દીધા છે. તેથી તું આવ આપણે ઉજ્જડ માર્ગથી જઈએ” એથી વિષમ દુર્ગ દેશથી તે બંને ચાલવા લાગ્યા. મોટા જંગલમાં આવી પડ્યા. તે અટવી કેવી છે ?
સેંકડો ભયંકર જંગલી જનાવરોથી ખીચોખીચ ભરેલી, ઘણાં ઝાડથી ગીચ, ઘણા જાતિના