________________
૬૨
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ જાતિની હાથણીને સંકીર્ણ હાથી સાથે બાંધીને કહેવા લાગ્યો...
“ભદ્ર હાથિણી થઈને પણ જે સંકીર્ણ હાથી સાથે રમે છે. તે જ દંડને પામે છે, આ વચનને બધા સાંભળો.” (૬૭).
અને સાંભળીને દીર્થે કહ્યું કે – હે પ્રિયે ! આ બાલવિલાસ નથી, પરંતુ અભિપ્રાયવાળું વચન છે. ચુલનીએ કહ્યું “ભલે આમ હોય, તો પણ આનાથી શું થવાનું?” ફરી ત્રીજા દિવસે રાજહંસીને બગલાની સાથે બાંધીને લાવી કહેવા લાગ્યો....
કલહંસી પણ આ કુલટા છે કારણ કે આ અસદશ - હલકી જાતિવાળામાં રક્ત છે. તેથી આને હું સહન નહીં કરું, બીજા પણ સાંભળો, અથવા ઘણું કહેવાથી શું ?” (૬૮)
આ સાંભળી ફરીથી પણ દીર્થે કહ્યું કે “પ્રિયે ! વૃદ્ધિ પામતો કુમાર ચોક્કસ આપણી રતિમાં વિન કરનારો થશે, તેથી મારી નાખ. તે ચુલનીએ કહ્યું” રાજયને ધારણ કરનાર પોતાના પુત્રને હું કેવી રીતે મારું ?” દીર્થે કહ્યું હું તારે સ્વાધીન હોતે છતે બીજા પણ તારે પુત્રો થશે. અથવા જે મારા પુત્રો છે તે તારા જ પુત્ર છે, કારણકે બંને રાજ્ય ઉપર તું જ સ્વામિની છે.” ત્યારે રતિ સ્નેહની પરવશતાથી હૃદયથી વિચારી પણ ન શકાય એવા પ્રકારના અકાર્યનો આણીએ સ્વીકાર કર્યો અને કહ્યું છે.. “સ્નેહરસથી ભરેલા નારીના હૃદયો કમળના પાંદડા જેવા કોમળ હોય છે. અને વિરક્ત નારીના તે જ હૃદયો કરવત જેવા કર્કશ થઈ જાય છે.” (૬૯).
તેણીએ કહ્યું જો કોઈ પણ રીતે તેવા પ્રકારના ઉપાયથી મારવામાં આવે કે જેથી લોકનિંદાના દોષથી બચી શકાય. તે ક્યો ઉપાય છે? એમ લાંબા કાળ સુધી વિચારીને - હું હું જાણુ-“હું-હું ખ્યાલ આવી” ગયો. કુમારનો વિવાહ કરું, ત્યારે તેના વાસભવન નિમિત્તે પ્રવરજાલી અનેકબારી અને અર્ધચંદ્રાકાર ઝરુખાઓથી સુશોભિત, ગુપ્ત આવવાજવાના રસ્તાવાળું લાખનું ઘર બનાવું, અને ત્યાં સુખથી સુતેલા તેને આગ ચાંપું. એમ મંત્રણા કરી ચુલનીએ પોતાના ભાઈ પુષ્પચૂલાની પુત્રીને કુમાર માટે વરી, સર્વ સામગ્રી તૈયાર કરવામાં આવી, ત્યારે બુદ્ધિના પ્રકર્ષથી “બધી જ તેની-દીર્ઘની રમત છે” એમ જાણીને મહામંત્રી ધનુએ દીર્ઘરાજાને વિનંતી કરી કે હે દેવ ! આ મારો પુત્ર વરધનું સમસ્તકલામાં કુશલ છે, રાજાના મોટા ભારને વહન કરવામાં મુખ્ય શુભ્રવૃષભ સમાન છે, રાજ્યનું પાલન કરવામાં સમર્થ છે, અને હું તો ઉંમરના લીધે ખટપટ કરવા સમર્થ નથી. તેથી તમારી અનુજ્ઞાથી હું આત્મહિતકારી અનુષ્ઠાન કરવાને ઈચ્છું છું. ત્યારે આ સાંભળી દીર્ઘ રાજાએ વિચાર્યું કે આ મહામતિમાનું માયાપ્રપંચ-મંત્રના પ્રયોગમાં હોંશિયાર અહીંથી બહાર નીકળી ગયો તો ચોક્કસ અનર્થ માટે થશે. એમ વિચારી માયાપૂર્વક ઉપચાર કરી સામ પૂર્વક સમજાવવા પૂર્વક કહેવા લાગ્યો - તમારા વિના રાજયથી હમારે શું પ્રયોજન-ફળ? હૃદયને શાંતિ શું - ક્યાથી ? તેથી ક્યાંય પણ પ્રયાણ કરવાથી સર્યું ! પરંતુ અહીં રહેલા જ અશનદાન વગેરે દ્વારા ધર્મને ઉપાર્જન કરો.
અને એમ સાંભળી ધનુએ ગંગાનદીના કાંઠે મોટા સાત મંડપો કરાવીને વટેમાર્ગ - પરિવ્રાજક - ભિક્ષુક વગેરેને ઘણું અશનપાન આપે છે. દાન માનના ઉપચારથી એકઠાં કરેલા વિશ્વાસુ પુરુષો પાસે બેગાઉ પ્રમાણની લાક્ષાઘર સુધીની સુરંગ ખોદાવી. ગુપ્તલેખ મોકલવા દ્વારા આ વ્યતિકરવિગત પુષ્પચૂલને જણાવી-પરમાર્થને જાણનારા તેણે પણ પોતાની દીકરી ન મોકલી, પરંતુ બીજી કોઈ દાસી મોકલી, બીજા=દીર્ઘ-ચૂલનીએ મહાવિભૂતિથી તેનો પ્રવેશ કરાવ્યો. અને વિવાહનો