________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૬૧ રમણીય - મનને ગમે એવો મનોહર હોવાથી, બ્રહ્મ રાજાના સુકૃતોને ગણકાર્યા વિના, અપવાદનિંદાની અવજ્ઞા કરી, ચારિત્રસદાચારને છોડી દઈ, નિર્લજ્જતાનું આલંબન લઈ, પોતાના કુલક્રમ મર્યાદાને નેવે મૂકીને પોતાના કુલ ઉપર કલંક લાગશે એ અપવાદ વાતને બહુમાન પૂર્વક સ્વીકારી નિર્મલ શીલના પ્રચાર ને પ્રસારનું ખંડન કરી, ચુલની રાણીની સાથે રમવા લાગ્યો. અથવા નારીનો સંપર્ક સર્વ નિંદા ગહનું કારણ જ છે.
અને કીધું છે ...
આ જ સ્નેહની ગતિ છે, શું કરી શકાય ! કારણ કે નારીનો સંસર્ગ કુલમાં જન્મેલા કુલીન માણસોને પણ મલીન કરે છે, જેમ તેલનો ઘડો સાડીને મેલી કરે છે દવા તિવમાત્રના સંબંધથી સ્નેહના ફેલાવને કરનારી માયા-કપટ પરિણામવાળી નારી તૈલીની શાલાની જેમ કોને મેળ ઉત્પન્ન નથી કરતી ? (૬૧)
બીજાથી પ્રેરાયેલી લોભવાળી પોતાની નિંદા - કુથલીના સમૂહને નહીં ગણનારી સ્ત્રી તૈલીના કુશની જેમ દુર્જનને મોટુ અર્પણ કરે છે. (૬૨)
એ પ્રમાણે પોતાની કુલ મર્યાદાને નહીં ગણનારી લજ્જાસ્થાનોને નેવે મૂકનારી દુર્જન નારીઓને અને કુપુરુષોને પણ નીચે માર્ગ નથી. (અને નરકમાં પણ એમના કર્મ ખપે એમ નથી) (૬૩) એ પ્રમાણે વૃદ્ધિ પામતા સ્નેહથી ફેલાઈ રહ્યો છે વિષય સુખનો રસ જે બંનેનો એવા દીર્ઘ - ચલનીના દિવસો વીતિ રહ્યા છે. બ્રહ્મ રાજાના બીજા હૃદય સમાન એવા ધનૂ નામના મંત્રીએ આ આચરણને બધી રીતે સાચું જાણીને વિચાર કર્યો કે.. નારીઓમાં તો અવિવેક વધારે હોવાથી આવું કરે તે ઘટે, પરંતુ જે અપયશની સ્વાહિનો ધબ્બો મોઢા ઉપર લગાડવાનું નક્કી કરી દીર્થે આ વાતનો સ્વીકાર કર્યો તે જ આશ્ચર્ય છે. અથવા મહામોહના વિલાસને રોકવો મુશ્કેલ હોવાથી આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જે આવા પ્રકારનું પણ અકાર્ય આચરે તેને બીજું શું અકાર્ય હોઈ શકે ? એમ વિચારીને બ્રહ્મદત્ત ઉપર અતિશય સ્નેહ અનુરાગવાળા પોતાના પુત્ર વરધનુને એકાંતમાં બેસાડીને કહ્યું કે હે વત્સ ! બાલ સ્વભાવવાળો બ્રહ્મદત્તકુમાર સ્વભાવથી કુટિલ એવી નારીઓના વિલાસને જાણતો નથી, તેથી આની માતાની રહેણી-કરણી તું (આને) જણાવ. ત્યારે એકાંતમાં વરધનુએ કુમારને બધું જણાવ્યું. કુમારે પણ યથાવસ્થિત પરીક્ષા કરીને દઢ રીતે બંધાયેલ પાંખને ફફડાવતો અને કોયલ ઉપર અધિષ્ઠિત ચઢી બેઠેલા કાગડાને ગ્રહણ કરીને રાણીવાસની અંદરથી જતો તાણ-દીર્ઘ-ચુલની સમક્ષ રાજપુત્રની ચપલ લીલાથી કહે છે.. અને વળી. પહેલા નહીં સાંભળ્યું એવું તમે સાંભળો કે જેમ આ ઉત્તમ પણ કોયલ આ હીનજાતિવાળા કાગડાની સાથે વસે છે. (૬૪).
આ વર્ણસંકર કોઈ ક્ષત્રિય બચ્ચાને ઉપેક્ષાને યોગ્ય નથી, તેથી એઓને મારા વડે આ પ્રમાણે ઘોર દંડ કરાયો. (૬૫)
બીજો કોઈ પણ આવી રીતે કરશે તે પણ મારાવડે નિશ્ચયથી દંડ દેવા યોગ્ય છે. એ પ્રમાણે રમતો ત્યાંથી નીકળી જાય છે. (૬૬)
તે દેખીને દીર્ઘરાજાએ કહ્યું કે પ્રિયે ! કુમારનો આલાપ- ઉલ્લાપ સારો નથી, જેથી તને કોયલ અને મને કાગડો કહ્યો. ચુલનીએ કહ્યું “બાલ સ્વભાવના કારણે વિચિત્ર ક્રીડાથી રમતો કુમાર જેમ તેમ બોલે છે. આને આવા પ્રકારનો વિકલ્પ-વિચાર ક્યાંથી હોય ?” ત્યારે બીજા દિવસે ઉત્તમ