________________
પ૦
મૂળશુદ્ધિ ભાગ-૨
(શ્રાવક કૃત્યુ નામનું છઠું સ્થાન) પાંચમા સ્થાનની વ્યાખ્યા કરી તેના પછી છઠ્ઠાનો પ્રારંભ કરાય છે, આ સ્થાનનો પૂર્વની સાથે આ સંબંધ છે, પૂર્વના સ્થાનમાં સાધ્વીકૃત્યનું વર્ણન કર્યું, ત્યાં ચતુર્વિધ સંઘમાં સાધ્વી પછી શ્રાવક કહેલા છે. તેથી તેનું સ્થાન આવ્યું. તે સ્થાનનું આ આઘસૂત્ર છે... ||૧૩O|ી
तित्थेसराणं बहुमाण-भत्ती सत्तीए सत्ताण दया विरागो । ।
समाणधम्माण य वच्छलत्तं जिणागमे सारमुदाहरंति ॥१३१॥ ગાળંથ – તીર્થકરની બહુમાનભક્તિ, શક્તિ મુજબ પ્રાણીઓની દયા, રાગની શૂન્યતા, સાધર્મિકો ઉપર વાત્સલ્યભાવ આ જૈન આગમનો સાર કહેવાય છે.
તીર્થેશ્વર એટલે તીર્થના સ્વામી, જેના દ્વારા સંસાર સાગર તરાય તે તીર્થ. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘને તીર્થ કહેવાય. અથવા પ્રથમ ગણધર. કહ્યું છે કે – ચાર વર્ણવાળો શ્રમણ સંઘ અથવા પ્રથમગણધર (આ.નિ.) (જે તે તીર્થંકરના આદ્ય - પહેલા ગણધર જેમકે ગૌતમસ્વામી) આવા તીર્થની સ્થાપના કરનાર હોવાથી તીર્થેશ્વર, તેઓની-બહુમાન આંતરપ્રીતિ અને ભક્તિ-વંદન પૂજન વિનયાદિ સ્વરૂપ બાહ્ય ક્રિયા, (૨) શક્તિ પ્રમાણે જીવો બચાવવાની બુદ્ધિ, (૩) વિરાગ એટલે ભૌતિક પદાર્થ ઉપર રાગનો અભાવ, ચકાર વ્યવધાનનું જોડાણ કરાવનાર હોવાથી આવો અર્થ થશે અને (૪) સાધર્મિક ઉપર વાત્સલ્ય ભાવ - એમની બહુમાન પૂર્વક સારસંભાળ રાખવી. જિનપ્રવચનનો આ જ સાર છે. એટલે “આ પૂર્વે કહેલા તમામ ધર્મ અનુષ્ઠાનનો સાર છે. એમ જિનાગમમાં કહ્યું છે. ૧૩૧.
આ જ જિનપ્રવચનનો સાર હોવાથી સાધર્મિકપ્રીતિમાં પ્રયત્ન કરવો જોઈએ. એથી ગ્રંથકાર કહે છે...
जिणाणं मण्णमाणेणमुदारमणसा तओ ।
साहम्मियाण वच्छल्लं कायव्वं पीतिनिब्भरं ॥१३२॥ ગાળંથ તેથી જિનેશ્વરના આદેશને માનનારા- “આ આપ્રમાણે જ છે”, એમ સ્વીકારનારા તેમજ વિશાળ મનવાળા માનવોએ સમાન ધર્મને આદરનારનું વાત્સલ્ય-“ભોજન આપવું, નોકરીએ રાખવું જરૂરપડતા માંદગી વગેરે પ્રસંગમાં મદદ કરવી ઇત્યાદિ ભક્તિ અંતર બહુમાનથી ભરપૂર હૈયે કરવી જોઈએ. ૧૩૩. જે કોઈ સાધર્મિકો ઉપર અલ્પ સ્નેહવાળો હોય છે તે કેવો જાણવો ? તે ગ્રંથકાર જણાવે છે..../૧૩રા
किमण्णाणेण सो अंधो ? किं मोहविसघारिओ ? ।
किं सम्मत्ते वि संदेहो, मंदनेहो इमेसु जो ॥१३३।। ગાળંથ કિમ્ એ પ્રશ્ન અર્થમાં છે, જે મંદસ્નેહવાળો છે તે (શું) અજ્ઞાનથી અંધ છે ? શું તે મોહનીય કર્મના વિષથી વ્યાપ્ત છે? અરે તેમાં સમકિત છે કે નહીં તેમાં પણ શંકા જાગે છે. કારણ કે કહ્યું છે કે સાધર્મિક ઘેર આવે ત્યારે જેઓને તેમના ઉપર સ્નેહ જાગતો નથી-રહેતો