________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૫૫
દ્વારા ચંદ્રને જિતનારો, ચંદ્રાવતંસક નામે રાજા હતો. અને તેને સમસ્ત ગુણસમૂહથી વ્યાપ્ત શરીરવાળો મુનિચંદ્ર નામે પુત્ર હતો. તેણે પિતાશ્રી કાળનો કોળીઓ થયે છતે રાજ્યનું પાલન કરી સદ્ગુરુની પાસે દીક્ષા લીધી.
એક દિવસ ગુરુની સાથે દેશાંતરમાં વિચરતા ભિક્ષા માટે એક ગામમાં પ્રવેશ કર્યો. ગોચરી પાણી ગ્રહણ કરી જેટલામાં નીકળે છે, તેટલામાં સાર્થથી ભૂલો પડેલો-ઠગાયેલો મહાવનમાં પ્રવેશ્યો. અને ત્યાં ચઉવિહાર ત્રણ ઉપવાસ કરીને જંગલ પાર કર્યું. ત્યાર પછી ભોજન કરેલું ન હોવાથી, માર્ગથી થાકેલો હોવાથી, સૂર્યના તડકાથી ખેદ પામેલો હોવાથી એક ઠેકાણે ઝાડની છાયામાં પડીગયો. તેને ચારગોવાળિયાએ જોયો. અરે ! કોઈ માણસ પડેલ દેખાય છે. એ પ્રમાણે કરુણાથી દોડી પ્રાયોગ્યકલ્પે તેવા દહીં, છાશ, અને પાણીદ્વારા આશ્વાસન આપ્યું અને પોતાના ગોકુળમાં લઈ ગયા. ભોજન પછી સાધુભગંવતે ધર્મદેશના કરી, ચારેયને પણ દીક્ષા આપી. તેમાંથી બે જણાએ ‘અહો ! આ ધર્મ સારો, પરંતુ મેલથી મલિન શરીર હોવાથી અશુચિવાલો છે' એ પ્રમાણ દુર્ગંછા કરી. ચારેય દેવલોકમાં ગયા.
ત્યાંથી ચ્યવેલા છતા દશાર્ણ દેશના વસંતપુરમાં સાંડિલ્ય બ્રાહ્મણની યશોમતી દાસીના તે જ (સાંડિલ્યો) બ્રાહ્મણ દ્વારા પુત્રો થયા. એક દિવસ તેઓ વૃદ્ધિ પામેલા શરીરવાળા પોતાના ખેતરની રક્ષા કરવા માટે ગયા. રાત્રે ત્યાં જ વડ વૃક્ષની નીચે સૂઈ ગયા. અને રાત્રિમાં વડના કોટરમાંથી નીકળેલ સાપે એકને ડંખ માર્યો, અને બીજો સાપની શોધ કરવા આમ તેમ ભમે છે ત્યારે તે જ સાપે તેને ડંખ દીધો. પ્રતિકાર ન થવાથી બન્ને મરીને કાલિંજર પહાડ ઉપર એક હરણીની કુક્ષિમાં યુગલ રૂપે ઉત્પન્ન થયા. યૌવનમાં ઊભા રહેલા તે બન્ને પ્રીતિથી એક ઠેકાણે રમી રહ્યા હતા ત્યારે એક શિકારી વડે એક બાણના પ્રહારથી મરણ પામ્યા અને ગંગાતીરે એક રાજહંસીની કુક્ષિમાં હંસ તરીકે ઉપન્યા. ત્યાં પણ એક ઠેકાણે પ્રીતિથી રમતા એક શિકારીએ જોયા અને પકડી, ડોક મરડીને મારી નાંખ્યા, મરણ પામેલા તે વારાણસી નામની મોટી નગરીમાં ઘણા ધનથી સમૃદ્ધ ભૂતદિન્ન નામના ચાંડાલનાયકની પત્નીની કુખમાં પુત્ર તરીકે ઉપન્યા.
કાળક્રમે જન્મ પામ્યા. ચિત્ર અને સંભૂતિ નામ પાડ્યા, તેઓ રૂપાદિ ગુણોથી વૃદ્ધિ પામી
રહ્યા છે.
અને આ બાજુ તે નગરીનો શંખરાજા નામનો રાજા છે. તેને પણ બુદ્ધિમાં પ્રધાન એવો નમુચિ નામે મંત્રી છે. (૩)
તે એક વખત રાજાના રાણીવાસમાં ભ્રષ્ટ બન્યો, તેથી પ∞ળો- ગુપ્તરીતે વધ્ય-વધકરવાનો છે તેમાટે નમૂચિને ભૂતદિન્ન ચાંડાલને સોંપ્યો. (૪)
ચાંડલે પણ તેને કહ્યું કે ‘જો મારા પુત્રોને તું ભણાવે તો ભોંયરામાં છૂપી રીતે તારા જીવનું હું રક્ષણ કરીશ. (૫)
જીવનનો અર્થી મંત્રી પણ તેના તેવા પ્રકારના વચનને સ્વીકારી બન્ને પુત્રોને ભણાવે છે, જ્યાં સુધી તે બન્ને કલામાં પારંગત થઈ ગયા ત્યાં સુધી ભણાવે છે. (૬)
હવે તે નમૂચિમાં તે બન્નેની માતા આસક્ત બનેલી, તેને તે મંત્રી હંમેશા ભોગવે છે, તે બિનાને કોઈ પણ રીતે ભૂતદિને જાણીને એ પ્રમાણે વિચારે છે (૭)