________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૪૯ કરનારા જયાં હોય ત્યાં સાધ્વીનો વિહાર વર્જવો જોઈએ. એ પ્રમાણે શ્લોકનો અર્થ પુરો થયો. I૧૨૯ી. અત્યારે સમસ્ત પ્રકરણનો ઉપસંહાર અને ઉપદેશનું સર્વસ્વ શ્લોક વડે કહે છે.
महव्वया मूलगुणा विसुद्धा, पिंडव्विसोहीपभिई विहाणं ।
कालोचियं दुक्करकारियाणं, अज्जाण कुज्जावरनिज्जरं ति ॥१३०॥ પ્રાણાતિપાત વિરમણવ્રતથી માંડી રાત્રીભોજન સુધીનાં મહાવ્રતો છે, તેઓ મૂળ ગુણરૂપે પ્રસિદ્ધ છે, કલંક-અતિચારવગરના હોવાથી તે વિશુદ્ધ કહેવાય છે. “મહાવ્રતાનિ” એમ નપુંસક લિંગ જોઇએ પણ પ્રાકૃત હોવાથી પુલિંગમાં નિર્દેશ કર્યો છે. તેમજ પિંડવિશુદ્ધિ - ૪૨ દોષ વગરની ગોચરી લેવા ઇત્યાદિ પિંડવિશુદ્ધિ, સમિતિ, ૧૨ ભાવના, પ્રતિમા, ઇંદ્રિય નિરોધ, પ્રતિલેખન, ગુપ્તિ, અભિગ્રહ ગ્રહણ કરવા આ બધા ઉત્તરગુણ છે. (ઓવ. નિ. ૩) આવા પ્રકારના વિધાનને કરનારી દુષ્કરકારી-આવા હલકા કાળમાં પણ આવું દુષ્કર અનુષ્ઠાન કરનારી સાધ્વીઓનું કાલોચિત દુઃષમકાલને યોગ્ય જે કાંઈ કૃત્ય છે તે કરવું જોઈએ, જે શ્રેષ્ઠ નિર્જરાના હેતુભૂત બને છે. રિ-ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિના અર્થમાં છે. ૧૩OIL
શ્રીદેવચંદ્ર આચાર્ય દ્વારા રચિત મૂળશુદ્ધિવિવરણનું સાધ્વીકૃત્ય નામનું પાંચમું સ્થાન સમાપ્ત થયું //