________________
૩૮ ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ તે દેવલોકથી આયુષ્યના ક્ષયથી ચ્યવન થતા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યાચલ પર્વતતળેટીમાં પંડનામના દેશમાં શતદ્વાર નગરમાં સુમતિ રાજાની પત્ની ભદ્રાની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. ઘણાખરા નવમહિના પૂરા થતા તે પુત્રને જન્મ આપશે. અને તે પુત્રની જન્મરાત્રિએ શતદ્વાર નગરની અંદર અને બહાર ભારભારના પ્રમાણના અને કુંભકુંભના પ્રમાણના પદ્મવાસ-આવાસ અને રત્નવાસ વસે છે. (તેવા પ્રમાણના કમળ અને રત્નની વૃષ્ટિ થાય છે, લો.પ્ર. કાલલોક-૫ સ.૩૪
ગ્લો.૩૧૧) તેથી તે પુત્રનું બારદિવસ પૂરા થતા મા બાપ મહાપદ્મ એ પ્રમાણે ગુણનિષ્પન્નનામ કરશે. ત્યાર પછી તે મહાપદ્રકુમારને આઠ વર્ષથી વધારે ઉમરવાળો જાણીને સુમતિરાજા મહારાજયભિષેક દ્વારા રાજય ઉપર સ્થાપન કરશે. ત્યાર પછી તે મહાપદ્મ પ્રણામ કરતા મોટા મોટા સામંતરાજાઓના મુકુટની માલાથી સ્પર્શ કરાઈ રહ્યા છે ચરણ યુગલ જેના, આદેશ આજ્ઞાના પ્રતાપથી સાધ્યું છે પૃથ્વીમંડલ જેણે એવો મોટા રાજા થશે. એક દિવસ તે મહાપદ્મ રાજાનું માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના બે દેવ સેનાધિપતિપણું સ્વીકારશે. અને તેથી કરીને તે રાજાનું રાજરાજેશ્વર, કોતવાલ, સામંત, ગામમુખિયો, શેઠ, સાર્થવાહ, જોષી, દ્વારપાલ, મંત્રી, મહામંત્રી વિગેરે દેવસેન એ પ્રમાણે બીજુ ગુણનિષ્પન્ન નામ પાડશે. ત્યાર પછી ફરી પણ તે દેવસેન રાજાને એક વખત પ્રધાન હાથી પેદા થશે. અને વળી...
શંખઅને રૂ જેવા શ્વેતવર્ણવાળો, ચારદાંતવાળો, મદના કારણે જેની ચારે બાજુ ભ્રમરસમૂહ ભમી રહ્યો છે, લક્ષણશાસ્ત્રથી પ્રશસ્ત (લક્ષણશાસ્ત્ર પ્રમાણે શુભ લક્ષણવાળો) મોટા હાથી પેદા થશે. ખુશખુશાલ થયેલા રાજા વગેરે તેનું ત્રીજું નામ પણ ગુણનિષ્પન્ન નામથી આ શ્રીવિમલવાહન રાજા હો (૧૪૭).
એ પ્રમાણે વિશિષ્ટ રાજયનું અનુપાલન કરતા તેને ગોશાળાના ભવમાં ઉપાર્જન કરેલું તે અશુભકર્મ ઉદયમાં આવશે. તેથી તે સાધુઓનો શત્રુ બનશે-કટ્ટર વિરોધી બનશે.
આક્રોશવડે કેટલાનો ઉપહાસકરશે, કેટલાઓનો તિરસ્કાર કરશે, કેટલાઓને બંધનથી બાંધશે. (૧૪૮).
ઘોરપરિણામવાળો કેટલાકને બાહર કાઢવાની ધમકી આપશે, કેટલાકને રોકી કાઢશે, કેટલાકને છેદશે, કેટલાકને મારશે, કેટલાકને ઉપદ્રવ કરશે. (૧૪૯)
ત્યારે તે પાપી કેટલાકના વસ્ત્ર પાત્ર કંબલ અને રજોહરણ છેદી નાંખશે, ભેદી નાંખશે અને છિનવી લેશે. (૧૫૦).
અને કેટલાકને ભક્તપાનનું નિવારણ કરશે તથા દુષ્ટકર્મથી બંધાયેલ-ઘેરાયેલ તે પાપી કેટલાકને દેશ નિકાલનો આદેશ કરશે. (૧૫૧).
આવા પ્રકારના રાજાને દેખીને શતદ્વારનગરના વાસી રાજા વગેરે વિચારે છે કે આ વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથોને ઉપદ્રવ કરી રહ્યો છે, તેથી આપણને રાજાને, રાજયને, રાષ્ટ્રને, સૈન્યને, વાહનને, નગરને, અંતઃપુરને, હિત નહીં થાય. તેથી વિમલવાહનરાજાને વિનંતી કરીએ, એ પ્રમાણે વિચારીને વિનંતી કરશે કે.....
“હે દેવ ! આમ અમારુ હિત નહીં થાય, તમારું, અંતઃપુર, નગર, દેશ, સર્વનું હિત નહીં થાય. ઘણુ કહેવાથી શું (૧૫૨).