________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૪૫ છ જીવનિકાયના હિતને ધ્યાવતા જિનેશ્વરને જુએ છે, તેથી કુદ્ધ થયેલો અતિશય તીક્ષ્ણ મુખવાળી ભયંકર કીડીઓ મૂકે છે. ૩૧
તે કીડીઓએ શ્રીવીરજિનેશ્વરને ચારણી-ચાળણી સરખા કરી દીધા.જ્યારે સુભિત ન થયા ત્યારે તે મધમાખી વિકર્ષે છે. ૩૨
ભમરા જેવા કીડાઓ અને ત્યારપછી વજજેવા મુખવાળા જીવડાં તે વિકર્વે છે.
તેનાથી પણ અચલિત મનવાળા જાણીને વિછુઓ મૂકે છે, (૩૩) ત્યાર પછી અતિ ઉગ્ર વિષવાળા લાંબા મોટા સાપો વિકર્વે છે.તેઓ દ્રઢ નાગપાશ બાંધીને દેહ ઉપર ડંખ મારે છે. (૩૪
તેઓને સંહરીને ત્યાર પછી અતિ તીક્ષ્ણ દાંતવાળા નોળિયા વિકર્વે છે, અને ત્યાર પછી આઠમીવારમાં આ ઉંદરડા વિક છે. રૂપા
પ્રભુદેહના માંસખંડો તોડીને ખાય છે અને પોતાના મૂત્રથી શરીરને છાંટે છે. તેઓ વડે પણ ભગવાન્ ચલિત ન થયા ત્યારે મોટા મોટા હાથી વિમુર્તે છે. ૩૬ll
આ હાથી સૂંઢરૂપી દંડવડે પકડીને દૂર આકાશમાં ઉછાળે છે. વળી દાંતોવડે ફરી પકડે છે, પગવડે ધરતી ઉપર કચરે- દબાવે છે. અને ૩ણી
એ પ્રમાણે હાથિણી પણ સૂંઢ વડે અને દાંતો વડે ચૂરે છે, ત્યાં પણ અશુભિતમને જાણીને પિશાચને વિકર્વે છે. ૩૮.
જેની પગની આંગળીના નખો સુપડા જેવા છે, અને બધી આંગળી કપાસના બીજ કાઢવાના યંત્ર સરખી છે, જેના પગ વાટવાના પથરા જેવા છે, જેની જંઘા તાડની જેમ ઘણી લાંબી છે, જેની કેડ મોટી અને વાંકી વળેલી છે, જેનું પેટ ઘડાની ઠીકરી જેવું મોટુ છે, વાહણના મધ્ય ખંભા જેવી જેની ભુજા છે, મોટા બખ્તર (કવચ) જેવા જેના બે હાથ છે, એ/૪ ના ઘાણીની લાકડી સરખી હાથની આંગળી છે, અને તેના નખો સુપડા જેવા છે, જેની છાતી વિકટ ને વક્ર છે, જેના દાંત લાંબી (ખુલ્લી) હળપૂણી સરખા છે, જેના હોઠ લાંબાને લબડતા છે, જેનું નાક ચપટું છે ૪૧ જેને રસથી ચપલ - ચટપટ થતી મોઢામાંથી નીકળેલી લાંબી લટકતી બે જીભ છે, જેના ગાલ દબાયેલા છે, જેની આંખો રાતી છે, દાઢી લાંબી છે, II૪રા
જેનુ માથુ કવચથી ઘાત પામેલા મદ્યપાત્ર સરખું છે, જેને મસ્તકના નીચેના ભાગથી વિકરાળ તથા વિષમ મુખ અને ભાલ છે.
આકારથી જ જાણે શબલ જાતિનો પરમાધાર્મિક, જેના વાળ અગ્નિની જવાલાશ્રેણી સરખા છે. ll૪૩ી.
પાણી ભરેલા વાદળ સરખા કાળા વર્ણવાળો, હાથમાં પકડેલી કાતરથી ભયાનક તાજા જ ઉખાડેલા લોહી ઝરતા હાથીના ચામડાને ધારણ કરનારો, ૪૪
આંખ મોટું પુંછથી યુક્ત એવા અતિશય ભંયકર વાઘના ચામડાને ઉપર દેશમાં ધારણ કરવાવાળો, માનવના મસ્તક, નોળિયો અને, સાપની માલાથી કરેલા ઉત્તરાસંગવાળો, ૪પા.
અટ્ટહાસથી બિહામણા મોઢારૂપી ગુફામાંથી નીકળતી અગ્નિની ચીનગારીઓવાળો-એવું ભયંકર વેતાલરૂપ વિકર્ષે છે. I૪૬ll.
તેવા પિશાચથી પણ જયારે ન ડર્યા, ત્યારે તે ભયંકર વાઘને વિદુર્વે છે, તે વાઘ તીક્ષ્ણ