________________
૩૨
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
કરી દઈશ. ત્યાં સુધીનું બધુ ભગવાનને કહી સંભળાવે છે. તેથી હે પ્રભુ ! ગોશાળો ભમ્મસાત્ ક૨વા સમર્થ છે કે નહિં ?” ભગવાને કહ્યું “સમર્થ છે, પરંતુ અરિહંત ભગવંતને ભસ્મસાત્ કરવા સમર્થ નથી. હે આનંદ ! જેવા પ્રકારની ગોશાળાની તેજોલેશ્યા છે તેનાથી અનંતગુણી શ્રમણ=નિગ્રંથની હોય છે. પરંતુ શ્રમણ નિગ્રંથો ખંતિ-ક્ષમાવાળા હોય છે. શ્રમણ સાધુઓની જેવી તેજોલેશ્યા હોય છે, તેનાથી અનંતગુણી તેજોલેશ્યા સ્થવિર ભર્ગવતોની હોય છે. પરંતુ તેઓ ક્ષમાપ્રધાન હોય છે. સ્થવિર ભગવંતોની જેવી તેજોલેશ્યા હોય છે તેનાથી અનંત ગુણી અરિહંત ભગવંતોની તેજોલેશ્યા હોય છે. પરંતુ અરિહંત ભગવંતો અતિસમતાવાળા હોય છે. તેથી હે આનંદ ! તું જા અને ગૌતમ વગેરે સાધુ-સાધ્વીને કહે કે ગોશાળો શ્રમણ નિગ્રંથો પ્રત્યે મિથ્યાર્દષ્ટિવાળો - વિરોધી બન્યો છે. તેથી કોઈપણ ધાર્મિક ચોદના-ચર્ચા પણ એના સાથે કરતા નહીં, નહીંતર બાળી નાંખશે. ‘ત્યારે આનંદ “તત્તિ” એમ વિનયથી સ્વીકાર કરી ગૌતમ વગેરેની પાસે જાય છે. અને વાંદીને કહે છે કે “હું ભગવાન્ દ્વારા અનુજ્ઞા પામેલો શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ કરું છું.” ઈત્યાદિ માંડી “કોઈપણ ધાર્મિક ચોદનાથી પણ ચોદના કરતા નહીં, ભસ્મસાત્ કરશે નહી-કરે” એ પ્રમાણે આનંદ જેટલામાં ગૌતમ વગેરેને કહે છે તેટલામાં ગોશાળો સમોસરણમાં પેઠો અને વળી તે કેવો છે તેનું ગ્રંથકાર વર્ણન કરે છે.......
ક્રોધના વશથી ફફડતો, આજીવિક સમસ્ત સંઘથી પરિવરેલો, સમસ્ત સભા દ્વારા જોવાતો સમવસરણમાં પ્રવેશ કરે છે. જાણે સાક્ષાત્ પત્થરનો થાંભલો ન હોય ? તેની જેમ પ્રભુ આગળ અક્કડ ઊભો રહીને નિર્લજ્જ ધિઠ્ઠાઈ પામેલો - વિઢો બનેલો નિષ્ઠુર વચન બોલે છે. (૯૫, ૯૬) “હે કાશ્યપ ! તું મજામાં છે - ઠીક છેને, તું મને એ પ્રમાણે કહે છે કે હું ગોશાળો મંખલિપુત્ર છું, તે મારો શિષ્ય છે. જે ગોશાળો તારો શિષ્ય હતો તે તો સુખમાં શુક્લ અભિજાતવાળો થઈને નિર્વાણ પામ્યો. અને હું તે ગોશાળાના શરીરમાં પેઠો છું, જેથી હે કાશ્યપ ! જે અમારા દર્શનમાં સિદ્ધ થાય છે, તે સાત વાર સત્ત્વ-જીવો મરીને ફરી તે જ શરીરનો પરિભોગ-ધારણકરી પુનઃછોડીને સિદ્ધ થાય છે. ત્યાં હે કાશ્યપ ! હું દેવલોકથી ચ્યવી ગૌતમની ભાર્યાની કુક્ષીમાં ગર્ભપણે પટકાયો. ત્યાર પછી નવ મહિના અને સાડાસાત દિવસ પુરા થતા અતિરૂપસંપન્ન જન્મ પામ્યો. એ વળી... સર્વજનને આનંદ કરાવનારો, સૌભાગ્યશાળી, કામદેવ સમાન રૂપવાળો, ઉદાઈ નામે જન્મપામ્યો. કુમાર વયમાં દીક્ષા લીધી, સાંખ્યશાસ્ત્રો ભણીને તે વ્રતનું ૨૨વર્ષ પાલન કરી ત્યાર પછી (૯૭, ૯૮)
રાજગૃહ નગરની મુંડિકુક્ષિ નામના ઉદ્યાનમાં તે ઉદાઈના શરીરને છોડી એણેયક રાજાના શરીરમાં પ્રવેશ કરુ છું. પોતાની સમાધિથી યુક્ત સમસ્ત લક્ષણ સંપન્ન સિદ્ધિક્રમને પાળવા માટે પહેલા પરિવૃત્ય (પરિહાર)માં આમ કર્યું અને બીજા પરિધારણમાં ઉદ્દંડનગરની બહાર રમણીય ચંદ્રોદાર ઉદ્યાનમાં એણેયક રાજાના શરીરને મુકુ છું અને મલ્લારામના શ્રેષ્ઠ શરીરમાં પ્રવેશ કરું છું. ત્યાર પછી ૨૧ વર્ષ વ્રત વિશેષથી પાલન કરીને મલ્લારામના શરીરને છોડી અંગમંદિર ઉદ્યાનમાં ચંપાપુરીની બહાર મંડિકશરીરમાં પ્રવેશ કરું છું. (૧૦૨, ૧૦૩)
ત્રીજા પરિવૃત્ય પરિધારણમાં વીશ વર્ષ પાળીને ત્યાર પછી વારાણસી નગરીમાં કામમહાવન નામના ચૈત્યમાં રાહદેહને ૨૧ વર્ષ પાળીને ચોથા પરિશિષ્ટ પરિધારણમાં રાહના શરીરને પણ