________________
૩૪
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
પમાડ્યો, - તેજલેશ્યા થી બાળ્યો. તેના વડે પરિતાપના પામતો તે સુનક્ષત્ર સાધુ શ્રમણ ભગવાનું મહાવીરને વાંદે છે. નમસ્કાર કરે છે, જાતે જ પાંચ મહાવ્રત ઉચ્ચરે છે. ગૌતમ વગેરે સાધુ સાધ્વીઓને ખમાવીને કાલધર્મ પામ્યો. તે કાલધર્મ પામે છતે ફરીથી પણ ગોશાળો તેજ રીતે ભગવાનની હેલના કરવા લાગ્યો. ત્યારે ભગવાને જાતે કહ્યું કે “રે ગોશાળા ! મેં જ તને દીક્ષા આપી, મુંડન કર્યો, ઇત્યાદિ છેક મારી ઉપર ખોટી દષ્ટિવાળો થયો” ત્યાં સુધીનું ભગવાન જાતે કહે છે. ત્યારે ભગવાને જેટલામાં જાતે જ કહ્યું તેટલામાં રોષે ભરાઈને તૈજસ સમુદ્દઘાતથી તૈજસ પુદ્ગલોને ગ્રહણ કરી ભગવાનના વધ માટે તેજોવેશ્યા નીકાળે છે. ત્યારે જેના તેજવડે અંગ, વંગ, મગધ, કલિંગ, માલવ, અચ્છ, કચ્છ, પોઢા, લોઢા, વજભૂમિ, માલી કૌશલ, અવધ સુભુત્ત આ બધા દેશોને ભસ્મસાત્ કરી શકાય, એવી તે તેજલેશ્યા જેમ મોટા પર્વત ઉપર ઘા સ્કૂલના પામે તેમ ભગવાનના ખભાના નીચેના ભાગમાં દરેક દિશામાં પાસે જાય છે. (પડખા સહિત દરેક દિશામાં ફરીવળે છે.)
ત્યારે તે તજોલેશ્યા ભગવાન્ ના શરીરમાં પ્રવેશવા અસમર્થ, પ્રદક્ષિણા કરીને તે જ ગોશાળાના શરીરને બાળતી તેની અંદર પેસી જાય છે. ત્યારે તે ગોશાળો તે પોતાની તેજલેશ્યાથી બળતો બોલે છે “હે ભો કાશ્યપ ! તું મારા તેજથી વ્યાપ્ત થયો છતો છ મહિનાની અંદર છદ્મસ્થ જ કાળ કરીશ.” ભગવાને કીધું “હું અત્યારથી બીજા સોળવરસ જિન (કેવલી) સ્વસ્થ (શુભાર્થી) કેવલપર્યાયથી વિચરીશ. વળી તું આ જ પોતાના તેજથી બળતો ૭ દિવસની અંદર છદ્મસ્થ જ કાલ કરીશ.” ત્યારે ભગવાન્ મહાવીર ગૌતમ વગેરે સાધુને આમંત્રણ આપીને બોલાવીને એ પ્રમાણે કહે છે. અને વળી...” જેમ ખરેખર જો તસુભુસુ કે ઘાસ આગથી બળે પણ તે કંઈ કાર્યને સાધી આપતા નથી. (૧૧૭).
તેમ આ ગોશાળો પણ ઉપસર્ગ કરવા સમર્થ નથી, તેથી તમે ધર્મવચનોવડે પ્રતિચોદના કરો.” (૧૧૮)
ત્યારે સાધુઓ વડે આ પૃચ્છા દ્વારા નિરુત્તર કરાયો. તથા યથાવસ્થિત સ્વરૂપ કહેવા દ્વારા સારી રીતે પ્રતિચોદના કરાયો. (૧૧૯).
હા હા ! અનાર્ય, નિર્દય ! સ્વગુરુનો દ્રોહી, ધર્મથી ભ્રષ્ટ થયેલો તું જિનેશ્વરની આશાતના કરીને અપાર સંસારમાં ભમીશ (૧૨)
અને જે કારણથી તારુ હિત બોલનારા ગુણના ભંડાર એવા સાધુઓને હણ્યા, તેથી હું માનું છું કે તારું જિનબોધિ - સમકિત દૂર દૂર ભાગી ગયું છે.” (૧૨૧)
એ પ્રમાણે કહેતા રોષે ભરાયેલો સાધુઓને પીડા કરવા અસમર્થ ક્રોધથી ધમધમતો ધગધગતો ઊભો રહ્યો જેમ ઝેર વગરનો સાપ. (૧૨૨)
અને તે આજીવિકા મતના સાધુઓ તે પ્રમાણે ગોશાળાને નિરૂત્તર કરાતો દેખી તેમાંથી કેટલાક સાધુ ભગવાનને સ્વીકારે છે, કેટલાક ગોશાળાને જ ગુરુ માને છે. ત્યારે ગોશાળો જેના માટે જલ્દી આવેલો હતો તે પ્રયોજનને સિદ્ધ ન કરતા દીર્ઘલાંબા અને ગરમ નિસાસા મૂક્તો, દાઢીનો રોમ ખેંચતો-દાઢી ઉપર હાથ ફેરવતો, માથામાં ખાજખણતો, બંને હથેળીને પછાડીને ધૂણતો, જમણા પગવડે ભૂમિને ફૂટતો “અરે રે અહો હું હણાયો” એમ બોલતો શ્રમણ ભગવાન મહાવીર પાસેથી